________________
શા શિખર
"पडिबुधि इक्खागराया चंदच्छाए अंगराया संखे कासिराया रुप्पी कुणालाहिवइ अदीणसत्तू कुरुराया जित्तसत्तू पंचालाहिवइ।"
પહેલા અચલ છવ હતું તે કોશલ દેશમાં માતાના ગર્ભમાં આવીને ઉપન થશે. પછી સમય જતાં જન્મ થયે ને મોટો થતાં તે કેશલ દેશને અંધિપતિ બ. કેશલદેશનું પાટનગર અયોધ્યા હતું. અચલને જીવ ત્યાં પ્રતિબુદ્ધિ નામે પંકાયે. વિશેષ વાત તે મહાબલ કુમારની લેવી છે તેથી અહીં આ બધાનું વર્ણન નથી કરતી આ છ એ ભલે તીર્થંકર નામકર્મ નથી બાંધ્યું પણ મેક્ષગાર્મી
છો તે છે. મોક્ષગામી ઇવેની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવું તે શુ જમ્બર પુણ્યને ઉદય હોય ત્યારે થાય છે. ને આવા પુત્રરત્નની માતા બનાય છે. અચલના જીવનું નામ પ્રતિબુધિ પડયું. ને એ નામથી તેઓ પંકાયા. બીજે ધરણ અંગદેશને અધિપતિ બન્યા. તેનું નામ ચંદ્રછાય પડયું. ત્રીજે અનિચંદ્રને જીવ કોથી દેશને રાજા બન્યા. ત્યાં તે શખ નામથી પ્રસિદ્ધ થયો. આ કાશી દેશમાં બનાસ નામે નગરી છે. ચેથા પૂરણને જીવ કુણાલ દેશને અધિપતિ બન્યા. ત્યાં તેનું નામ રૂકમી પડ્યું. આ કુણાલ દેશમાં શ્રાવસ્તી નામે નગરી છે. પાંચમે વસુને જીવ કુરૂદેશને અધિપતિ થયે. તેનું નામ અદીનશવું પડયું. કુરૂદેશમાં હસ્તિનાપુર નગર છે. છઠ્ઠો વૈશ્રવણને જીવ પાંચાલ દેશને અધિપતિ બન્યા. તેનું નામ જિતશત્રુ પડયું. પાંચાલ દેશમાં કપિલા નામે નગરી છે. આ છ એ છ માતાના ગર્ભમાં આવીને ઉત્પન્ન થયા ત્યારે ધર્મની વૃધ્ધિ થવા લાગી. પુણ્યવંત માગામી જી માતાના ગર્ભમાં આવે ત્યારે માતાની ધર્મની ભાવના વધતી જાય છે. તેને તપ કરવાનું, સામાયિક-પ્રતિક્રમણ આદિ કરવાનું મન થાય. જ્યારે તપની વાતે સાળે ત્યારે તેને તપ કરવાના ઉત્કૃષ્ટ ભાવ થઈ જાય. આ બધે પ્રભાવ ગર્ભના જીવને છે.
ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો હે મારા ત્રિકીનાથ પ્રભુ ! ગર્ભને જીવ ગર્ભમાં મરે તે દેવલોકમાં જાય ? હા, ગૌતમ. આ જીવ તપની મનની, સંયમની વાતો સાંભળે ત્યારે તેને થાય કે હું જલદી અહીંથી છૂટું. પછી તપ કરીશ, શ્રાવકના તો લઈશ. સંયમ માર્ગને અંગીકાર કરીશ. આવા. ઉત્કૃષ્ટ ભાવ આવે ને ત્યાં તેનું આયુષ્ય પૂર્ણ થાય તે મરીને દેવલોકમાં જઈ શકે છે, શુધ્ધ ભાવના કેટલું કામ કરે છે? આ છ એ અણગારે જયંત વિમાનથી ચવીને જુદા જુદા દેશમાં રાજ્યપદે સુશોભિત થયા. તે દરેકના રાજ્ય ખૂબ વિશાળ છે, ભૌતિક સુખની કમીના નથી. હવે મહાબલ અણુગાર ૩૨ સાગરનું આયુષ્ય ભેળવીને ત્યાંથી આવીને કઈ પવિત્ર-ભાગ્યશાળી માતાની કુક્ષીએ ને ક્યા નગરમાં આવીને ઉત્પન્ન થશે તે વાત અવસરે વિચારીશું.