________________
હાહા શિખર
ખેડૂતે કહ્યું ભાઈ! હું ક્યાં માટે ધર્માત્મા છું ! હું તે ગામડાને ગરીબ અને અભણ માણસ છું. મારે થાળી ઉપાડવી નથી પણ પૂજારીએ ખૂબ આગ્રહ કર્યો એટલે ખેડૂતે અનિચ્છાએ થાળી ઉપાડી. ખેડૂતના હાથમાં આવતાં તે થાળી વિધારે તેજથી ચમકવા લાગી. આ જોઈને લેકે આશ્ચર્યચક્તિ થઈને ખેડૂતની સામે
જેવા લાગ્યા. પૂજારીએ કહ્યું. ભાઈ! તે શું પુણ્યનું કામ કર્યું છે? ત્યારે ખેડૂતે કહ્યું. ભાઈ! હું તે એક ગરીબ ખેડૂત છું. મેં શું સારું કામ કર્યું છે એ ભગવાન જાણે. હું તે આ ચાલ્યો. મારે મોડું થયું છે. એમ કહીને પેલી સોનાની થાળી ચિંદિરમાં મૂકીને ચાલતો થયો. બધાએ ખૂબ કહ્યું કે તું આ થાળી લઈ જા. પણ એ કહે કે મને પારકું ધન ખપતું નથી. એમ કહીને એ તે ચાલતે થઈ ગયો.
દેવાનુપ્રિયે ! જુઓ, આ ખેડૂત ગરીબ હતો પણ તેનામાં કેટલી પવિત્રતા : હતી કે સાધુ સંતો (સંન્યાસીઓ) અને શ્રીમંત ભક્તો જે ન કરી શક્યા તે કાર્ય તેનાથી સિદ્ધ થયું. તે સાચે ધર્માત્મા ઠર્યો. એને થાળી લઈ જવા માટે પૂજારીએ ઘણું કહ્યું. પણ એણે કહ્યું કે મારે મન પરધન પથ્થર સમાન. મારા વીતરાગના શ્રાવકે રોજ ખામણામાં બેલે છે પરધન પથ્થર સમાન પરંતુ એ તો બોલવા પૂરતું છે. પણ હાથમાં આવે તો ઘર સમાન. કેમ બરાબર છે ને ? ઉપાશ્રયેથી ઘેર જતાં સોનાની લગડી રસ્તામાંથી જડે તો કોણ જતી કરશે ? “ બહુરના વસુંધરા.” આ એકાંતે વાત નથી. કંઈક વખત પેપરમાં વાંચીએ છીએ કે ટેકસીવાળાએ રૂ. ૩૦,૦૦૦નું પાકીટ એના માલીકને આપ્યું. આવા ઈમાનદાર માણસો પડ્યા છે. પણ એવો કઈ વીરલ હોય છે. પેલા ખેડૂતે થાળી તે ન લીધી પણ છતાં તેના મનમાં સહેજ પણ અભિમાન ન હતું. નરસિંહ મહેતાએ કહ્યું છે કે પિતાનું સુખ જતું કરીને બીજાને સુખી કરે છતાં મેં એનું આમ કર્યું તે અભિમાન ન હોય તે જ વિષ્ણુને સાચો ભક્ત છે. અમે પણ કહીએ છીએ કે
“સાચે શ્રાવક તેને રે કહીએ. જે આત્મવત સર્વ જીવોને જાણે રે
જે સાચે શ્રાવક હોય તે જીવની હિંસા કરે નહિ. ને જ્યાં જીવહિંસાની વાત આવે ત્યાં તેનું હૃદય કકળી ઉઠે. પાપના એક પણ કાર્યમાં તેને રસ ન હોય. કેઈ પાપનું કામ કરતો હોય તો તેને અટકાવે અને પિતાના સુખને ભેગ આપીને પણ બીજાને સુખ આપે. અને પ્રાણીમાત્રની રક્ષા કરે તે સાચો શ્રાવક અને સાચે ધર્માત્મા છે. અને તેનું જીવન પવિત્ર બને છે.
મહાબલ અણગાર આદિ સાત સંતે આવા પવિત્ર આત્માઓ છે. જેમાં - આત્માને તેજસ્વી બનાવવા માટે ઉગ્ર તપની સાધના કરી રહ્યા છે. મહાબલ પ્રમુખ