________________
હાસ્ય શિખર. જિનેન્દ્ર પદને પ્રાપ્ત કરે છે. મલ્લીનાથ ભગવાનને લઈને બાકીના ૨૩ તીર્થકરમાંથી કેઈએ એક, કેઈએ બે, કેઈએ ત્રણ અને કઈ કેઈએ તે બધા સ્થાનોની આરાધના કરી હતી. એ કઈ ચક્કસ નિયમ નથી કે તીર્થંકર પ્રકૃત્તિના બંધ માટે વીસે વીસ સ્થાનોની આરાધના કરવી જોઈએ. પણ મલ્લીનાથ ભગવાનના જીવે તે વીસે વીસ સ્થાનોની આરાધના કરી હતી. હવે સાતે ય અણગારે શું કરે છે.
"तए ण ते महाब्बल पामोक्खा सत्तअणगारा मासियं भिक्खू पडिभ वसंपज्जित्ताणं विहरन्ति जाव एगराइयं उवसंपजिंत्ताण विहरन्ति ।"
ત્યાર પછી તે મહાબલ પ્રમુખ સાત અણગારો ભિક્ષુની બાર પડિમા વહન કરે છે. બાર પડિમા કેવી રીતે વહન કરાય છે તે સાંભળે. આમ તે બાર પડિમાનું વર્ણન લાંબું છે. એનું અત્યારે વિશેષ વર્ણન કરવું નથી. ટૂંકમાં સમજાવું છું.
પાલી એક માસની ભિક્ષુની પ્રતિમા વહન કરનાર અણગારને એક મહિના સુધી પ્રતિદિન એક દત્તિ અન્નની ને એક દત્ત પાણીની લેવી કપે છે. અહીં દત્તિનો અર્થ એ છે કે દાતા દ્વારા વાટકા આદિથી દેવાતા પદાર્થની ધારા ન તૂટે. અખંડ ચાલુ રહે ત્યાં સુધી તે દત્તિ કહેવાય છે. દક્તિ એટલે શું ? તે તમે સમજ્યાં ને ? આહાર કે પાણી જે વાડકા આદિથી શ્રાવક કે શ્રાવિકા વહેરાવે તેની ધાર તટવી ન જોઈએ. ધાર તૂટે એટલે દત્તિ પૂરી થઈ કહેવાય. બીજી પ્રતિમામાં માત્ર બે દત્તિ આહારની અને બે દક્તિ પાણીની ગ્રહણ કરે છે. ત્રીજી પ્રતિમામાં ત્રણ દત્તિ આહારની ને ત્રણ દત્તિ પાણીની. ચોથીમાં ચાર દત્તિ આહાર અને ચાર દત્તિ પાણીની, પાંચમીમાં પાંચ દક્તિ આહારની ને પાંચ દક્તિ પાણીની. છઠ્ઠીમાં છ દત્તિ આહારની ને છ પાણીની અને સાતમી પ્રતિમામાં સાત દત્તિ આહારની ને સાત દત્તિ પાણીની લેવી કલ્પ છે. આઠમી-નવમીને દશમી એ ત્રણ પ્રતિમાઓ સાત અહોરાત્રીની છે. આ ત્રણ પ્રતિમાઓ ચાર ઉપવાસ અને ત્રણ પારણાંથી થાય છે. અગિયારમી સાધુની પ્રતિમા માત્ર એક અહોરાત્રીની છે. પણ તેમાં ચૌવિહારે છક તપ કરવામાં આવે છે. અને બારમી પ્રતિમા એક રાત્રીની હોય છે. તેમાં ચૌવિહારે અામ તપ કરીને ગામ બહાર સ્મશાન ભૂમિકામાં જઈને બારમી પ્રતિમા , વહન, કરવામાં આવે છે. આ રીતે મહાબલ આદિ સાતેય અણગારે ભિક્ષુની બાર પ્રતિમાઓ વહન કરે છે. સાધુ બાર પડિમાં વહન કરે પણ સાધવી અગિયાર પડિમા વહન કરી શકે છે. કારણ કે સાધ્વીને રાત્રે સ્મશાન ભૂમિમાં જવાય નહિ. હજુ આ સંતે કેવો ઉગ્ર તપ કરશે તે વાત અવસરે.
આજે બહેન સેનલના ૩૧ ઉપવાસની આરાધના પૂર્ણ થાય છે. મારા ભાઈબહેનો! આપણું પર્યુષણ પર્વ આવી રહ્યા છે માટે આરાધનામાં જોડાશે. ૫૨