________________
શારદા શિખર સુધી કઈ સાચો ધર્માત્મા મળતું નથી. નગરજનોની ચિંતા વધવા લાગી અને આ તમાસો જેનારા પણ કામધંધો છોડીને ત્યાં બેસી રહેતા. આ રીતે ઘણાં દિવસો વીતી ગયા. પછી બાજુના ગામડામાંથી એક ગરીબ ખેડૂત તે ગામમાં હટાણું કરવા માટે આવ્યો. એને માલ વેચીને મંદિરમાં આવી ભગવાનનાં દર્શન કર્યા. તે ખૂબ ભૂખે થયો હતો. તે ખાવા માટે પિતાની સાથે રોટલો ને મરચાં લાવ્યો હતો. તે છોડીને મંદિરના ઓટલે ખાવા બેસતે હતો. ત્યાં એની નજર સામા એટલે સૂતેલા એક માણસ ઉપર પડી. તે માણસ અતુલ વેદનાથી પીડાઈ રહ્યો હતો. એટલે તેના મુખમાંથી ઉંકાર નીકળતા હતા. તે સાંભળીને પિતાનું ખાવાનું છોડીને પેલો ગરીબ ખેડૂત તેની પાસે ગયે. એના અંગ ઉપર પૂરાં વસ્ત્રો ન હતાં. એના આખા શરીરે ગુમડા નીકળ્યા હતા. તેથી શરીર આખું લોહી અને પરૂથી ભરાઈ ગયું હતું. તે પાણી... પાણી કરતા હતા. આ જોઈને ખેડૂત બે પ્યાલા પાણી લઈ આવ્યું. પિતાનું ફળીયું અડધું ફાડી તેના નાના ટુકડા કરીને પેલા માણસના ગુમડાં સાફ કરી તેના શરીરે પાટા બાંધ્યા એટલે તેને કંઈક શાંતિ વળી. પછી તે બેઠો થયે. તે કેટલાય દિવસનો ભૂખે હતો. એટલે ખેડૂતે પિતાના માટે લાવેલો રોટલો ને મરચું તેને ખવરાવી પાણી પાયું. તેથી પેલે માણસ ખેડૂતને ખૂબ આભાર માનવા લાગ્યો. ખેડૂતે કહ્યુંભાઈ! એમાં મારે શું આભાર માનવાને છે! મેં કંઈ નથી કર્યું. મેં તે મારી ફરજ બજાવી છે.
સાચે ધર્માત્મા કેણુ?”: બંધુઓ ! હજારો માણસો અહીંથી મંદિરમાં જતાં હતાં પણ આ દુખીના સામું કેઈ જેનાર ન હતું. આ ખેડૂતે તેના સામું જોયું. તેની પાસે જઈ થોડીવાર બેઠો. તેને કંઈક શાંતિ વળી એટલે ખેડૂતે કહ્યું ભાઈ! તને સારું છે ને ? તે હવે હું ફરીને ભગવાનના દર્શન કરીને જાઉં. મારે ગામડામાં જવાનું છે એટલે મે થશે, પેલે રેગી માણસ તેને ખૂબ ઉપકાર માન તેના પગમાં પડીને કહે છે તમે મારા સાચા ભગવાન છે. ખેડૂત કહે ભગવાન તે મંદિરમાં બેઠા છે. હું નહિ. એમ કહી તેની રજા લઈને મંદિરમાં આવ્યું ને ભગવાનના સામે ઉભા રહી એક ચિત્ત પ્રાર્થના કરવા લાગ્યા. હે પ્રભુ ! હે દીનદયાળ ! પેલા ગરીબ માણસની પીડા જોઈ જતી નથી. તું એને જલદી સાજો કરી દેજે. એને સુખી કરજે, એમ પ્રાર્થના કરી. પગે લાગીને પાછા ફરે છે ત્યારે પૂજારીએ તેને પિતાની પાસે બેલાવીને કહ્યું-ભાઈ ! તું આ થાળી ઉપાડ, ત્યારે ખેડૂતે કહ્યું હું પરાઈ વસ્તુને કદી અડકતું નથી. હું મારા ખેતરમાં મહેનત કરીને જે લૂખો-સૂકે શિટલે મળે છે તેમાંથી મારું ગુજરાન ચલાવું છું. વગર મહેનતને પૈસે કદી લેતે નથી. ત્યારે પૂજારીએ કહ્યું-તું આ થાળી ઉપાડ તો ખરો. કદાચ તારું ભાગ્ય હશે તે તને મળશે ને ઉપરથી માટે ધર્માત્મા કહેવાઈશ.