________________
શારા પર જેના જીવનમાં સંવેગ જાગ્યા હતા તેવા મહાબલ અણગાર આદિ સાતે મુનિઓ દીક્ષા લઈને ઉગ્ર તપ કરી સંથારો કરી જયંત વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં મહાબલ અણગાર સિવાયના છ અણગારો જે દેવ થયા છે તેમની સ્થિતિ ૩૨ સાગરમાં થોડી ઓછી હતી ને મહાબલ અણગારની સ્થિતિ પૂરી બત્રીસ સાગરની હતી. તેઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા ત્યાં પણ ભગવાનની વાણુનો રસ, ભગવાનને પ્રશ્ન પૂછવાને રસ તેમના દિલમાં સતત હતે. જીવના ૫૬૩ ભેદ છે તેમાં એકાંત સમકિતીના ભેદ કેટલા? ૧૦ ભેદ. તે પાંચ અનુત્તર વિમાનના અપર્યાપ્ત ને પર્યાપ્તા. એવા ઉત્તમ સ્થાનમાં સાતે મુનિવર ગયા. ત્યાં છ દ્રવ્ય, નય-નિક્ષેપ અને સપ્તભંગીની ચર્ચા વિચારણામાં તેમને આટલો બધો સમય ક્યાં પસાર થાય છે તે ખબર પડતી નથી. કંઈક ભાઈઓને કહીએ કે હવે આપના પુત્રો મોટા થયાં છે, વહેપાર તથા ઘરનું કામકાજ બરાબર સંભાળે છે તો આપ હવે સંસારના કાર્યમાંથી નિવૃત્તિ લે. ત્યારે કહે મહાસતીજી ! આપની વાત સાચી છે પણ પછી અમારો સમય કેવી રીતે પસાર થાય? જેના જીવનમાં ધર્મને રસ નથી, છતવાણી પ્રત્યે પ્રેમ નથી, તેને એમ લાગે કે સમય કેવી રીતે જાય ? પરંતુ જેને કૃતવાણું પ્રત્યે, શાસ્ત્રસિધ્ધાંત પ્રત્યે રસ જાગે છે કે જીવનમાં રૂચી જાગી છે તેના વર્ષોના વર્ષો ક્યાં પસાર થઈ જાય તે ખબર પડતી નથી. વીતરાગવાણીને રસ જગાડવા માટે અને તેને સચોટ સમજાવવા માટે આપની સમક્ષ દલીલો-ન્યાય આપીને સિધ્ધાંતના ભાવ સમજાવીએ છીએ. એક વાર ભગવાનની વાણીને રસ જીવનમાં જાગી જાય તો આગમમાં મોક્ષના મોતી દેખાશે. ભગવાનની વાણી કેવી છે ? તારી વાણું રસાળ શું અમૃત ભર્યું, તારા નયનમાં જાણે શું જાદુ ભર્યું,
જોતા લાગે ભર્યો જાણે માતાને પ્યાર.... કઈ પામે છે.... તારા દર્શનની ટેક, જેને છે વારંવાર....... કઈ પામે છે....
હે પ્રભુ! તારી વાણી અમૃત કરતાં પણ મીઠી છે. તારા નયનોમાં જાણે શું જાદુ ભર્યું છે કે જાણે તને નીરખ્યા કરીએ ! તને જોતાં લાગે છે કે માતાના પ્રેમ કરતાં અધિક તારો પ્રેમ છે. માતાને બાળક પ્રત્યે કેટલે પ્રેમ હોય છે !
નાના બાળકની માતા દોઢ બે કલાકથી બહાર ગઈ હોય તે બાળક ચારે બાજી માતાને જોવે છે ને તેને શોધવા ફાંફા મારે છે. જયારે માતાને આવતી દેખે ત્યારે તેની આંખમાં હર્ષના આંસુ આવી જાય છે. એક વખત હું ગૌચરી ગઈ હતી ત્યારે પોલીસ ગેટ પર ૧૦૦૦ માણસો ભેગા થઈને ઉભા હતા. મેં પૂછયું કે શું છે? ત્યારે કહે અઢી વર્ષનો બાળક ભૂલ પડવાથી તેની માતાથી વિખૂટે પડી ગયો છે. તેથી તે ખૂબ રડે છે. પોલીસ તેને પંપાળે, પ્રેમ આપે, દૂધ પીવડાવે, મોટર-પ્લેન આદિ રમકડા