________________
શારદા શિખા એક બાપના બે દીકરા હોય પણ તેમના ગુણમાં આસમાન અને જમીન જેટલું અંતર હોય છે. અમૃત માણસને જીવન આપે છે જયારે ઝેર જીવનને નાશ કરનાર છે. તે જ રીતે એક બાજુ દેવાયત રાજાને રક્ષક બન્યો છે. ત્યારે બીજી બાજુ તેને ભાઈ રાજાને ભક્ષક બનવા તૈયાર થયે છે.
બંધુઓ ! ઈર્થને અગ્નિ અને અવિચારી કામ કેવા અનર્થ સજે છે. દેવાયતની સાથે તકરાર થવાથી તેને ભાઈ ઈર્ષાગ્નિથી પ્રજળવા લાગ્યો. અને દેવાયતને કેમ નાશ થાય ને પિતે કેમ સુખી થાય તેને તે ઉપાય શોધવા લાગ્યા. ઘણાં વિચારને અંતે તેને એક ઉપાય સૂઝી આવ્યો કે દેવાયતે મહિપાળ રાજાના કુંવરને ઘરમાં રાખે છે તે વાતની અનંગપાળને બાતમી આપું. તે દેવાયતને નાશ થશે ને મારું કામ થશે. આ વિચાર કરીને દેવાયતને ભાઈ જુનાગઢ ગયો ને કઈ પણ રીતે અનંગપાળને મળીને કહ્યું. બાદશાહ! આપ અંધારામાં કેમ બેસી રહ્યા છે? હું આપનો હિતસ્વી છું. આપનું હિત ચાહીને આપને એક સમાચાર દેવા આવ્યો છું. બાદશાહ કહે-ભાઈ! શું સમાચાર છે. જહદી કહે. ત્યારે કહે છે આપને શત્રુ મહિપાળ રાજાને પુત્ર નવઘણકુમાર મેટો થઈ રહ્યો છે. સૂબો પૂછે છે ક્યાં છે એ મારે શત્રુ? ત્યારે કહે છે અલીદારના બેડીદારને દેવાયત આહિર જે મારે સગે ભાઈ થાય છે તેને ત્યાં ગુપ્તપણે ઉછરે છે.
જુનાગઢને સૂબે તે મહિપાળનું એક પણ બચ્ચું રાજ્યમાં ન રહે તે માટે ખૂબ ધ્યાન રાખતા હતા. ખબર પડે કે અહીં દુશમન છે તે અથાગ પરિશ્રમ કરીને તેને નાશ કરતા હતા. હવેં ખબર પડી કે દુશમનને દીકરે પિતાની હદમાં ઉછરે છે પછી કંઈ બાકી રહે ? સૂબો કહે હું માનતા હતા કે છોકરો મરી ગયું છે. આ તે જીવે છે. આવતે રેગ અને વધતે શત્રુ એ બંનેને જલદી વિનાશ કરે જોઈએ. એના ક્રોધને પાર ન રહ્યો. સૈનિકોને લઈને ધસમસતા સૂબે દેવાયતને ઘેર આવ્યા. દેવાયતને ગંધ આવી ગઈ હતી કે મારે ભાઈ જુનાગઢ પહોંચી ગયે છે. બુદ્ધિશાળી માણસ હેજમાં સમજી જાય છે. એટલે દેવાયતે નવઘણને સંતાડી દીધું હતું. સૂબાએ સત્તાવાહી સ્વરે કહ્યું. દેવાયત ! મને ખબર પડી છે કે તારે ઘેર નવઘણકુમાર છે. દેવાયત કહે–સાહેબ ! હું આપના દુશ્મનને કદી ઘરમાં રાખું? એ તે આપણે દુશ્મન કહેવાય. જે દુશ્મનને ઘરમાં રાખે એ રાજદ્રોહી કહેવાય. મારે જીવનનું જોખમ ખેડીને દુશ્મનને ઘરમાં રાખવાની શી જરૂર ? સૂબો કહે છે તે ખોટું બોલે છે. તારા ઘરમાં નવઘણું છે. મને જલ્દી આપી દે. દેવાયતે કહ્યું સાહેબ ! છે જ નહિ તે કયાંથી આપું? ત્યારે સૂબાએ તેને લાલચ આપતાં કહ્યું. દેવાયત ! જે તું મને નવઘણકુમારને આપીશ તે આ સારો ગીરાશ તને આપી દઈશ. આ ગીરમાં તારી સત્તા થશે. તું કહીશ તેમ થશે ને રાજ્યમાં તારું માન