________________
વ્યાખ્યાન ન–૪૧
શ્રાવણ વદ ૫ ને શનિવાર,
તા. ૧૪-૮-૭૬
આપણાં પરમ ઉપકારી જિનેશ્વર ભગવાએ જગતનાં જીવાને ઉપદેશ આપતાં કહ્યું–હે સુખપિપાસુ ભવ્ય જીવે ! આ સંસારમાં માનવીને વીતરાગવાણીનું શ્રવણુ મહાન દુલભ છે. કારણકે વુદ્દે સહુ માનુસે મળે! મનુષ્યભવ મળવા એ જ દુલ ભ છે. જો મનુષ્યભવ દુલ ભ છે તેા વિચાર કરો, જિનવાણીનું શ્રવણુ કરવું તે એનાથી પણ દુ`ભ છે. ભગવાન કહે છે કે બાસવળું હજુ, મા પરમ વુછુદ્દા । વીતરાગ. વાણીના સંભળાવનારા વીતરાગ પ્રભુના પ્રતિનિધી એવા સ ંતાનો સમાગમ મળ્યા. એ સતા દ્વારા કદાચ વીતરાગ વાણી સાંભળવા પણ મળી છતાં તેના ઉપર સંપૂર્ણ શ્રધ્ધા થવી એ પરમ દુલ ભ છે. માટે આ મનુષ્ય જન્મની એક ક્ષણ પણ નકામી ગુમાવશે નહિ. કારણ કે આ દેશમાં જન્મ થવા છતાં બધે આવા ચેાગ મળતા નથી. કહ્યું છે કે शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे । साधवा नहि सर्वत्र, चन्दनं न वने वने ॥
દરેક તે પ`તે કાંઈ માણેક મળતાં નથી, અને દુનિયામાં જેટલા હાથીઓ છે તેના ગંડસ્થળમાં મેાતી હોતાં નથી. દુનિયામાં જેટલા વન છે તે બધામાં ચંદનના વૃક્ષા હાતા નથી. જેટલાં સર્પી છે તે દરેકના મસ્તકે મણી હાતા નથી. તેમ જેટલાં આય ક્ષેત્રો છે તેમાં બધે સાધુપુરૂષા હાતા નથી.
ભગવંત કહે છે દેશ તેા ઘણાં છે. તેમાં આ દેશ તા માત્ર સાડી પચ્ચીસ છે. તે સાડી પચ્ચીસ આ દેશમાં દરેક સ્થળે સત્તા હોય તેવું નક્કી નથી. જે દરેક સ્થળે સ'તો નથી હાતાં તે પછી વીતરાગ વાણી સાંભળવા કયાંથી મળે? સંતા પોતાના જ્ઞાનાવરણીય કર્મોના ક્ષચેપશમ પ્રમાણે શાસ્ત્રમાંથી મંથન કરીને તમને પીરસે છે. વિચાર તેા કરેા, મંથન કરીને માખણ આપે છતાં તમારા ગળે ઉતરતું નથી. જીવની કેવી અવળાઈ છે! ચાર ગતિ, ચાવીસ દડક, ૮૪ લાખ જીવાયેાનિમાં દુલ ભ એવા મનુષ્ય જન્મ અને સંતાનો ચેગ કેટલા પ્રખળ પુણ્ય કર્યાં હશે ત્યારે આ બધી સામગ્રી મળી છે. તેનો શાંત ચિત્તે વિચાર કરશે! તેા સમજાશે કે આ બધા મેાક્ષનાં નિમિત્ત કારણ છે.
જેટલા મનુષ્યભવ દુ`ભ છે તેટલાં સમ્યગ્દર્શન, અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિના ઉપાચા પણ દુર્લભ છે. છતાં જો જીવ પુરૂષાર્થ કરે તેા તે મેળવી શકે તેમ છે. પણ અનાદિકાળથી જીવે તેને પ્રાપ્ત કરવા માટેનો પુરૂષા નથી કર્યા.