________________
શા શિખર રક્ષણ કરવા સજ્જન માણસને શોધતી તારી વફાદર દાસીએ બેડીદાર ગામે આવીને દેવાયત આહીરને તને સોંપે. હે વીરા! દેવાયતે તારું રક્ષણ તે કર્યું પણ કેવું કર્યું તે સાંભળ. મારે ભાઈ ઉગે બે વર્ષ માટે હવે ને હું ને તું બંને સરખા હતાં. તને છ મહિનાનો મારા પિતાએ મારી માતાના ખોળામાં સેં.
હું માતાના ખોળામાં સૂતી હતી તે મને ખોળામાંથી ખસેડી તને સૂવાડ. વીરા ! તું આવ્યું ત્યાર પછી મેં માતાના મીડા દૂધનો સ્વાદ ચાખ્યું નથી. હું એક ગોદડીમાં રડતી પડી રહે તે માતા મને રમાડતી નહિ ને તને લાડ કરાવતી હતી. તારા ઉપરના સ્નેહને ખાતર મેં માતાના લાડ ખેયાં, દૂધ ખોયાં. હું તો રઝળતી મટી થઈ. આ રીતે તેને માટે કરતાં મારા મા-બાપને માથે કેટલી વીતી છે! તે તારાથી કયાં અજાણ્યું છે? સૂબાને ખબર પડી કે દેવાયતને ત્યાં નવઘણ ઉછરી રહ્યો છે તેથી ક્રોધથી ધમધમતે ચકમકતી તલવાર લઈને સૂબો દેવાયતને ઘેર આવ્યા ને નવઘણ બતાવવાનું કહ્યું.
ઉગે આડો આપીયે, વહાલા માયરા નરવીર,
સમજે માંય શરીર, નવઘણ નવ સેરઠ ધણી. આ સમયે મારા પિતાએ તને બતાવ્યું નહિ. નવઘણ મારે ઘેર છે તે વાત કબૂલ ન કરી. પિતાના માથે આપત્તિ વહોરી લીધી પણ તને બતાવ્યું નહિ ત્યારે તેને પકડીને જેલમાં લઈ ગયા. ને ત્યાં મારા પિતાને ખૂબ માર માર્યો. એટલેથી પ નહિ. એનાં પગમાં સારડી મૂકી કાણા પાડયા. તે વખતે તારું રક્ષણ કરવા માટે મારા એકના એક લાડીલા વીરાને આ નવઘણકુમાર છે એમ કહીને સૂબાને સોંપી દીધો. મારા પિતાના દેખતાં એનું શીર અને ધડ જુદા કર્યા. પિતાના એકના એક દીકરાનો જાન આપીને તને જીવતો રાખ્યો છે. વીરા! પિતાના પેટનો દીકરે કેને વહાલો ન હોય ? જાનવરને બચ્ચા વહાલા છે તે શું મારા મા-બાપને વહાલા ના હોય ? ઉગા ઉપર કેટલા આશાના મિનારા બાંધ્યા હતા! છતાં છાતી ઉપર શીલા મૂકી એને દઈ દીધો.
હે સોરઠના ધણી નવઘણ! મારા ભાઈને આપ્યા પછી તારા ઉપર આશાના મિનારા હતા. હું ને તું સાથે હરતાં-ફરતાં, રમતાં ને ખાતા પીતાં હતા. મારો ને તારે નેહ દૂધ ને સાકર જે હતે. તું મને બહેન....બહેન કહીને બોલાવતે. બહેન....બહેન કહેતાં તારે સાદ સૂકાતું ન હતું ને ભાઈ..ભાઈ કહેતાં મ રે સાદ સૂકતો ન હતો. આટલો બધો પ્રેમ તું અત્યારે ભૂલી નથી ગયો ને ? છેવટે હું મેટી થઈ. મારા લગ્ન લેવાયા. તે વખતે શું બન્યું