________________
૪૪૪
શા શિખર સુધી આત્મા કર્મ રહિત ધ ને બને ત્યાં સુધી પુરૂષાર્થ કર્યા કરે પડશે. એટલું કરીને બેસી રહેવાથી કર્મો નહિ ખપે. કર્મ ખપાવવાને તમને ખટકારો જાગે છે?
સાતે અણગારોને કર્મ ખપાવવાનો ખટકારો થયો હતે. હે પ્રભુ! હવે અમારે ભવ કરવા નથી. માતાના ગર્ભમાં આવીને દુઃખ વેઠવા નથી. જન્મ-જરાને મરણના ત્રાસથી કંટાળી ગયા છીએ. હવે એ ત્રાસ વેઠવા નથી. જલદી અજન્મ દશા પ્રાપ્ત કરવી છે કે જેથી આ સંસારમાં ફરીને જન્મવું ન પડે. એમને જન્મ-મરણ બંધ કરવાને ખટકારો થયો હતો ને તમારો ખટકારો બંધ પડી ગયો છે. જેમ કેઈ માણસનું હાર્ટ કામ ના કરે ત્યારે તેના ધબકારા બંધ પડી જાય ને ! તમે એને કહેશે કે આ ખલાસ થઈ ગયે છે. ઘડિયાળનો કટકટ અવાજ થતું બંધ પડી જાય ત્યારે શું કહેશે? બંધ પડી ગઈ છે. બસ, આ રીતે સમજે. આ ઉત્તમ માનવ જન્મ પામીને જન્મ-મરણને અટકારો ન થતું હોય તે કેવા કહેવા? બંધ. પડેલી ઘડિયાળ જેવા ! (હસાહસ)
તમે એક વાત જરૂર યાદ રાખી લે કે અનંતભવના કર્મોને તેડવા માટે એક ક્ષણ પણ પ્રમાદ કરીને બેસો નહિ. જેને કર્મની ભેખડો તેડવાની તીવ્ર જિજ્ઞાસા જાગી છે તે એક મિનિટ પણ આશ્રવમાં જવા દેતા નથી. સંપૂર્ણ આશ્રવનાદ્વાર તે દીક્ષા લે તે બંધ થાય. પણ સંસારી જીવને જે એમ થાય કે હું દીક્ષા લઈ શકું તેમ નથી પણ મારે જલ્દી કર્મો ખપાવવા છે તે એટલે સમય મળે તેટલે સમય પણ આશ્રવમાં ન જવા દે. એને સંસારના વૈભવને મેહ ન રહે. તે એક જ વિચાર કરે કે આ પૈસા-ઘરબાર–પુત્ર-પની એ કોઈ મારા નથી. એને મોહ શા માટે રાખું ? એક કવિએ પણ કહ્યું છે કે,
દેલત દળ દેશે નહિ, એ તને વિશ્વાસ છે, સાથી દગો દેશે નહિ, એ તને વિશ્વાસ છે, કાયા દગે દેશે નહિ, એ તને વિશ્વાસ છે,
જેને તને વિશ્વાસ છે, ક્યાં લગી એને સાથ છે? તું જે લકમીને મેળવીને પિતાની માની રહ્યો છું, વળી તેની પાછળ તું પાગલ બન્યા છે. તેના માટે પાપ કરે છે તે શું તે એક દિવસ તને દગો નહિ કે તને રડાવશે નહિ તેની શું ખાત્રી ! અને તારા સાથીદારો, સ્વજન અને એથી આગળ કહું તે આ વહાલી કાયા પણ શું તને દગો નહિ દે? એનો પૂરો વિશ્વાસ છે! એક કવિએ લક્ષમી માટે કહ્યું છે કે
હે લક્ષ્મી જબ તેરે હિત, સદા કઠીન શ્રમ કરતા હૈ, - તેરે સંચય કર કે તુઝકે, બડે યત્ન સે રખતા હો