________________
શારદા શિખર
૧૮૫ સ્મરણ કરતાં બંને પરલેક સીધાવ્યા. માતા-પિતાની હાજરીમાં જાહલ જુનાગઢ આવતી પણ તેમના મૃત્યુ પછી મા-બાપની યાદ ખૂબ આવી જાય તેથી તે આવતી નહોતી.
એક વખત એવું બન્યું કે આખા ચોમાસામાં વરસાદ નહિ પડવાથી જાહલના દેશમાં દુષ્કાળ પડ.
દેશમાં ડંકા વાગીયા, કપરે પડ્યો કાળ,
પુરૂષે છેડી પ્રમદા, માતાએ છેડયા બાળ.” અન્ન વિના માણસો મરવા લાગ્યા. જાહલને ઘેર પશુધન ઘણું હતું. એ બધાનું રક્ષણ કેવી રીતે કરવું ? જાહલની સ્થિતિ કફોડી થઈ. પણ તેને દુઃખમાં ભાઈને ઘેર નથી જવું તેવું તેનામાં ખૂબ ખમીર હતું. તેના પતિએ તેને સમજાવી કે હે જાહલ ! તું ખૂબ સુખમાં ઉછરી છે માટે હાલ તું પિયર જા. અને સુકાળ થાય ત્યારે આવજે. તારાથી આ દુખ નહિ વેઠાય. હવે જાહલ શું જવાબ આપશે તેના ભાવ અવસરે.
(આજે પૂ. અજરામરજી મહારાજ સાહેબની પુણ્યતિથિ હેવાથી તે પ્રસંગે મહાન વિદુષી બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી, તથા બા.બ્ર. અનીલાબાઈ મહાસતીજી. એ પૂ. મહારાજ સાહેબના જ્ઞાન-દર્શન-ચારિત્રથી ભરપૂર જીવનનું ખૂબ સુંદર વર્ણન કર્યું હતું.)
વ્યાખ્યાન નં. ૩૯ શ્રાવણ વદ ૩ ને ગુરૂવાર
તા. ૧૨-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! . અનંતજ્ઞાની મહાનપુરૂષે ભવ્ય જીવોને પ્રેરણાના પીયુષનું પાન કરાવતાં કહે છે કે હે ભવ્ય છે! આ માનવ જીવનમાં જે કઈ નવનિર્માણ કરનાર અને પ્રેરણા દેનાર હોય તે બg ઘો” તે એક કેવળી પ્રરૂપિત ધર્મ છે. ધર્મ વિનાના રજા બધા ત અસાર છે. જેમ પ્રાણ વગરના કલેવરની કઈ કિંમત નથી તેમ Wી વિનાના જીવનની પણ કિંમત નથી. ધર્મ એ જીવનનો પ્રાણ છે. ધર્મ અને જીવન, જીવન અને ધર્મ એ બંનેને અન્ય સબંધ છે. માનવના દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી શરીરને સાચવવામાં આવે છે. પણ દેહમાંથી પ્રાણ ગયા પછી દેહને જલાવી દે છે. અથવા દફનાવી દે છે. એ જ પ્રમાણે જેના જીવનમાં ધર્મનો પ્રાણ ધબક્ત હશે ત્યાં સુધી જીવનની કિંમત છે, ધર્મ વગરનું જીવન મૃત કલેવર જેવું છે.