________________
૩૯૫
વારા શિખર તે જાણે છે? વિપતિ તવ અધ્ધા મિથ્થા તત્વની વિપરીત શ્રધ્ધા તેનું નામ મિથ્યાત્વ. જીવને અજીવ અને અજીવને જીવ માનવું તે મિથ્યાવ છે.
જ્ઞાની કહે છે કે “જેને લાગે આત્માને રંગ તેને થયું મિથ્યાત્વને ભંગ?
અનંતકાળથી જીવે પુદ્ગલને સંગ કર્યો છે. તમે કહે છે ને કે “જે સંગ તે રંગ અને સેબત તેવી અસર.” પુદ્ગલને સંગ કરશે તે પુદ્ગલનો રંગ લાગશે. અને આત્માને સંગ કરશે તો આત્માને રંગ લાગશે. પુદ્ગલ આત્માથી પર છે. માટે તમે પુગલને ગમે તેટલે સંગ કરો પણ આત્માના સંગ વિનાને બધો સંગ એકડા વિનાના મીંડા જેવો છે. જ્યારે આત્માને રંગ લાગશે, અંતરમાં ચેતનને ચમકારો થશે ત્યારે પરને સંગ ને રંગ બધાં તુચ્છ લાગશે. કારણ કે પર રાગ અનિત્ય છે ને આત્માને રાગ નિત્ય છે. પરમાંથી મળતું સુખ પણ અનિત્ય છે ને આત્માનું સુખ નિત્ય છે. આત્મા એ સ્વ છે ને પુદ્ગલ તે પર છે. આત્માના લક્ષણો કયા છે ને પુદ્ગલના લક્ષણો કયા છે ? ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા અધ્યયનમાં આત્માના અને પુદ્ગલનાં લક્ષણો ભગવંતે બતાવ્યા છે.
नाणं च दंसणं चेव, चरितं च तवा तहा
વારિયું ડવગોય, વુિં વરસ જીવ ઉત્ત, સૂ, અ. ૨૮ ગાથા ૧૧ જ્ઞાન-દર્શન ચારિત્ર-તપ-વીર્ય અને ઉપગ આ છ જીવનાં લક્ષણો છે.
सदन्धयार उज्जोओ पभा-छाया ss तवाइ वा।
વધુ રસ અન્ય સિા, જા તુ હસવ ઉત્ત, સૂ,અ. ૨૮ ગાથા ૧૨ શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તાપ, ધૂપ, વર્ણ, ગંધ રસ, અને સ્પર્શ આ પુદ્ગલના લક્ષણો છે.
જે મનુષ્યને આત્માને રંગ લાગ્યા છે તેને પુદ્ગલની વાતમાં રસ ન હોય. તેને તે જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપની વાત આવે ત્યાં અનેરો આનંદ થાય. જેમ ઘન ગાજે ને મેર નાચે તેમ આત્માની વાત સાંભળતાં હૃદય નાચી ઉઠે છે. જેને આત્માને રંગ લાગે છે તેના મિથ્યાત્વને ભંગ થઈ જાય છે. દુનિયામાં સેળ રેગે મોટા કહેવાય છે. એ સોળ મહારોગ કરતાં પણ જે મોટામાં મોટે કઈ રોગ હોય તે મિથ્યાત્વ છે. કહ્યું છે કે
मिथ्यात्वं परमो रोगो, मिथ्यात्वं परमं तमः। मिथ्यात्वं परम शत्रु :, मिथ्यात्वं परमं विषम्॥