________________
૩૬૮
શારદા શિખર डहरा बुढ्ढा य पासह, गम्भत्था वि चयन्ति माणवा ।। તેણે કહ્યું વક્ર પર્વ શાપરવમિ તું | સૂય. સૂ. અ. ૨ ઉ. ૧ ગાથા ૨
બાળક, યુવાન, વૃધ્ધ અને ગર્ભમાં રહેલો જીવ બધા મૃત્યુ પામે છે. જેવી રીતે બાજ પક્ષી ત્તિત્તર પક્ષીને મારી નાખે છે તેવી રીતે આયુષ્ય પૂરું થતાં મનુષ્યને પણ કાળ રૂપી બાજ પક્ષી પકડી લે છે એટલે કે મનુષ્ય મૃત્યુ પામે છે.
ચાહે બાળક હોય, ચાહે વૃધ્ધ હોય કે ગર્ભમાં રહેલે જીવ હોય પરંતુ મૃત્યુ કેઈને છોડતું નથી. આ ગાથાને ભાવ એ છે કે કેઈ મનુષ્ય બાલ્યાવસ્થામાં મરણ પામે છે. કેઈ ભરયુવાનીમાં તરત પરણી ઉતરેલે મીંઢળબંધે યુવાન હાય, હજુ હાથેથી મીંઢળ છૂટયા નથી એવા યુવાનને પણ મૃત્યુ છોડતું નથી. કોઈ જરા અથવા રેગથી જર્જરિત થઈને મરણ પામે છે. કેઈ જીવ ગર્ભાવસ્થામાં મરણ પ્રાપ્ત કરે છે. કારણ કે મનુષ્યનું આયુષ્ય અનેક વિદથી યુક્ત અને સેપક્રમ છે. તેથી કેઈપણ અવસ્થામાં તે આયુષ્ય પૂર્ણ થતાં માણસનાં પ્રાણ ચાલ્યા જાય છે. માટે હે બંધુએ ! ખૂબ વિવેકપૂર્વક સંસારી જીની આ સ્થિતિને સમજે. જેવી રીતે બાજ પક્ષી નિત્તરને પકડીને લઈ જાય છે એ પ્રમાણે મૃત્યુ પ્રાણીઓના પ્રાણનું અપહરણ કરે છે. એક કલાકમાં પણ કહ્યું છે કે,
अशनं मे बसनं मे, जाया मे बन्धुवर्गों मे ।
इत्ति मे मे कुर्वाणं, कालवृको हन्ति पुरुषाजम् ॥ ખાવાની સામગ્રી મારી છે, વસ્ત્રો, પત્ની, બંધુઓ બધા મારે છે. આ રીતે અજ્ઞાની માણસ મારું મારું કરતે રહી જાય છે અને કાળરૂપી વરૂ આવીને માણસોને પકડીને લઈને જાય છે.
જેમ અગાધ સમુદ્રમાં રહેલા માછલાઓને માછીમાર જાળમાં પકડી લે છે તેમ આ સંસારમાં સદાચારી માણસ હોય કે દુરાચારી હોય પણ તે ગમે તેવા સ્થાનને આશ્રય લેવા છતાં મૃત્યુથી બચી શકતું નથી. કાળરાજા દૂરથી પણ હાથ લંબાવીને પ્રાણીઓને પકડી લેવાને સમર્થ છે. આવું સમજીને તમે પાપને છેડે, પિલા શેઠને જેમ કેન્સરના દર્દીને ધ્રુજારી થાય તેમ મૃત્યુની પ્રજારી થઈ. કારણ કે જેને કેન્સરનું નામ પડે છે તેને પ્રજારી થાય છે. કેન્સરનું દર્દ એવું ભયંકર છે કે એનું નામ પડે ને માણસ ધ્રુજી ઉઠે કે મને કેન્સર થયું. હવે હું દુનિયામાંથી કેન થઈ ગયા. મારું મૃત્યુ નજીક છે. એવા વિચારથી તેના હાજા ગગડી જાય છે. મરણના ભયથી માણસને ધ્રુજારી થાય છે તેમ જે પાપની ધ્રુજારી થાય છે તેનું જીવન સુધરી જાય. કેસરનો દર્દી વિચાર કરે છે કે મને કેન્સર થયું એટલે હવે