________________
૪૪
શિખર ક્ષારહા મૂખ હરશે, સાધક દશામાં વિચરતા સાધકો એક જ વિચાર કરે કે દુનિયા શું કરે છે તે તારે જોવાની જરૂર નથી. તું તારી સાધનામાં લીન રહે. કોઈ રાજા ગરીબ માણસ ઉપર પ્રસન્ન થઈને કહે કે તને ર૪ કલાકનું રાજ્ય આપું છું. તારે જેટલું ઘન લેવું હોય તેટલું લઈ લે. ગરીબને રાજ્ય મળ્યું એટલે એ તો ખાવા-પીવા અને શરીરને શણગારવામાં રહી ગયો. કાંઈ લીધું નહિ. ચોવીસ કલાક પૂરા થતાં રાજાએ કહ્યું. હવે વિદાય થઈ જાઓ. ત્યારે તે કહે. મેં તો હજુ કંઈ લીધું નથી. રાજા કહે કે તો તે ચોવીસ કલાકમાં શું કર્યું? હવે કંઈ નહિ બને. ચાલતો થઈ જા. ત્યારે તેને લટીયાબાવાની જેમ ખાલી હાથે નીકળી જવું પડયું. રંકને રાજ્ય મળ્યું પણ સમય ઓળખે નહિ. આ ન્યાયે અનંતકાળથી ભૌતિક સુખની ભીખ માંગતાં રંક જેવા બની ગયેલા આત્માને આ ભરત ક્ષેત્રમાં અલ્પ જિંદગીમાં આત્મિક ધનને ખજાને લેવાય તેટલે લઈ લેવા માટે મનુષ્યભવનું રાજ્ય મળ્યું છે. આ રાજ્ય ૨૫-૫૦-૧૦૦ કે ૧૫૦ વર્ષનું છે. આટલા સમયમાં જે જેટલી બને તેટલી સાધના નહિ કરો અને ખાવા પીવા અને ખેલવામાં રહી જશે તો જિંદગી પૂરી થશે ત્યારે પેલા ગરીબ માણસની જેમ લટીયા બાવા થઈને જવું પડશે. પછી ગમે તેટલો પશ્ચાતાપ કરશે તે પણ કંઈ વળશે નહિ. આ મનુષ્યનું જીવન કેટલું ક્ષણિક છે! તેનો તમે વિચાર કરો. “ખિજેલહુ મો! મજુવાળ વિષ પુરા કસ્ટવિન્દુ ધર ડાભની અણી ઉપર રહેલા ઝાકળના બિન્દુની જેમ મનુષ્યનું જીવન ચંચળ છે. તમે નજરે નિહાળે છે ને કે કઈ માણસને વ્યાખ્યાનમાં જે હોય ને બપોરે ખબર પડે કે હાર્ટએટેક આવ્યો છે ને તેમને જસલેકહેસ્પિતાલમાં દાખલ કર્યા છે. સવારે પ્રાર્થનામાં જોયા હોય ને સાંજે ખબર પડે કે અમુક ભાઈને લકવા થઈ ગયા છે. આપણી પાસે કલાક બેસી વાતો કરીને ગયાં ને સવાર પડતાં હાર્ટએટેક આવતાંની સાથે ગુજરી ગયા. આવું આપણું શરીર અનિત્ય છે. ને અશુચીનું ભરેલું છે. તેમાં રાગ કરવા જેવું છે શું? રાગ કરે તે ધર્મને કરો ને એક ક્ષણ પણ નકામી ગુમાવ્યા વિના જેટલી બને તેટલી સાધના કરી લે જેથી પાછળથી પસ્તાવું ન પડે. આપણે પેલા માણસની જેમ લટીયા બાવા જેવા થઈને જવું નથી પણ માલદાર બનીને જવું છે. આત્માના પરાક્રમરૂપી ધનુષ્ય ઉપર તપનું બાણ ચઢાવી કર્મના કિલ્લાને તેડી જલ્દી મેક્ષમાં જઈએ.
જેમને કર્મરૂપી કવચ ભેદીને જલ્દી મોક્ષમાં જવાની રૂચી જાગી છે તેવા સાત અણગારો કે તપ કરે છે! એ સંતો મહાન આત્માથી હતા. ખાલી વેશ પહેર્યા હોય તેવા સંત ન હતા. જે સફેદ કપડા પહેરીને બેસી જવાથી મોક્ષ મળી તે હેત તે ભગવાન મહાવીર સ્વામીને આટલી કઠીન સાધના કરવી ન પડત મહાબલ