________________
શારા પર - મિથ્યાત્વ એ મોટે રેગ છે. મિથ્યાત્વ એ ઘોર અંધકાર છે. એ આત્માને મોટે શત્રુ છે અને એ ભયંકર હલાહલ ઝેર છે. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં સંસાર છે. જેના મિથ્યાત્વને ભંગ થાય તેને સંસાર કટ થાય છે. સંસારમાં જીવને રઝળાવનાર પાંચ કારણે છે. તેમાંથી જે પહેલું મિથ્યાત્વ જાય પછી અવત–પ્રમાદ-કષાય અને યેગને ટાળવાને પુરૂષાર્થ કરાય. પણ જ્યાં સુધી મિથ્યાત્વ ન મરે ત્યાં સુધી કાંઈ સૂઝતું નથી. મિથ્યાત્વને અંધકાર ટળે ને સમ્યકત્વને સૂર્ય પ્રગટે ત્યારે બીજા ચાર કારણોને ટાળવાને માર્ગ સૂઝે છે. સમ્યક્ત્વ પાંચ છે. તેમા એક ક્ષાયક સમ્યક્ત્વ તે એવું પાવરફુલ છે કે જેને તે સમ્યક્ત્વ આવે તે મનુષ્ય તે ભાવમાં પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. જેમ કેઈ દવા પાવરફુલ હોય તે રગને તરત દબાવે છે ને? તેમ આ સમ્યત્વ તે ભવમાં સંસારને રોગ મટાડી મોક્ષ અપાવે છે. માટે નક્કી કરે કે મારે સમ્યકત્વ પામ્યા વિના મરવું નથી.
મિથ્યાત્વભાવમાં જીવ અજ્ઞાનને વશ થઈ કેટલા કર્મો બાંધે છે. આ શરીર પણું કર્માધીન છે. કર્મ છે તે શરીર છે. શરીર કોથળામાં અનંત શક્તિનો સ્વામી આત્મા પૂરાઈ રહ્યો છે. કેઈ માણસને કોથળામાં પૂરી દે તે કેવી અકળામણ થાય છે? પણ અનંતકાળથી આ કામણનાકેથળામાં પૂરાઈને જીવ અનેક પ્રકારની યાતનાઓ સહન કરે છે તેની અકળામણ થાય છે? જે શરીરને સર્વથા ત્યાગ કરીને સિધ્ધ બની ગયા તેમને કંઈ ઉપાધિ છે? આ બધી ઉપાધિ સંસારમાં છે, મિથ્યાત્વ આત્માના આરોગ્યને બાધ કરનાર મહાનગ છે. આ વાત ઘણી વાર સાંભળી છે. જાણે છે છતાં આજે આત્માનું સ્વરૂપ ભૂલીને બ્રાન્તિમાં પડેલા છે. આત્મબ્રાન્તિ એ મિથ્યાત્વ છે, કહ્યું છે કે,
આત્મબ્રાન્તિ સમ રેગ નહિ, સદગુરૂ વૈદ સુજાણ,
ગુરૂ આજ્ઞાસમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. બ્રાન્તિ એટલે શું ? બ્રાતિ એ ચતુંગતિના પરિભ્રમણનું મૂળ કારણ છે. બ્રાન્તિ એ મેટો રોગ છે. તેનાથી આત્માનું લક્ષ ચૂકી જવાય છે. આત્માને અનાદર થાય છે, માટે બ્રાન્તિને ટાળવા વીતરાગવાણીમાં સાચી પ્રતીતિ કરવી પડશે. બ્રાન્તિનું ટાળવું તે સમ્યગદર્શન છે. એક વખત સમ્યક્દર્શન જીવને સ્પર્શી જશે તે વહેલું કે મેડે આત્મા જરૂર તરી જશે, સમ્યગદર્શન એ આત્મકલ્યાણને મૂળ
પાયે છે.
બંધુઓ ! જેને રોગ લાગુ પડે છે તેને ઔષધનું સેવન કરવાથી મટી જશે. પણ જેમને મિથ્યાત્વને રોગ લાગુ પડે છે તેને બાહ્ય ઔષધના ઉપચાર કરવાથી નહિ મટે. તેને દૂર કરવા માટે તમારા ડબલ ડીગ્રી પ્રાપ્ત કરેલા મોટા મોટા સર્જન,