________________
શારદા મા રહે તે ધર્મનો ઉપદેશ સાંભળવાની આશાથી આપની પાસે આવી છું. અહીં આવવાનું અને બીજું કઈ પ્રજન નથી. હું આ શહેરના રાજાની રાણી છું. અમે ખૂબ દૂર ફરવા ગયા હતા. થાકી જવાથી વિશ્રામ લેવા બગીચામાં આવ્યા હતા. મહારાજા અત્યારે ઊંઘી ગયા છે. મેં આપને દૂરથી જોયા તેથી થયું કે લાવ જાઉં. મહાત્મા મને કંઈક સમજાવશે. માટે આપ મને જીવન સફળ બને તેવું સમજાવે.
રાણી આ રીતે ખૂબ કરગરી ત્યારે સંન્યાસીના મનમાં થયું કે આ રાણીની , અત્યંત જિજ્ઞાસા છે ને મારો નિયમ છે કે જે જિજ્ઞાસુ બનીને આવે તેને મારે ધર્મનો ઉપદેશ આપવો. વળી સાધુ એનું નામ છે કે આત્મ કલ્યાણ કરતાં પરનું કલ્યાણ કરાવવું. એમ વિચારી રાણીને ઉપદેશ આપવા આંખ ખેલી અને રાણીને ઉપદેશ દેતા અહિંસાની વાત ઉપાડી. હે મહારાણી! દુનિયામાં અહિંસા એ પરમ ધર્મ છે. કેઈ પણ જીવને મારવા નહિ ને કેઈને દુઃખ થાય તેવું અનુચિત કાર્ય કરવું નહિ તેનું નામ અહિંસા છે. જૈન ધર્મમાં તે ત્યાં સુધી કહ્યું છે કે એક કુલની કળી દુભાય ત્યાં જૈન ધર્મ નથી. જ્યાં અહિંસા છે ત્યાં અભય છે કે જ્યાં હિંસા છે ત્યાં ભય છે. માણસે સિંહ-વાઘ-સર્પ જેવા પ્રાણીઓને જોઈને ડરે છે, તેનાથી દૂર ભાગે છે. શા માટે? સિંહ-વાઘ હિંસક પ્રાણી છે તેથી તેને ભય લાગે છે. સર્પની દાઢમાં ઝેર છે જે તે ડંશ મારશે તે મરી જઈશું. માટે તેનાથી સૌ ડરે છે. પણ આ સિંહ-વાઘ કદાચ જે મારશે તે બે ચાર માણસને મારશે. સાપ બે ચાર માણસને કરડશે પણ દુષ્ટ ભાવનાવાળા મનુષ્ય તે એવા-કૂર પ્રાણી છે કે તે એક દિવસમાં લાખે ને સંહાર કરી શકે છે. વિષધર કરતાં પણ ભયંકર વિષ માનવના હૃદયમાં ભરેલું છે. તેનામાં જેટલી ક્રૂરતા છે તેટલી હિંસક પ્રાણીઓમાં પણ નથી. એટલે સર્વ પ્રથમ તે મનુષ્ય ક્રૂરતાનો નાશ કરી અહિંસા કેળવવાની છે. એ અહિંસાનું પાલન કરવા માટે જીવનમાં ક્ષમાની જરૂર છે. આપણે આગળ પાછળ વિચાર કર્યા વિના નાની નાની બાબતમાં પણ જે ગુસ્સે થઈ જઈએ, બેટું લગાડીએ તે આપણે પોતે અશાંત બની જઈએ છીએ. ને બીજાને અશાંત બનાવીએ છીએ. તેના બદલે જે શાંતિ રાખીને અપરાધીને અપરાધ ક્ષમા કરી દઈએ તો આપણે આત્મા શાંત થાય છે. ને સામી વ્યક્તિના દિલમાં પણ તેને પ્રભાવ પડે. છે. અને તેના હૃદયનું પરિવર્તન થાય છે.
આ પ્રમાણે સંન્યાસી રાણીને ઉપદેશ આપતો હતો. ત્યાં રાજા ઉંઘમાંથી જાગ્રત થયાં ને રાણીને જોઈ નહિ એટલે વિચાર કર્યો કે રાણી મને એકલે મૂકીને ક્યાંય જાય તેવા નથી ને કયાં ગયા? કદાચ બગીચામાં ફરવા ગયા હશે? લાવ, તપાસ કરું. એમ વિચાર કરીને રાજા રાણુની શોધ કરે છે ત્યાં રાણીને ઉપદેશ સાંભળવામાં લીન જોયા. રાજાએ દૂરથી રાણીને સંન્યાસીની સામે બેઠેલી જોઈ