________________
હાહા વિખર ઓળખતા હતા. તેથી છોકરાને થયું કે હું ત્યાં જાઉં તે મને જરૂર નોકરી મળી જશે. એટલે આશાભેર દેડીને ગયો. ત્યાંના અધિકારીને મળે, ને નોકરી વિષે વાત કરી ત્યારે અધિકારીએ કહ્યું કે બંધ કવરમાં રૂ. ૫૦૦) આપો તે તરત કરી અપાવી દઉં. આ સાંભળીને ગરીબ છોકરાના પગ ધ્રુજી ઉઠયા. એક તે અઠવાડીયાને તે ભૂખ્યું હતું. આટલા રૂપિયા લાવવા ક્યાંથી ? તે વિચારમાં ઢગલો થઈ પડી ગયે. કે આજે લાંચરૂશવત કેટલી વધી ગઈ છે! ધંધા માટે તે પૈસા જોઈએ પણ નોકરી માટે ય પૈસા જોઈએ. અધિકારીઓને છાની લાંચ જોઈએ છે. જ્યાં ને ત્યાં લાંચથી કામ ચાલતું હોય ત્યાં માણસ ક્યાંથી ઊંચે આવે ? છોકરો નિરાશ થઈને ઘેર આવ્યું ને પિતાની માતાને વાત કરી. અને કહ્યું–બા ! મને તે અધિકારીએ આમ કહ્યું. પણું તને બધા સારી રીતે ઓળખે છે. તું એની પાસે જા. કદાચ તારી શરમ પડે ને મને નોકરી મળે. માતા કહે તે હું જાઉં. માતા હિંમત કરીને અધિકારી પાસે ગઈ. અધિકારી તેને ઓળખીતો હતે, માતાને જોઈને કહ્યું–માજી! આવે. તેને પ્રેમથી આવકાર આપીને બેસાડયા. પછી પૂછ્યું કે શા માટે આવવું પડયું? આવા પ્રેમભર્યા શબ્દ સાંભળીને માજી હરખાયા કે જરૂર મારું કાર્ય સફળ થશે. એટલે માજીએ પોતાના દુઃખની કહાની કહીને કહ્યું-જ્યાં શ્રીમંતના હાસ્ય છે ત્યાં ગરીબની હાય છે. અમારી આ દશા છે. અમે આઠ દિવસનાં ભૂખ્યા છીએ. '' - દેવાનુપ્રિયે! જ્યાં શ્રીમંતના નાટક-સિનેમા-સરકસ અને બીનાં જેટલા પૈસા ખર્ચાય છે તેટલામાં તે ગરીબના કુટુંબને નિભાવ થાય છે. પણ એ શ્રીમંતને ક્યાંથી ખ્યાલ આવે ? પૂર્વભવમાં પુયરૂપી પેટ્રોલની ટાંકી ભરીને આવ્યા છે. પણ આ ભવમાં મજશેખની પાછળ પુણ્યરૂપી પેટેલ બાળી રહ્યા છે. જેમાં તાવડામાં પૂરીઓ તળાય છે ને તેલ બળી જાય છે તેમ આ મોજશેખરૂપી પૂરીઓને તળવામાં પુણ્યરૂપી તેલ બાળીને ખતમ કરવા માંડયું છે. ' માજી અધિકારીને ઘેર ગયા. તેને આવકાર જોઈને ખુશ થયા ને પિતાના દુઃખની વાત કરીને દીકરાને નોકરી રાખવા માટે નમ્ર આજીજી કરી ત્યારે અધિકારીએ બંધ કવરમાં રૂા. ૫૦૦) ની માંગણી કરી. ડોશીમાએ દીનતાભર્યા સ્વરે કહ્યું કે દીકરા ! જ્યાં ખાવાના સાંસા છે ત્યાં હું એટલી મોટી રકમ કયાંથી લાવું. ૫૦૦) રૂપિયાને બદલે મારી પાસે પાંચ આના પણ નથી. પાંચ આના હતા તે દાળીયા લાવીને ફાકત. આમ ખૂબ કરગરતાં માજી કહે છે તું અત્યારે મારા દીકરાને નોકરી અપાવી દઈશ તે તે દર મહિને તને છેડી ડી રકમ આપીને ૫૦૦) રૂપિયા પૂરા કરી આપશે. પણ અત્યારે મારી કઈ એવી સ્થિતિ નથી. ત્યારે અધિકારીએ કહ્યું. નહિ, આજે આપે તે નેકરી અપાવું. આ સમયે માજીએ પેલા અધિકારીને ખૂબ