________________
Yoo
શાશા શિખર કહ્યું ડાઘ તારા મુખ ઉપર છે ને તું અરિસા ઉપર લૂછે છે? અરિસામાં ડાઘ નથી. અરિસો તે ડાઘ દેખાડનારું સાધન છે. ડાઘ તારા મેઢા ઉપર લુછ.
દેવાનુપ્રિયે ! તમને એની મૂર્ખાઈ ઉપર હસવું આવ્યું. પણ વિચાર કરે. તમે શું કરે છે ? તમે તેને સાફ કરે છે? આત્માને કે દેહને ? જે જડ દેહ અહીં મૂકીને જવાનો છે તેને સાફ કરે છે, અને જે ચેતન દેવને સાફ કરવાનો છે તેને મેલો રાખ્યો છે. આ મૂર્ખાઈ કે ચતુરાઈ ? અજ્ઞાનમાં પડી જીવે અવળો પુરૂષાર્થ કર્યો છે. હવે કંઈક સમજે ને સવળો પુરૂષાર્થ કરે તે કલ્યાણ થશે.
વીસમે બોલ છે જે જમાવના પ્રવચનની પ્રભાવના કરવી. એટલે ભવ્ય જીને પ્રતિબોધ પમાડી પ્રવર્યા આપવી. સંસાર રૂપી વાવમાં પડતા પ્રાણીઓને જિનશાસનનો મહિમા સમજાવી ધર્મ પમાડે. જગતના બધા જીને જિનશાસનના રસીક બનાવવા, મિથ્યાત્વરૂપ ગાઢ અંધકારનો નાશ કરે, અને ચરણસત્તરી તથા કરણસત્તરીના શરણમાં રહેવું. આ બધી પ્રવચનની પ્રભાવના છે. આ વીસ સ્થાનકે બધા છે માટે તીર્થંકર પદની પ્રાપ્તિ કરવામાં કારણભૂત છે.
મહાબલ અણગારે આ વસે વીસ સ્થાનકની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. આવી મહાન આરાધના કરનાર મહાબલ અણગારે તપમાં થોડી માયા કરી તે સ્ત્રીપણે તીર્થકર થશે. ટૂંકમાં એટલું જરૂર સમજી લેજે કે તીર્થંકર હોય કે ચકવતી હોય પણ કર્મો કઈને છેડતા નથી. હવે મહાબલ અણગાર હજુ કેવા ઉગ્ર તપની આરાધના કરશે તેના ભાવ અવસરે.
હવે આપણે ત્યાં ચાર દિવસથી જાહલની કહાની ચાલે છે. જાહલ એક સતી સ્ત્રી હતી. સુમરાને જોઈને તે સમજી ગઈ કે આ મારા રૂપમાં મુગ્ધ બનેલ છે. તેથી તે જલદી ચાલીને પિતાના તંબુમાં પેસી ગઈ. અને હમીર સુમરે તેના તંબુ પાસે આવીને ઉભે રહ્યો. તે વખતે બધા આહીરે ભેગાં થઈને વાત કરતા હતા. ત્યાં હમીર આવીને ઉભે રહ્યો, હમીર સુમરાને જોઈને બધા ઉભા થયા ને કહ્યુંસાહેબ ! આપને અહીં પધારવાની જરૂર કેમ પડી? ત્યારે કહે છે પેલી બાઈ કપડા ધોઈને અંદર ગઈ તે કેણ છે? ત્યારે કહે છે અમારી આહીરાણું છે. હમીર કહે–તમે બધા કેણુ છે ? અમે સોરઠના રહેવાસી આહીર છીએ. સોરઠમાં ભંયકર દુષ્કાળ પડે એટલે અહીં આપના સિંધ દેશમાં આવ્યા હતા. હમીર કહે મારા દેશમાં તમે દુષ્કાળ ગાળવા આવ્યા. દુષ્કાળ હવે પૂરો થયે ને સુકાળ થયો છે તે તમારે મને કંઈક ભેટ તે આપવી જોઈએ ને ? આહીરે કહે કે અમારી શકિત પ્રમાણે જરૂર આપીશું ત્યારે કહે-મારે તમારી પાસેથી પૈસા કે બીજું કાંઈ નથી જોઈતું. મારે તે પેલી તંબુમાં પેસી ગઈ તે જોઈએ છે. મને તેની ભેટ આપે,