________________
વારા પર ચાલવા લાગ્યા. જાહલની ઉંમર નાની હતી પણ બધામાં તેની બુદ્ધિ શ્રેષ્ઠ હતી. એટલે સી કેઈ તેને પૂછીને પગલું ભરતાં. અને તેની સલાહ પ્રમાણે સૌ ચાલતાં હતાં. જાહલનું માન ઘણું હતું. ચાલતાં ચાલતાં જાહલની દષ્ટિ ગિરનાર ઉપર પડી. તે જોઈને તેને પિતાને ભાઈ નવઘણ અને માતા પિતા ખૂબ યાદ આવ્યા. માવતર વિના માન નહિ, આદરન આપે કઈ નઘઘણ નીરખ જેય જાહલ ફરી સિંધમાં, ઉછર્યા એક સાથ, સ્નેહ થકી સાથે રહી, નવ સેરઠને નાથ, જશું જે હશુ જીવતા,
રડતી આંખે બેલી હે વીરા ! હું જાઉં છું. માટે તને દૂરથી નિહાળી લઉં. જીવતા રહેશું તે વિરા, મળશું. નહિતર રામ-રામ. આમ બોલતાં આંખ કરતાં આંસુ મેટા તેમ ધ્રુસકે રડી પડી. આ રીતે મનમાં કાળે કલ્પાંત કરતી જાહલ જુનાગઢના રાજાની બહેનડી રડતી આંખે સિંધ તરફ ચાલી. માર્ગમાં અન્નપાણીની સગવડ મળે ત્યાં થોડા દિવસ રોકાતાં શેકાતાં ઘણું દિવસે સિંધમાં પહોંચ્યા.
આ વખતે સિંધમાં હમીર સુમરા રાજ્ય કરતા હતા. ત્યાં સુકાળ હતે. એટલે સુખપૂર્વક આનંદથી ત્યાં દુઃખના દિવસો વિતાવવા લાગ્યા. પિતાના ગાય-ભેંસના દૂધ ઘીમાંથી પિતાનું ગુજરાન ચલાવતા હતાં. આમ કરતાં એક વર્ષ સિંધમાં ગાળ્યું. વર્ષ પૂરું થયું એટલે જાહલે કહ્યું કે હવે સોરઠમાં સુકાળ થયે હશે. આપણે બધાં જઈએ. ત્યારે તેને પતિ તેમજ બીજા આહીરે કહેવા લાગ્યા કે સોરઠમાં સુકાળ થયાના સમાચાર મળે પછી જઈએ. એટલે થોડા દિવસ બધા રેકાઈ ગયા. જાહલની રેકાવાની બિલકુલ ઈચ્છા ન હતી. પણ બધાની ઈચ્છા હતી એટલે મને કમને જાહલને રોકાવું પડયું. હવે કર્મ શું કરે છે?
એક દિવસ જાહલ તળાવે કપડા ધેવાં અને સ્નાન કરવા ગઈ હતી. પોતે કપડા ધોઈને તળાવમાં સ્નાન કરતી હતી. તે વખતે હમીર સુમરો ફરતો ફરતે તળાવની પાસે આવ્યા. જાહલનું દયાન સ્નાન કરવામાં હતું. જાહલનું રૂપ ખૂબ હતું એટલે સૂબો તેના રૂપમાં મુગ્ધ બની તેની સામે જોઈ રહ્યો. જાહલ સ્નાન કરીને કપડાં બદલતી હતી. તે વખતે તેની દષ્ટિ હમીર ઉપર પડી. તેને થયું કે આ મારી સામે એકી ટશે જોઈ રહ્યો છે. નકકી મારા ઉપર તેની કુદષ્ટિ થઈ છે. એટલે એકદમ પિતાના કપડા લઈને ઉતાવળી ચાલી ગઈ. હમીર પણ પિતાને ઘેડો ધીમે ધીમે ચલાવતે તેની પાછળ ગયે. જાહલ ખૂબ વિચિક્ષણ હતી. તે સમજી ગઈ કે આ પાપી મારું શીયળ લૂંટશે. મારું શું થશે ? આ પાપીના પંજામાંથી મને કેણ બચાવશે? આમ વિચાર કરતી ભયથી જતી જાહલ પિતાના તંબુમાં પેસી ગઈ હવે હમીર સુમરે ત્યાં આવશે ને શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે,