________________
દારા શિખર ચરિત્ર : રૂકમણી પુત્રના વિયોગથી ખૂબ ઝરે છે. જે જન્મે છે તેને એકવાર મરવાનું તો અવશ્ય છે. તેમાં નવાઈ નથી. પણ અહીં રૂકમણીને એક દુઃખ થાય છે કે મારે પુત્ર જન્મીને કંઈ માં પડ્યા હતા ને ગયે હોત તે હું એમ માની લેત કે બનવાનું હતું તે બની ગયું. પણ આ રીતે કેઈ અપહરણ કરીને લઈ જાય તે કેમ સહન થાય! હું જેવી તેવી નથી. હું તે ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવની પટ્ટરાણી છું, ને આમ કેમ બને? મારે પુત્ર નહિ મળે તે હું મારા પ્રાણ છોડી દઈશ. આ રીતે તે કલ્પાંત કરતી હતી. ત્યાં નારદજીએ આવીને રૂક્ષમણીને ખૂબ આશ્વાસન આપતાં મીઠી વાણીથી કહ્યું કે બેટા ! તું ચિંતા છોડી દે. હું તારો બાપ બેઠો છું. તારે રડવાની જરૂર નથી. તારો પુત્ર કે પ્રતાપી થશે તે હું તને કહું. સાંભળ.
પ્રદ્યુમ્નકુમારનું ભાવિ કહેતાં નારદજી” - હે રૂક્ષમણી ! આ દુનિયામાં તને જ પુત્ર વિયોગ થયો છે એવું નથી. તારા પુત્રની જેમ કંઈકના અપહરણ થયાં છે. ને તેમના માતા-પિતા તારી માફક દુઃખી થયા છે. અને ઘણું દિવસો પછી એ સમૃધ્ધિવાન પુત્રોએ આવીને માતા-પિતાને પ્રસન્ન કર્યા છે. તે પ્રમાણે તારે પુત્ર પણ વિદ્યા તથા પરાક્રમયુક્ત બનીને જરૂર તારી પાસે આવશે અને અત્યારે તું જેટલી રડે છે તેથી અધિક તને રાજી કરશે. માટે તું ચિંતા અને રૂદન છોડીને આનંદમાં રહે. રૂકમણી જેવી જેની માતા છે, કૃષ્ણ જેના પિતા છે અને જે યદુવંશમાં જન્મે છે તે ચેકસ ભાગ્યશાળી હશે. તે યાદમાં શિરોમણું સમાન બનશે. તે તારા પુત્રને કેઈ મારી નાંખશે તે પણ મરશે નહિ. એ તારો પુત્ર પ્રતાપી બનશે અનેક પ્રકારની વિદ્યાથી તે વિભૂષિત બનીને તારી પાસે આવશે. જેનું અપહરણ થયું છે તે તરત એના માતા-પિતાને નથી મળ્યા. એટલે તું માને કે કાલે મને મારે પુત્ર મળી જાય તે નહિ બને. સમય લાગશે. પણ હું તેના કુશળ સમાચાર તે જરૂર લાવી આપીશ. એ કયારે તને મળશે તે પણ જાણી લાવીશ. માટે તું ચિંતા છોડી દે. આ પ્રમાણે નારદજીના મીઠા સાકર જેવા વચન સાંભળીને રૂક્ષમણી કંઈક શાંત થઈ. તેને આશા બંધાણી કે હવે જરૂર મારો પુત્ર મને મળશે. નારદજીના વચન સાંભળીને રૂકમણીનું હૈયું હળવું બન્યું. એટલે નારદજીએ કહ્યું તારા પુત્રનો પત્તો મેળવવા માટે હું મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામી પાસે જઈશ. મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્પકલાવતી વિજ્ય છે ને ત્યાં પુંડરગિરી નામની નગરી છે. ત્યાં સીમંધરસ્વામી બિરાજે છે. ત્યાં જઈને તારા પુત્રની માહિતી મેળવીને જરૂર પાછો આવીશ. રૂક્ષમણીએ નારદજીના વચનોની સફળતા માટે શુભેચ્છા પ્રગટ કરી. ' “નારદજી સીમંધરસ્વામી પાસે કે-રૂકમણીને આશ્વાસન આપીને નારદજી ત્યાંથી ઉભા થયા. તેમણે પિતાની વિદ્યાબળથી વિમાનની રચના કરી અને તેમાં બેસી