________________
તૈયાર થઈ જશે. ઉપાશ્રયે જઈને નવ વાગે તમને પચ્ચખાણ લેવડાવીશ. મારી વહુ અઠ્ઠાઈ કરશે તેમ સાસુને ઘણે હર્ષ છે.
અહીં બેઠેલી બહેને ! તમે પણ તમારી વહુ તપ કરે એવી હોય તે આવી હોંશથી કરાવજે. આપણે ન કરી શક્તા હોઈએ તે બીજાને કરાવવાની અનુમોદના કરવી તેમાં પણ મહાન લાભ છે. વહુએ રંગમાં આવીને સાસુને અઠ્ઠાઈ કરવાની હા તે પાડી દીધી. સવાર પડી. નાહી ધોઈને સારા કપડાં પહેરી તૈયાર થઈ. સાડા-આઠ વાગ્યા. ઉપાશ્રયે જવાની તૈયારી હતી પણ વહુના મનમાં એમ થાય છે કે જે કઈ કહે કે તમારાથી નહિ થઈ શકે, માટે દાતણ કરી લે, તે હું દાતણ કરું. સાસુને કરાવવાને ઘણે હરખ છે પણ વહુને કરવાનું મન નથી. તેથી તેના મુખ ઉપર આનંદ નથી. પણ માજીને દીકરો હોંશિયાર છે. તે પોતાની પત્નીનું મુખ જોઈને સમજી ગયો કે આને અંદરથી કરવાનું મન નથી. આ ગળીયા બળદને હાંકી-હાંકીને મારી બા લઈ જાય છે પણ એનું ગાડું ચાલવાનું નથી. લાવ, જરા પરીક્ષા કરી જોઉં. એમ વિચાર કરી એની પત્નીને કહે છે બા તને અઠ્ઠાઈ કરાવાનું કહે છે પણ બા કહે એટલે તારે અઠ્ઠાઈ કરવી પડે એવું નથી. તારું માથું દુખતું હોય તે દાતણ કરી લે. શરીર બગાડીને નથી કરવું. વહુ કહે-ના. મને કરવાની ધરણી હોંશ છે પણ માથું દુઃખે છે. એને પતિ કહે તે કરી લે દાતણું. એટલે વહુએ સાસુને કહ્યું કે બા ! મને તે અઠ્ઠાઈ કરવાની ખૂબ હોંશ છે પણ તમારા દીકરા મને મા પાડે છે. (હસાહસ) વહુની વાત સાંભળીને સાસુને ઉમંગ તૂટી ગયે.
બા દીકરાને કહે છે બેટા! તું વહને શા માટે ના પાડે છે? આ અવસર કરીને જ્યાં આવવાનું છે? એને કરવાનું મન છે ને મને કરાવવાના કેડ છે. ત્યારે દીકરાએ કહ્યું-બા ! મેં ના પાડી નથી. પણ એનું મન ઢીલું પડી ગયું છે. એ રાહ જેતી હતી કે મને કયારે કોઈ દાતણ કરવાનું કહે ને હું દાતણું કરું ? ખરેખર, તપ કરે તે કાયરનું કામ નથી. કર્મશત્રુ સામે ઝઝૂમવું એ શૂરાના કામ છે
આ તે શૂરાના સંગ્રામ, માથું મૂકી જાણે રે, અહી નહીં કાયરનું કંઈ કામ, માથું મૂકી જાણે રે....આ તો...
આ તે જીવન સંગ્રામ છે. કર્મશત્રુને હટાવવા માટે શૂરવીર બનવું પડશે. શણે ચઢેલે રાજપૂત લડાઈમાં જાય તે પીછે હઠ ન કરે. લડાઈમાં તે જાઉં છું પણ
ત્યાં ભાલા વાગશે, સામેથી ગોળીઓ છૂટશે તે મારાથી કેમ સહન થશે ? આ વિચાર કરે તે રણસંગ્રામમાં ટકી ન શકે.
એક રાજપૂત યુવાન પરણીને આવ્યું. બારણામાં તેની માતા પિંખણા કરતી હતી ત્યાં લડાઈની ભેરી વાગી. ભેરીના સૂર સાંભળતા ક્ષત્રિય બચ્ચે તરત