________________
શારદા શિખ પવિત્ર સંત મળ્યા તે મારું જીવન સુધર્યું. શેઠને હવે સમજાયું કે ધનના ઢગલામાં આત્મશાંતિ નથી. જે હું લક્ષમીને મોહમાં મર્યો હોત તો અવગતિ થાત. મારે હવે એક પણ પાપ કરવું નથી. શેઠે ભૂતકાળમાં કરેલા પાપને પશ્ચાતાપ કર્યો ને પિતાને વર્તમાન અને ભવિષ્યકાળ સુધાર્યો. બંધુઓ ! સંત મળ્યાને જીવન સુધાર્યું તેમ તમે પણ મૃત્યુને તમારી નજર સમક્ષ રાખશે તે પાપમાંથી બચી જશે. ને તમારું જીવન પવિત્ર બની જશે. મહાબલઅણગાર વીસ રથાનકની આરાધના કરી પિતાનું જીવન પવિત્ર બનાવી રહ્યા છે. વધુ ભાવ અવસરે. હવે ગઈ કાલની અધરી
જ્હાની કહું. “સ નવઘણના રક્ષણમાં દેવાયતના પગની ઘૂંટણમાં મૂકાયેલી સારડી.”
દેવાયતને જુનાગઢના સબાએ ખૂબ ધમકી આપી. પ્રલેભન આપ્યા પણ દેવાયત કેઈપણ રીતે નવઘણ મારે ઘેર છે તે વાત કબૂલ કરી નહિ. કારણ કે દેવાયતનો નિર્ણય હતું કે મારે શરણે આવેલા રાજકુમારનું મારા પ્રાણના ભોગે પણ રક્ષણ, કરવું. મારા પ્રાણ જાય તે કબૂલ પણ નવઘણને વાળ વાંકે નહિ થવા દઉં'. શાંતિનાથ ભગવાનને આત્મા મેઘરથ રાજાના ભાવમાં હતો ત્યારે તેમણે નિયમ કર્યો હતો કે “મારે શરણાગતનું રક્ષણ કરવું. એક પારેવું તેમના શરણે આવ્યું. એ તે દેવની પરીક્ષા હતી. પારેવું બચાવવા માટે પગમાંથી માંસના ટુકડા કાઢી ત્રાજવામાં મૂક્યા. છેવટે આખા પગ કાપીને ત્રાજવામાં મૂકી દીધા. એમના નિયમની દઢતા જોઈને દેવ ચરણમાં પડી ગયો. પગ હતાં તેવા થઈ ગયા. આગળના મહાન પુરૂષો પ્રાણ છોડે પણ પોતાની પ્રતિજ્ઞામાં દઢ રહેતા હતા.
દેવાયત પ્રાણના ભાગે પણ નવઘણકુમારનું રક્ષણ કરવા તૈયાર થયા છે. સૂબાને તેના ઉપર ગુસ્સો આવવાથી જુનાગઢના કેદખાનામાં પૂરી દીધું. ત્યાં રોજ બે આવીને દેવાયતને નવઘણ વિષે પૃચ્છા કરતા પણ દેવાયત તેને જવાબ આપતે નહિ. એટલે સૂછે ગુસ્સે થઈને તેને બરડે ખુલ્લે કરાવી ચાબખાના માર મારી ઉપર મીઠાનું પાણી છંટાવતે. આ રીતે તેને દરરોજ માર મારવામાં આવતા. ને કાળી મજુરી કરાવતાં. તેના બરડામાંથી લેહીની શેરે ઉડતી, જેમ જેમ દિવસે જતાં ગયા તેમ તેમ દેવાયતને વધારે કષ્ટ આપવા માંડયું. છતાં અડગ દેવાયત એકને બે ન થયે, રોજ માર પડવાથી તેના શરીરમાં અસહ્ય પીડા થવા લાગી. પોતાના પ્રાણ બચે કે ન બચે તેની પરવા નથી પણ નવઘણને જીવાડવાની તેને ચિંતા થવા લાગી. છેવટે સૂબાએ દેવાયતના પગની ઘૂંટી ઉપર સારડી મૂકીને સાર પાડયા. અહાહા... સાડી મૂકીને હાડકા વીંધી નાંખ્યાં તેની કેવી પીડા થઈ હશે! પરોપકારી પુરૂષ પ્રાણને પણ પિતાની પરોપકારની ભાવના છેડતા નથી. દેશના પગની ઘૂંટીએ