________________
افع
પર્વ બે પ્રકારના છે. એક લૌકિક પર્વ અને બીજું લોકેત્તર પર્વ. જે લૌકિક પર્વે છે. તેમાં કઈ પર્વ ભયને કારણે ને કંઈક પર્વો લાલચથી મનાવાય છે. નાગપંચમી, શીતળાસાતમ આદિ પર્વો ભયથી મનાવાય છે. નાગમામાને દૂધ નહિ પીવડાવીએ, તેમની પૂજા નહિ કરીએ તે કરડી જશે. શીતળા માતાની પૂજા નહિ કરીએ તે શીતળામાતા કે પાયમાન થશે તેવા ભયથી તે પર્વો માનવામાં આવે છે. ધનતેરસનો દિવસ આવે ત્યારે લેકે ધન ધાવે છે ને ધનની પૂજા કરે છે. શા માટે? ધનની પૂજા કરીએ તે ધન મળે. એ જ ભાવના કે બીજું કાંઈ? કેઈ પણ જાતના ભય કે લાલસા રહિત જે કઈ પર્વની ઉજવણી થતી હોય તો તે માત્ર પર્યુષણ પર્વ છે.
આવા મહાન પર્યુષણ પર્વ આત્મશુદ્ધિનો દિવ્ય સંદેશ લઈને આવ્યું છે. તે કહે છે કે ફક્ત શબ્દના સુંદર સાથીયા પૂરી જીવનનું ચણતર સુંદર બનવાનું નથી. કેવળ કલ્પનાઓ કરવા માત્રથી મહેલ ચણાઈ જતો નથી. તે માટે ગ્ય સાધનસામગ્રી જોઈશે. આપણે પણ આ જીવનના આંગણુએ આવેલા આત્મશુદ્ધિના સેનેરી સુઅવસરને ઉમંગ અને ઉત્સાહથી અપનાવીને આત્મકલ્યાણ કરવા માટે કટિબદ્ધ બનીએ. દિવાળી આવે છે ત્યારે બહેનો વાસણ માંજી, બાવા અને કચરા વાળીઝૂડીને ઘરને સ્વચ્છ બનાવે છે. મેલાં કપડાને ધોઈને સ્વચ્છ કરે છે. તેમ આ પર્વ તન ને, મનને અને વચનને સ્વચ્છ અને શુદ્ધ કરવાનો સંદેશ આપે છે. કોઈ પણ વસ્તુ મેલી કે અશધ હોય તે જીવને ગમતી નથી અને તેને વાપરવામાં પણ આનંદ કે ઉલ્લાસ આવતું નથી. તેમ આપણે આત્મા પણ જે શુદ્ધ નહિ હોય તે તમે ગમે તેટલી ધર્મક્રિયાઓ કરો પણ તેમાં તમને આનંદ કે સ્કુતિ આવવાના નથી. આવું આત્મશુદ્ધિ કરવાનું પર્વ વારંવાર આવતું નથી. આ તે વર્ષમાં એક જ વાર આવે છે. અને જે જાય છે તે તે પાછું ફરીને આવતું નથી. નવું આવે છે ને આપણું આયુષ્ય ઘટતું જાય છે. આવતા વર્ષે આ પર્વ આવશે ત્યારે આપણી હયાતી હશે કે નહિ તેની આપણને ખબર નથી. માટે જેને આત્માને ઉજજવળ અને પવિત્ર બનાવવા માટે કંઈ તપ-ત્યાગ કરવાની ભાવના થતી હોય તે તૈયાર થઈ જજે. જે આત્માઓને આ વાત સમજાઈ છે તે તે આત્માને ઉજજવળ બનાવવા તપમાં જોડાઈ ગયા છે. જેને ભાવના જાગતી હોય તે આત્મસાધનામાં જોડાઈ જજે.
તમને ને અમને જમ્યાં જેટલા વર્ષો થયા તેટલા પર્યુષણ આવ્યા ને ગયા. સાથે સંદેશો આપતા ગયા પણ તમે શું જાગૃતિ લાવ્યા? જીવનમાં કેટલી કમાણી કરી ? આ દિવસે માં તે જેટલી કમાણી કરીએ તેટલી ઓછી છે. માટે અત્યાર સુધીમાં જે કમાણી નથી કરી તે કરી લે. માણસ ધંધામાં લાખ રૂપિયા ગુમાવે તે મટી બેટ નથી પણ આ ઉત્તમ માનવભવ પામીને આત્માની કમાણી નથી કરી