________________
શારદા શિખર
સોનાની બની ગઈ. આ જોઈને પૂજારી પુનઃ આશ્ચર્ય પામી ગયે ને મનમાં વિચાર કરવા લાગ્યું કે મને પોતાને ધર્માત્મા માનું છું પણ અંદરથી દંભી છું. એટલે સાચો ધર્માત્મા નથી. આ રીતે તે પિતાના પાપને પશ્ચાતાપ કરવા લાગ્યા.
મારા જેવો કેણુ ધર્માત્મા છે? એટલામાં નગરશેઠ મંદિરમાં દર્શન કરવા આવ્યા. ભગવાનના દર્શન કરી આંખે બંધ કરી ભગવાનનું ધ્યાન ધર્યું. આંખે બેલી ફરીને ભગવાનને નમન કરીને પાછા ફરે છે ત્યાં શેઠની નજર થાળી ઉપર પડી. એટલે શેઠે પૂજારીને પૂછયું કે આવી સોનાની થાળી અહીં કોણે મૂકી છે! ત્યારે પૂજારીને કહ્યું કે રાત્રે કેઈ દેવદૂત આ થાળી અહીં મૂકી ગયું છે. સવારે હું આ થાળીને અડકવા જતો હતો ત્યાં આકાશવાણી સંભળાઈ કે જે કઈ ધર્માત્મા હશે તે આ થાળીને લઈ શકશે. બીજે કઈતેને અડકશે તે સોનાની થાળી લોઢાની થઈ જશે. મેં મને ધર્માત્મા માનીને થાળી ઉપાડી પણ લોઢાની બની ગઈ. ને મારા હાથમાંથી નીચે પડતાં સેનાની બની ગઈ. પૂજારીની મજાક કરતાં શેઠે કહ્યું-તું ભગવાનની પૂજા કરે છે પણ તારામાં સાચી પવિત્રતા નથી. પણ મેં તે ઘણાં દાન-પુણ્ય કર્યા છે ને રોજ ભગવાનના દર્શન કરવા આવું છું માટે હું સાચો ધર્માત્મા છું. હું થાળી ઉપાડીશ તે વાંધો નહિ આવે. પિતાની ધાર્મિકતાના ઘમંડમાં રાચતા શેઠ થાળી હાથમાં લીધી; પણ તરત ઝાંખી પડી ગઈ. એટલે શેઠ પણ ઝંખવાણા પડી ગયા ને તેમનું અભિમાન ઓસરી ગયું. હાથમાંથી થાળી પડી ગઈ. નીચે પડતાં પાછી હતી તેવી સોનાની બની ગઈ એટલે શેઠને શરમ આવી ગઈ. પુજારી અને શેઠ બંને ભેઠા પડી ગયા. ને ત્યાં શૂનમૂન ઉભા રહ્યા. ત્યાં પ્રધાનજી દર્શન કરવા માટે આવ્યા. તેમણે પણ ભગવાનના દર્શન કર્યા. ત્યારબાદ પૂજારી અને નગરશેઠને ઉદાસ ચહેરે ઉભેલા જોઈને પૂછયું–શેઠજી ! તમે આજે ઉદાસ કેમ છે? ત્યારે શેઠે થાળીની વાત કરી. ત્યારે પ્રધાને કહ્યું કે મને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ છે. પ્રભુ જરૂરી મારી લાજ રાખશે. એમ કહીને પ્રધાનજીએ થાળી ઉપાડી. તે થાળી ઝાંખી પડી ગઈ ને પ્રધાનજી પણ ઝંખવાણું પડી ગયા. એમની હિંમત ભાંગી ગઈ. હાથ ધ્રુજ ને થાળી પડી ગઈ. નીચે પછડાતા થાળી સોનાની બની ગઈ. આ ત્રણે જણ સ્તબ્ધ બનીને ઉભા રહ્યા. કહ્યું છે કે વન િર પતિ મૂઢ: મૂઢ માણસ જેતે હોવા છતાં જેતે નથી. આ વિજ્ઞાનના યુગમાં અનેક પ્રકારની વૈજ્ઞાનિક માહિતીઓને ભંડાર ગણુતે માનવી જગતની વિવિધ માહિતીઓનું જ્ઞાન ધરાવે છે. પણ ખરેખર, પિતાની જાતને ઓળખતે નથી. સર્વ શાસ્ત્રોને પાર પામે છે પણ આત્મતત્વને પીછાણ નથી. એક નાનકડી થાળીએ તેમને આત્મભાન કરાવ્યું.