________________
aોરા શિખર
૪૧ જાહલને છોડાવી ફતેહ મેળવી રા'નવઘણ સુખરૂપ જુનાગઢ આવ્યું. જાહલ અને તેના પતિને ખૂબ સત્કાર કરીને સંતળ્યા ને પિતાની પાસે રાખે.
બંધુઓ ! આગળની સતીઓએ પિતાનું શીયળવ્રત સાચવવા માટે કેટલું કષ્ટ વેઠયું છે! આવી સતીઓ ભારતનું ભૂષણ છે. આવી વીરનારી રનેથી આ ભારતની ભૂમિ પવિત્ર અને શેભીતી બની છે. ભારતમાં આવી કંઈક સતીઓએ પોતાના પ્રાણના ભેગે પણ પિતાના શીયળનું રક્ષણ કર્યું છે. સ્ત્રીઓને સાચે શણગાર શીયળ છે. શીયળના શણગાર વગરના બધા શણગાર ફિક્કા છે. સ્ત્રીનું સત્વ શીયળ છે. રાણકદેવી, જસમા ઓડણ, ઉપર સિધરાજે કુદષ્ટિ કરી હતી. રાણક દેવીના બે પુત્રોને તેના દેખતાં કાપી નાંખ્યા. છતાં પિતાના ચારિત્રમાં અડગ રહીને રાજ્યમાં ના લેભાણી, તે આજે તેના ગુણ ગવાય છે. જેમ સતીઓએ પિતાના પ્રાણના ભાગે શીયળને સાચવ્યું છે. તેમ પુરૂષોએ પણ આવા પ્રસંગે ચારિત્રમાં મક્કમ રહેવું જોઈએ. એકલી સ્ત્રીઓને આ ધર્મ છે તેમ નથી. જો કે એને જેટલી કસોટી આવે છે તેટલી પુરૂષને આવતી નથી. આપ નવઘણુ વીરાની જેમ સાચા વીરલા બનજે. સમય ઘણે થઈ ગયા છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૪૨
પંદરનું ધર”—“ પંદરમી ઓગષ્ટ શ્રાવણ વદ ૬ ને રવીવાર
તા-૧૫-૮-૭૬ પરમ પંથના દર્શક, ભવભવનાં ભેદક અને સ્વાદુવાદના સર્જક, અનંતજ્ઞાની અને અનંતદશી ભગવંતે જેમણે પિતાના જીવનમાંથી અનાદિના રાગની આગને એલવીને વીતરાગદશા પ્રાપ્ત કરેલ છે. તથા પરમ સાધનો દ્વારા, પરમ સાધ્યની સિધ્ધિ જેઓ કરી ચૂકેલા છે અને પ્રબળ પુરૂષાર્થ કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શનની ઝળહળતી જાતિને જેમણે પ્રગટાવી છે તેવા જિનેશ્વર દેએ જગતના છના ઉધ્ધાર માટે, કલ્યાણ માટે કરૂણા લાવીને સિધ્ધાંતરૂપ વાણીનું પ્રકાશન કરેલું છે. સિદધાંત એટલે આત્માના અખૂટ ભંડારને ખેલવાની સુવર્ણ ચાવી. અને આત્માના અલૌકિક સુખને પ્રાપ્ત કરવા માટે ભાવભીનું આમંત્રણ આપવા માટેની કુમકુમ પત્રિકા સમાન ભગવાનના સિધાંત રહેલા છે. વીતરાગના વચનામૃત ઉપર જે જીવ શ્રધ્ધા કરે તે અનાદિના આત્મા ઉપર રહેલા અજ્ઞાનના અંધકાર દૂર થયા વિના ન રહે. અજ્ઞાનના કારણે અનંતકાળથી આત્મા આ સંસાર અટવીમાં આથડ્યા કરે છે. ભગવાન કહે છે કે “વિઘા ટુણમૂઢમ્ અજ્ઞાન એ દુઃખનું મૂળ છે. આ જગતમાં અજ્ઞાન