________________
શારદા શિખર ભાઈઓને પ્રતિક્રમણ આવડતું હશે, કેને શીખવાનું મન થાય છે? પ્રતિકમણ એ પાપની પ્રતિલેખના કરીને પશ્ચાતાપપૂર્વક પાપને પ્રજાળવાનું સાધન છે. આખા દિવસમાં જે જે પાપ લાગ્યું હોય તેને યાદ કરી કરીને પ્રતિકમણમાં તેની આલોચના કરવાની છે. દિવસે જે જે દેષ લાગ્યા હોય તેનું પ્રાયશ્ચિત સાંજે પ્રતિક્રમણ વખતે કરવું. ને રાત્રે જે જે દેષ લાગ્યા હોય તેનું પ્રાયશ્ચિત પરોઢીયે પ્રતિક્રમણ કરીએ ત્યારે કરવું. આ રીતે ઉપગપૂર્વક એકાગ્ર ચિત્ત પ્રતિક્રમણ કરવાથી આત્મા પાપ રહિતનિર્મળ બને છે, ને હળ બને છે.
જ્યારે માણસને કેઈ સેગ થાય છે ત્યારે ડોકટર પાસે રોગનું નિદાન કરાવવા જાય છે. ડોકટર તપાસીને કહે છે કે તમારા શરીરમાં અમુક પ્રકારના જતુઓ વધી ગયા છે. તેના કારણે રોગે તમારા ઉપર હુમલો કર્યો છે, શરીરમાં જેના જેટલા જંતુઓ જોઈએ તેટલા રહેવા જોઈએ. જે વધી જાય તે આરોગ્યને ધક્કો પહોંચાડે છે. રેગ મટાડવા માનવી તરત ઉપચારો કરે છે. પણ આ ભવગને નાબૂદ કરવાને કેઈ ઉપચાર કરે છે? જંતુઓ વધે તે શરીરને નુકશાન થાય છે. તેમ ભગવાન કહે છે કે તારા આત્મા ઉપર પાપના જંતુઓ વધી જશે તે આત્માના આરોગ્યને નબળું પાડી દેશે. ભવરોગ વધી જશે. માટે પાપ રૂપી જંતુઓનો નાશ કરવા માટે સાવધાન બનો. આત્મા તે મૂળ રવરૂપે વિશુધ્ધ અને નિર્મળ છે પણ જ્યાં સુધી દેહ સાથે જકડાયેલ છે ત્યાં સુધી કર્મરૂપી અનેક નાના મોટા રેગ તેને વળગેલા છે. સૌથી મેટામાં માટે જે કઈ રોગ હોય તે તે ભવરોગ છે. આ રોગના કારણે આત્માને અસહા યાતનાઓ ભોગવવી પડે છે. જન્મની તીવ્ર વેદના અને મરણનું મહાદુઃખ જીવને વેઠવું પડે છે. આ ઉપરાંત બીજા અનેક નાના મેટા રોગો છે તેમાં પીલાવું પડે છે. આ રોગોનો ઉપચાર કરનાર કેટલા? આ રોગ શાથી થાય છે તેનું નિદાન કેટલા કરાવે છે?
બંધુએ ! આ ભવરોગનું કારણ અધર્મનું આચરણ–પાપ છે. માનવી એટલે ધર્મથી વિમુખ બની અધર્મનું આચરણ કરે છે એટલે તેનો રંગ વધે છે. અને ધીમે ધીમે તે રોગ જુન થતો જાય છે. રેગ જેટલો જુનો થતો જાય તેટલે તેને દૂર થતાં સમય લાગે. અનંત ભનાં કર્મો આ માનવ ભવમાં આવીને ખપાવવાના છે. પુણ્ય-પાપ-શુભ-અશુભ કર્મનો સર્વથા નાશ થાય ત્યારે આત્મા નિરોગી બને. અને મેક્ષના અવ્યાબાધ સુખ તેને મળે. પણ આ ભવરોગ તમને રેગ રૂપે સાલે તે નિદાન કરાવવા આવે ને ? ટૂંકમાં આપણે તે આવશ્યક સૂત્રની વાત ચાલતી હતી. પ્રતિક્રમણ એ છ આવશ્યકમનો ચે આવશ્યક છે. પ્રતિકમણ તમને આવડે તે પાપનું પ્રક્ષાલન કરી શકાય ને ? પણ પ્રતિક્રમણ શીખે નહિ તે શું કરશે ? પ્રતિક્રમણ તમે શીખશે તે પંદર કર્માદાન કોને કહેવાય તે જાણી શકશે. અને