________________
વાઘ લિમ આપણે નીકળ્યા હતા તે ગંધાતી ખાઈનું પાણી છે. રાજા કહેશું તે પાણી છે ? પ્રધાન કહે કે મેં આપને કહ્યું હતું કે અશુભમાંથી શુભ અને શુભમાંથી અશુભ પગલે બને છે. મેં આપને આ પ્રયોગ દ્વારા પ્રત્યક્ષ બતાવ્યું. પણ રાજાને આ વાત મનાતી નથી. ત્યારે પ્રધાને રાજાની નજર સમક્ષ પ્રગટ કરી બતાવ્યો. આથી રાજાને શ્રધા થઈ. સુબુધ્ધિ પ્રધાનના સંગમાં રાજા પણ સુબુદ્ધિવાન અને જૈન ધન બન ગયે.
બંધુઓ ! આ રીતે પેલા ગરીબ છોકરાની વિશાળ ભાવના જોઈને લાગી, સ્ટેશન માસ્તરનું મન પલટાઈ ગયું. અહો ! આ ગરીબ હોવા છતાં કેટલે અમીર છે! શું તેની ખાનદાની છે ! મેં એની માતાને ધકકો માર્યો ને તે મરણ પામી છતાં મને બચાવવા માટે કેવી જુબાની આપી! એ અધિકારી ગરીબ યુવાનના ચરણમાં પડી ગયા. અને તેના મનમાં સમજાઈ ગયું કે હે જીવ! જે દેલની પાછળ પાગલ બનીને આવા કાવાદાવા કરે છે તે દેલત તને દગો નહિ તેને શું તને વિશ્વાસ છે અને જે પુત્ર, પરિવાર, પત્ની અને મિત્રને તું માર, મારા કરે છે તે સદા તારા રહેશે તેની તને ખાત્રી છે? અને આ કાયાની માયામાં પડીને કાળા કર્મો કરે છે પણ આ કાયા જ્યાં સુધી ટકવાની છે ? અરે, સગાવહાલાને સંબંધ પણ કયાં સુધી? સમજી લેજે, સંસારમાં સ્વાર્થ વિના કેઈ કેઈની સાથે પ્રીત કરતું નથી. અધિકારીને
જ્યારે આવું સમજાયું ત્યારે છોકરાને સ્ટેશન માસ્તરની નોકરી આપી. છોકરે બધી રીતે સુખી થયે પણ તેની માતાને ઘા રૂઝાતું નથી. તેનું અંતર રડ્યા કરે છે. અરે ભગવાન ! જે માતાએ ઘણું કષ્ટ વેઠીને મને ભણાવ્યો તેની સેવા હું ન કરી શ! પિતાની માતા જેવી છે જે દુઃખીયારી માતાને તે ત્યાં દેડી જતે તે પિતાનાથી બનતી સેવા કરતે.
આજે જન્માષ્ટમીને પવિત્ર દિન છે. કૃષ્ણ વાસુદેવે જન્મ લઈને કેવી ધર્મની દલાલી કરી છે તે વાત તમે સહુ જાણે છે. આ પૃથ્વી ઉપર ઘણા પુરૂષે જમ્યા છે. કૃષ્ણ અને કંસ, મહાવીર અને મંખલિપુત્ર, રામ અને રાવણ, આ બધા એકએકની સાથે હતા. તેમાં કૃષ્ણ, રામ, અને મહાવીર પ્રભુ આદિ પુરૂષોએ સત્કર્મો કરીને પિતાનું નામ અમર બનાવ્યું. અને કંસ-રાવણ આદિએ પોતાના નામને કલંકિત કર્યું. આ બધું તમે સારી રીતે જાણે છે. એ મહાન પુરૂષ આ પવિત્ર ભારત ભૂમિમાં જગ્યા હતા ને આપણે બધા પણ ભારત ભૂમિમાં જન્મ્યા છીએ. હવે તમારે તમારા નામને એ મહાન પુરૂષની જેમ ઉજજવળ બનાવવું છે ને ?
આ જન્માષ્ટમીને પવિત્ર દિવસ તમે જુગારાષ્ટમીને બનાવી દીધો છે. ભાઈએ તે જુગાર રમે છે. સાથે આ મુંબઈમાં સારા કુટુંબની બહેને પણ રમે છે. આ સાંભળીને મને વિચાર આવે છે કે આ શું ? જુગાર એક જાતનું ભયંકર વ્યસન છે.