________________
જર
સૂરદા શિખર તમને એમ કેમ નથી થતું કે આ દુર્લભ મનુષ્ય જન્મ મળે છે. અનંત ભવથી નહિ મળેલ તે જિનભાષિત ધર્મ મળે છે. આ ધર્મનું આલંબન લઈને અનંતા મોક્ષમાં ગયા. એમને જે સાધન અને સામગ્રી મળી હતી તેવી મને મળી છે. એમણે મેક્ષ મેળવ્યું તો હું કેમ ન મેળવી શકું? પાડોશીના ઘરમાં ટી. વી. અને ફ્રીઝ આવ્યા તેને તલસાટ તમને થશે પણ એમ કેમ નથી થતી કે આ મારે પાડોશી રોજ સવારે વહેલા ઉઠીને સામાયિક કરે છે. તે સામાયિક કર્યા વિના દૂધ પીતા નથી તો મારાથી સામાયિક કર્યા વિના દૂધ કેમ પીવાય ? એ રોજ પ્રતિક્રમણ કરે છે ને મારાથી કેમ નથી થતું? આ તપસ્વીઓએ મા ખમણની તપશ્ચર્યા આદરી છે ને મારાથી કેમ નથી થતી? આ આત્માઓ સંસાર છોડીને સંયમી બન્યા છે ને હું કેમ હજુ સુધી સંસારના ખાડામાં પડી રહ્યો છું. તલસાટ કરો તો આવે કરો પણ સંસારના સુખને તલસાટ ન કરો. એ શ્રીમંત બની ગયો ને હું કેમ ન બનું? આ તલસાટ આત્માને નથી પણ પુદ્ગલને છે.
ઘાટકેપરથી મુંબઈ જવું છે. તો ટ્રેઈન ચૂકી ન જવાય તે માટે વહેલા સ્ટેશને જઈને બેસી જાય છે પણ વીતરાગવાણી સુણવાને ટાઈમ ચૂકી ન જવાય તે માટે ઉતાવળ કરી છે ? પાંચ મિનિટ પણ જે મેડે પડીશ તે મારે સાંભળવાનું જતું રહેશે. માટે લાવ, વહેલે ઉપાશ્રયે પહોંચી જાઉં. આવી ઉતાવળ થાય છે? આ આયુષ્ય રૂપી જીવનની ગાડી સડસડાટ રાત-દિવસ ચાલ્યા કરે છે ને એકેક દિવસ જિંદગીમાંથી ઓછો થતો જાય છે. અરે... જિંદગી રૂપી કેડિયામાંથી આયુષ્યનું તેલ ખૂટતું જાય છે. જ્યારે જીવન દિપક બૂઝાઈ જશે તેની ખબર નથી. “હુમપત્તા Tugu નgr” જેમ પીળું થએલું પાંદડું વૃક્ષ ઉપરથી ક્યારે ખરી જશે તેની ખબર નથી, છતાં આશા કેટલી મોટી છે ! આ મેળવી લઉ ને તે મેળવી લઉં. પણું હવે જિંદગી ડી બાકી છે તે ધર્મ કરી લઉં. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી લઉં તે વિચાર કરી
આવે છે?
આટલા માટે ત્રિકાળીનાથ કહે છે કે જે બધું મેળવ્યું છે પણ એક ધર્મ મથી મેળવ્યું. જેની પ્રાપ્તિથી જન્મ–જરા અને મરણના દુઃખ ટાળી અજર-અમર અવસ્થાને પ્રાપ્ત કરી અનંત સુખ મેળવાય તેવા ધર્મને તે નથી મેળવ્યું. બાકી બધું મેળવ્યું છે. મારા બંધુઓ ! વિચાર કરે. તમે જેને મેળવવા પુરૂષાર્થ કરે છે તે ભૌતિક સાધને વિના ચાલશે પણ ધર્મ વિના નહિ ચાલે. ધર્મના અભાવમાં ભૌતિક સુખની સામગ્રી કામ આવતી નથી. શરીરને માટે અન્ન-પાણી જેટલા આવશ્યક છે તેમ આત્માને માટે ધર્મ પણ એટલે આવશ્યક છે. ધર્મ વિનાનું આસુરી ધન ત્યાગ કરવા ગ્ય છે. ને ધર્મ વિનાની રાજસત્તા રાક્ષસી છે. ધર્મ વિનાનું જીવન પ્રાણું વિનાના કલેવર જેવું છે. કહ્યું છે કે