________________
રહેલું છે.
૩૮૪
શાળા શિખ શત્રુને ઘરમાં ઉછેર્યો હતે તેને લશ્કર કેમ અપાય ? એને કિલ્લાની બહાર લશ્કરને મોકલવું સલામતીભર્યું લાગ્યું નહિ. પણ બીજા અમલદારોએ સૂબાને કહ્યું કે સાહેબ! આ દેવાયતને જેલમાં પૂરી વણું કષ્ટ આપ્યું છે. તેથી જો તમે લશ્કર નહિ આપે તે બધા આહીર ભેગા થયા છે તો કદાચ એ દુઃખનું વૈર લેવા જુનાગઢ ઉપર લડાઈ કરશે. તેના કરતાં આપણું લશ્કર તેને આપવું સારું છે. આપણું લશ્કર તેની દેખરેખમાં હોય તો તે કંઈ રમત રમી શકે નહિ. કદાચ રમત રમે તે આપણું લશ્કર હોય તે વાંધો ન આવે. આ સમયે તેને લશ્કર આપવામાં આપણું હિત - સૂબાને આ વાત ગળે ઉતરી. તેથી અડધું લશ્કર દેવાયતને ત્યાં મોકલી આપ્યું. દેવાયત અને બીજા આહીરે લશ્કરની ખૂબ સરભરા કરતા હતા તેથી લશ્કરી સૈનિકે પણ આનંદમાં મશગૂલ બનીને મહાલતાં હતાં. જાન આવી ગઈ. સહુના મુખ ઉપર આનંદને ઉદધિ હિલેાળા મારે છે. લગ્ન થઈ ગયા પછી કન્યાદાન વખતે એક તેજસ્વી યુવાન જેણે ખાદીના કપડા પહેર્યા છે. માથે બત્રીસ આંટાનું ધોતીયું બાંધ્યું છે. કમરે પછેડી જકડીને બાંધી છે. હાથમાં સોનાની મૂઠવાળી તલવાર શોભી રહી છે. તે લગ્નમંડપમાં આવ્યા. આને જોઈને આહીરે ખળભળી ઉઠયા. બધાં ઊંચા થઈને જેવા લાગ્યા. દેવાયતે બધાને શાંત રહેવાનું કહ્યું. આ યુવાન વરકન્યા પાસે આવે. તેણે પહેલાં વરરાજાને અમુક હાથગરણું કર્યું. પછી તે મધુર સ્વરે બોલ્ય, બહેન ! હાથ બહાર કાઢ. હું તને હાથગરણું કરવા આવ્યો છું. આ સમયે જાહલે કહ્યું વીરા! તારું હાથગરણું મારે અત્યારે નથી જોઈતું. તારી પાસે રાખ. જ્યારે મારે જરૂર પડશે ત્યારે માંગી લઈશ. અત્યારે તે તારી પાસે થાપણ તરીકે લેણું રાખું છું જેહલે પ્રેમભર્યા શબ્દથી ભાઈને આ રીતે કહ્યું ત્યારે ભાઈએ કહ્યું બહેન! તારી ખુશી.
જ્યારે જરૂર પડે ત્યારે માંગી લેજે. આટલા શબ્દ કહી આહીરની મેદની ઉપર મીઠી નજર ફેંકી તેજસ્વી યુવાન ચાલ્યો ગયો. જાહલ પરણીને સાસરે ગઈ. - આ તરફ દેવાયતે નવઘણને રાજા બનાવવાની તૈયારી કરી. જુનાગઢના સિન્યને ખૂબ દારૂ પીવડાવી બેભાન જેવા બનાવી દીધા. નવઘણે આહીરનો પોશાક ઉતારી રાજવંશી પોશાક પહેરી બખ્તર આદિ શસ્ત્રોથી સજજ બની તેના પિતા તથા બધા આહીરોનો સહકાર લઈને અચાનક જુનાગઢના દરવાજામાં પ્રવેશ કરીને નવઘણે સૂબાને પકડી લીધો. અને જુનાગઢને કબજે લીધે. ને જુનાગઢ ઉપર વિજય મેળવ્યો. એક શુભ દિવસે નવઘણકુમારને રાજતિલક કર્યું. નવઘણકુમાર મટીને રા'નવઘણ બને, રાનવઘણ દેવાયતને અને તેની પત્નીને મા-બાપ સમાન માન હતું. તેમને સહેજ પણ ઉગાની ખટ લાગવા દેતે નહિ. ઉપકારીના ઉપકાર તેના હૃદયમાં રમ્યા કરતા, રાનવઘણ રાજ્યમાં કુશળ બનવાથી દેવાયતને ખૂબ શાંતિ થઈ અને છેવટમાં પ્રભુ