________________
શારદા શિખર વ્યવહાર જીવનની શુદ્ધિ થાય છે ત્યારે તે નીતિ માટે પ્રાણ પાથરે છે, દુઃખી અવસ્થામાં પણ તે માનવતાને વેચતો નથી. આવા માણસો બહુ વિરલ હોય છે. જ્યાં સુધી માનવતા એટલે સત્ય-નીતિ સદાચાર, પવિત્રતા આદિ ગુણે જીવનમાં આવ્યા નથી ત્યાં સુધી આવા પવિત્ર ધર્મસ્થાનકમાં આવીને દેવ-ગુરૂ અને ધર્મની શ્રધ્ધા કેવી રીતે કરીશ? કારણકે વીતરાગ પ્રભુની વાણી પાત્ર વિના ટકી શકે નહિ.
બંધુઓ ! વીતરાગવાણીને પીરસનાર સંતના દર્શન થયા ને તેમને સમાગમ થે તે પણ દુર્લભ છે. તમને તે બધું સુલભ લાગે છે કેમ ખરુંને? વિચાર કરે. મહાન પુદયે વીતરાગવાણી સાંભળવા મળી છે. છતાં જીવે મોહાંધ બનીને અનાદિકાળથી કામ ભેગની કથામાં રસ લીધે છે. અનાદિકાળથી આત્માને લાગુ પડેલે મિથ્યાત્વને જવર (તાવ) છે. આ તાવને ઉતારવા જ્ઞાની પુરૂષે વીતરાગવાણીને ડોઝ આપે છે. જેમ માતા બાળકને દવા પીવડાવે છે. બાળક ન પીવે તે પરાણે લાલચ આપીને પીવડાવે. તેથી પણ જે ન પીવે તો ખેળામાં સૂવાડી હાથ–પગ પકડીને મોઢું ખોલીને પરાણે દવા મોઢામાં રેડે છે. પણ ગળેથી નીચે ઉતારવી કે ન ઉતારવી તે કોના હાથની વાત છે ? બાળકની કે માતાના ? બાળક જે દવા ગળામાં ન ઉતારે તો એના બદલે માતા ઘૂંટડે ન ઉતારે. ત્યાં બાળકની સ્વતંત્રતા છે. જે તેને દવા પીવી ન હોય તે ઉબકા ખાઈને બહાર કાઢી નાંખે છે. તેમ જ્ઞાની પુરૂષ પણ આ સંસારમાં જેને મિથ્યાત્વરૂપી જવરને રોગ લાગુ પડે છે તેને વીતરાગવાણી રૂપી ધર્મની ઔષધિ આપે છે. તમને એ દવા પીવી ન ગમે તે પરાણે પીવડાવવાનો પ્રયત્ન કરે છે. પણ પુરૂષાર્થો તો તમારે આધીન છે, જે પુરૂષાર્થ નહિ કરે તે સંસારને પાર નહિ પમાય. જે તમે રૂચીપૂર્વક એકાગ્રચિત્તે વીતરાગવાણીનું શ્રવણ કરશો તે હેય-સેય અને ઉપાદેયને વિવેક આવશે, કારણ કે ઉંધી સમજણને ટાળવા માટે વીતરાગવાણી એ અમૂલ્ય ઔષધિ છે. ઉંધી સમજણ ટળે નહિ ત્યાં સુધી સમ્મચારિત્ર આવે નહિ. સમ્યફચારિત્રનો પાયે સમ્યફદર્શન છે. તેને પામવા માટે પુરૂષાર્થ કરે પડશે. હું તમને કહું છું કે જયાં સાધુ સાધ્વી હોય ત્યાં તેમની પાસે જઈને શાસ્ત્રવાણી સાંભળે.
આ જિનશાસન એ ઝવેરીની પેઢી છે. ઝવેરીને બચ્ચે ઝવેરાતને જોઈને તેના મૂલ્ય આંકી દે છે, એને વધુ કહેવાની જરૂર પડતી નથી. તેમ આ જૈનકુળમાં જન્મેલા જૈનના બચ્ચાને અમારે રોજ કહેવું પડે કે તમે ઉપાશ્રયે આવો, સામાયિક કરે, વ્યાખ્યાન સાંભળો. સામાયિક કરવાથી આટલે લાભ થાય. હેતે સમયે ત્યાં સુધી ઠીક પણ સમજેલાને રાજ શું કહેવું પડે ? તમારી જાતે તમારે સમજી લેવું જોઈએ, અમૃતનું એક બિન્દુ હજારો રોગોને નાશ કરે છે. પણ આવા અમૃતનો