________________
શારદા શિખર
રત્ન લઈ લઉં. દેવે કહી દીધું. મારી શરત પૂરી થઈ. હવે એક સેકન્ડ રહી નહિ શકે. દેવે તેા આંખના પલકારામાં તેમને ઘેર મૂકી દીધા.
બંધુએ ! તમને તેા એમ થતુ હશે કે માટા ભાઈ કેવા મૂખ કહેવાય ? દેવે સૂર્યાસ્ત થતાં રત્નદ્વીપ છોડી દેવાનું કહ્યું હતું તે પણ ગાડામાં રત્નો ન ભર્યાં! કેવા મૂખ કહેવાય ? હવે હું તમને પૂછું છું કે એ તે મૂખ હતેા. તે રત્ન મેળવવાના સ્થાનમાં જઈને પણ પ્રમાદ કર્યાં. ખાવાપીવામાં રહી ગયા. પણ તમે આ મનુષ્યભવ રૂપી રત્નદ્વીપમાં આવીને એના જેવી મૂર્ખાઈના કામ કરતા નથી ને ! એણે રત્નો ન લીધા તે ગરીખ રહ્યો. આ ગરીબાઈ એક ભવ પૂરતી છે. પણ જો આ જીવ મનુષ્યભવ રૂપી રત્નદ્વીપમાં આવીને જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ રૂપી ઉત્તમ રત્નો લેવાનુ છે।ડી ખાવા-પીવા અને હરવા ફરવામાં રહી જશે તેા એના કરતાં પણ ડબલ મૂખ કહેવાશે. ખોલેા, આટલા ખધામાંથી કેટલા ત્રિરત્નો લેવાનો પુરૂષાર્થ કરે છે ? આંગળી ઉંચી કરો તે! ખખર પડે. અહીં પુરૂષાર્થ નહિ કરે તો આ ભવ અને પરભવમાં દરિદ્ર રહી જશે! પછી પસ્તાવાનો પાર નહિ રહે.
નાનો ભાઈ રત્નોનું ગાડું ભરીને આભ્યા તે એની પત્ની રાજી રાજી થઈ. એ માટા શ્રીમત બન્યા ને માટા ભાઈ હતા તેવા રહ્યો. એની પત્નીએ કહ્યું કે નાનાભાઈ રત્ના લઈને આવ્યા ને તમે ત્યાં જઈને શુ' કર્યુ? તમે કેમ ખાલી પાછા આવ્યા ? માટાભાઈને પસ્તાવાનો પાર ન રહ્યો. મનમાં ઘણું દુઃખ થયું કે નાનાભાઇએ ચેતાન્યે તે પણ ચેત્યા નહિ! પાક મૂકીને રડયા પણ સમય વીત્યા પછી ગમે તેટલુ રડે તે પણ શું વળે ? તેમ તમને પણ સંતપુરૂષો ચેતાવે છે કે હે શ્રાવકા ! તમે જાગેા, પ્રમાદની પથારી છેડીને અને તેટલી ધર્મારાધના કરી લે. આયુષ્યનો દીપક ક્યારે મૂઝાઈ જશે તેની ખખર નથી. છતાં નહિ ચેતા તે પસ્તાવું પડશે. એક વખત એવી આરાધના કરી લેા કે ફરીને આ સંસારમાં આવવુ' ન પડે ને દુઃખ વેઠવા ન પડે.
જેમને જન્મ જરા અને મરણનો ત્રાસ લાગ્યા છે અને ઉત્તમ રત્નો લેવાની લગની લાગી છે તેવા મહાખલ અણુગાર શુધ્ધ ભાવથી વીસ ખેલની આરાધના કરે છે.
दंसण विणय आवस्य य, सीलव्वए निरइयारे । खणलव तव च्चियाए, वेयावच्चे समाहिए ॥
આપણે દર્શીન અને વિનયની વાત આવી ગઈ છે. અગીયારમે ખોલે. હવે આવશ્યકની વાત આવે છે. એ વખત શુધ્ધ ભાવથી અવશ્ય પ્રતિક્રમણ કરવામાં આવે તે તેનાથી પણ જીવ તીથ કર નામક ખાંધે છે. સાધુને તેા સવાર-સાંજ અને ટાઈમ પ્રતિક્રમણ કરવું જોઈએ. તમે સંસારમાં રહીને પણ ધારે તે પ્રતિક્રમણ કરી શકેા છે પણ પ્રતિક્રમણ શીખા તે કરી શકે ને ? આટલા બધામાંથી ગણત્રીના