________________
પ્રાપ્ત કરી શકતા નથી. જેના માતા-પિતા ! કેના ભાઈ અને કેને પુત્ર ! કે પતિ અને કેની પત્ની ! કેને પુત્ર પરિવાર ! કેના મદોન્મત્ત હાથીએ! કેના વેગવાન ઘોડાઓ ! કોનું પાયદળ ! કનું ધન ! આંખ બંધ થાય એટલે બધું ખલાસ છે. આ મારું ને તારું આ બધો ભ્રમ છે. માટે આપ શેકરહિત બનીને પ્રજાનું પાલન કરો. હે ત્રિખંડ ભરતેશ્વર ! જ્યાં સુધી આપ શેક નહિ છેડે ત્યાં સુધી હું પણ આપના દુઃખથી દુઃખી રહીશ. આપની ચિંતા મને સોંપી દે. હે કૃષ્ણ! હું પણ આપના પુત્રની શોધ કરીશ. આપને માટે હું બધું કરવા તૈયાર છું.
આ પ્રમાણે નારદજીના કહેવાથી કૃષ્ણને શાંતિ વળી. તેમનામાં હિંમત આવી. ને તેમનું હૈયું હેજ હળવું બન્યું. એટલે તેઓ શંકરહિત થયા. પછી કૃષ્ણ નારદજીને કહ્યું કે હું તે કઈ પણ રીતે શાંતિ રાખી શકું છું. પણ રૂક્ષમણીનું મે કંઈ રીતે વળતું નથી. તે તેના મહેલમાં જઈને એ દુખિયારી બનેલી પુત્ર વિગી માતાને સાંત્વન આપીને સમજાવે. કૃષ્ણજીનું વચન સાંભળીને નારદજી રૂકમણીના મહેલે ગયા. તેમને આવતા જોઈને રૂક્ષમણી ઉભી થઈ. તેમને વિનયપૂર્વક આસન આપીને બેસાડ્યા. આવા દુઃખમાં પણ આ વિનય જેઈને નારદજીનું મન ખૂબ પ્રસન્ન થયું. નારદજીને માન ખૂબ જોઈતું હતું. જો કેઈ તેમને માન ન આપે તે તેનું આવી બને. કૃષ્ણજી સાથે રૂક્ષમણીનું લગ્ન કરાવનાર કોણ છે? નારદજી. એક વખત નારદજી સત્યભામાના મહેલે ગયેલા ત્યારે તેણે નારદજીને જોઈને મેં મચકોડેલું ને માન નહોતું આપ્યું તેથી તેનું અભિમાન ઉતારવા નારદજીએ કૃષ્ણ પાસે રૂક્ષ્મણીની પ્રશંસા કરી. તેને ફેટે બતાવીને કૃષ્ણજીનું મન મોહિત કરાવ્યું અને પછી કૃષ્ણએ રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા. એ વાત તે લાંબી છે.
નારદજી રૂક્ષમણીના મહેલમાં -નારદજીએ રૂકમણીની પાસે આવી તેની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું-બેટા ! તું મારી દીકરી છે. તું ચિંતા ન કરીશ. તારું દુખ દૂર થઈ જશે. રૂક્ષમણીએ કહ્યું. મારો પુત્ર મને નહિ મળે તે મારા પ્રાણને ત્યાગ કરીશ. પણ પુત્ર વિના જીવી શકીશ નહિ. ત્યારે નારદજીએ કહ્યું–હે પુત્રી ! કેઈ દેવ-દાનવે તારા પુત્રનું હરણ કર્યું છે. પણ તારો પુત્ર ગમે ત્યાં હશે તે મહાન સુખમાં હશે ને તે જીવતે છે. તું રડીશ નહિ, ગૂરીશ નહિ. હું થોડા સમયમાં તારા પુત્રને શોધી આપીશ.
રૂકમણીએ કહ્યું- હે મુનિવર ! ત્રિખંડ અધિપતિએ ત્રણે ખંડના નગર, ગામ, વન, ચટા અને ઘરઘરમાં તપાસ કરાવી છે પણ કઈ જગ્યાએ તેને પત્તો લાગે નથી. એટલું જ નહિ પણ એના કાંઈ સમાચાર પણ નથી. નારદજીએ રૂક્ષમણીને હિંમત આપતાં કહ્યું –દીકરી ! જે હું તારા દીકરાને પત્તો ન મેળવી આપું તે