________________
શારદા શિખર આ તરફ બહેનને ખખર પડી કે મારો ભાઇ ગરીબ થઈ ગયા છે. ને બધા ભૂખ્યા મરે છે. તરત અહેન તૈયાર થઈ ગઈ. બરાબર તે દિવસે રક્ષામ ધનના દિન હતા. શ્રીમ'ત બહેન ગરીબ ભાઈને રક્ષા ધન આંધવા ચાલી, ભાઈ-ભાભી અને ભત્રીજા માટે સારા સારા કપડાં ને દાગીના લીધા. ખાવા માટે મીઠાઈના ડબ્બા ભરીને લીધા ને ગાડીમાં બેસી ભાઈની ઝુંપડીએ આવી. બહેનને ગાડીમાંથી ઉતરતી જોઈને છોકરાએ ઝુંપડીમાં દોડી ગયા ને એના માતા-પિતાને કહેવા લાગ્યા કે ખા ! ફઈખા આવ્યા-ફઈબા આવ્યા, ને તે બધું લઈને આવ્યા છે. એક દિવસ ભાઈ બહેન પાસે ગયા ત્યારે બહેનના બાલુડા મામા આવ્યા....મામા આવ્યા કરતાં હતાં. ભાઈ દોડીને બહાર આવ્યેા. ખહેન ! તું આવી ! પણ ભાભી તે ખૂણામાં બેસીને રડવા લાગી. અભિમાનથી પાતાના ખેલેલાં શબ્દો યાદ આવ્યા.
૩૫૨
નણંદને જોતાં ભાભીને થયેલા પશ્ચાતાપ; નણંદ કહે છે ભાભી ! રડશેા નહિ. મારા સામું જુએ, હવે તમારા દુઃખના દિવસેા ગયા. હું તમને આ ઝુંપડીમાં રહેવા નહિ દઉં. મારે ઘેર લઈ જઈશ ને મારા ભાઈ ને અમારી મીલના મેનેજર ખનાવીશ. તમે ચિંતા ન કરો. નણંદના અમૃત જેવા મીઠા શબ્દો સાંભળી ભાભીનું મન શાંત થયુ' ને પોતે નણ ંદને કહેલાં કટુ શબ્દોને યાદ કરી નણુંદના ચરણમાં પડીને માફી માંગી ને કહ્યું-બહેન ! તમે તે રત્ન જેવા છે. મારા હજાર ગુનાને તમે ભૂલી અમારા સામુ' જોયુ'. અપકાર ઉપર ઉપકાર કર્યા. તમારા જેવા નણંદ મળવા મુશ્કેલ છે. નણ’દ કહે છે ભાભી ! આપના કેાઈ દોષ નથી. દોષ તા માત્ર મારા કર્મોના છે. મારા કમે આપને એવી મતિ સૂઝાડી. પણ હવે એક વાત લક્ષમાં રાખજો. લક્ષ્મી મળવી એ તેા પુણ્યનાં ખેલ છે. સુખ મળે હરખાવું નહિ ને દુઃખમાં દીન ખનવું નહિ. જ્યારે સુખી હ।ઈએ ત્યારે દુ:ખીને મદદ કરવી પણ સુખની મગરૂરીમાં કેાઈને તરછેડવા નહિ.
નણંદના શબ્દોથી ભાભીના જીવનમાં પરિવર્તન થયું. નણંદને ભાભી ભેટી પડચા. બહેને ભાઈ ને પેાતાની મીલમાં રાખી લીધા, ને હતાં તેવા દિવસે આવી ગયા. મધુએ ! તમે બધા જે કઈ આ રીતે મહેનને ભૂલી ગયા હોય તેા યાદ કરો. અને જેને મહેન ન હાય તા જે ગરીબ વિધવા નિરાધાર બહેનેા હાય તેના આંસુ લૂછજો ને તમારુ જીવન સફળ ખનાવો. વધુ ભાવ અવસરે કહેવાશે.