________________
૫૪
શારદા શિખર બહુમાન કરતા નથી. જે વીતરાગવાણીનું બહુમાન જીવે કર્યું હોત તે આજ સુધી સંસારમાં રખડત ન હોત. નાનું બાળક રખડવા જાય ત્યારે એની માતા બૂમે પાડીને બોલાવે પણ રમત મૂકીને આવતું નથી. રમતાં થાકે એટલે આપમેળે ઘેર આવે છે. તેમ આ ધર્મસ્થાનકમાં આવવા માટે સંતે તમને સમજાવે છે કે હે જીવ! અનંતકાળથી તું સંસારમાં રખડે છે. તે એક માથાને વાળ મૂકે તેટલી જગ્યા સ્પર્યા વિના ખાલી રાખી નથી.
"न सा जाई न सा जोणी, न तं कुलं न तं ठाणं ।
न जाया न मुया जत्थ, सव्वे जीवा अणंतसो ॥" પાંચ જાતિમાંથી એકપણ જાતિ, ચોરાશી લાખ છવાની માંહેલી એકપણ નિ, એક પણ કુળ કે એક પણ સ્થાન એવું નથી. કે જ્યાં આપણે આત્મા ગયા ન હોય! આટલું રખડે પણ હજી એને થાક લાગ્યા નથી તેને હજુ ધર્મ રૂએ નથી. વીતરાગ વાણી સાંભળવાનું મન થતું નથી વીતરાગવાણી એવી અમૃતમય છે - કે જે આત્મા તેને સહારો લે તે અમર બની જાય.
મહાબલ અણગાર વિશ સ્થાનકની આરાધના કરે છે. તેમાં અરિહંત સિધ્ધ પવયણુ, ગુરૂ ઘેર બહુમ્મુએ તવસ્સીનું વચ્છલ્લયાઈ તેસિં, અભિખણું નાણાવાગે ય ઘ૧
અરિહંત ભગવંત, સિધ્ધ ભગવંત, પ્રવચન, ગુરૂ, સ્થવિર, બહુશ્રત અને તપસ્વીઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખો. તેમની ભકિત કરવી અને તેમના ગુણનું કીર્તન કરવું, આજે આ સાતની વાત કરીએ.
અરિહંત અને સિધ્ધ પ્રભુની વાત આપણે બે દિવસથી ચાલે છે. અરિહંત પ્રભને આપણું ઉપર મહાન ઉપકાર છે. એમણે આપણને સિધ્ધ થવાને માર્ગ બતાવ્યું છે. તેવા અરિહંત પ્રભુની વાણીની શ્રધ્ધા કરવી ને તે પ્રવચનનું બહુમાન કરવું. એમાં આપણને જે કંઈ સમજાય તે બીજા ને સમજાવી ધર્મના પંથે વાળવા. વીતરાગ વાણીનું બહુમાન કરવું. આ રીતે પ્રવચનની પ્રભાવના કરવી અને પ્રવચનની પ્રભાવના કરવામાં સહાય કરવાથી જીવ તીર્થકર નામ કર્મ ઉપાર્જન
કરે છે.
ચોથે બેલ ગુરૂને છે. સદૂગુરૂદેવે પણ આપણા અનંત ઉપકારી છે. જેઓ સંસારમાં રખડતા અને આત્માનું ભાન કરાવી કલ્યાણના માર્ગે ચઢાવે છે.
સદૂગુરૂઓ ભવસાગર તરવા માટેનું જહાજ છે. જેને ભવસાગર તરવાની ઈચ્છા થાય છે તે મનુષ્ય જહાજમાં આવીને બેસી જાય છે. એ સદ્ગુરૂઓ કેટલા નિઃસ્વાર્થી