________________
શારા ખિર કરી શકાય ને ? કદાચ આંખ ચાલી જાય પણ કંઠસ્થ જ્ઞાન હોય તો સ્વાધ્યાય-ધ્યાન ચિંતન કરીને માણસ કર્મ ખપાવી શકે છે. આવી રીતે જ્ઞાનમાં વારંવાર ઉપયોગ લગાડવાથી જ્ઞાન વધે છે. ને તીર્થંકર નામ કર્મ બંધાય છે.
નવમે બેલ છે દર્શનનો ચિંતા ' ભગવાન કહે છે દર્શન એટલે સમ્યકત્વ વિશુધ્ધ હોવું જોઈએ. દર્શનની વિશુદ્ધિ થવાથી પણ જીવને કેટલે મહાન લાભ થાય છે.
"दंसण विसोहिए य ण विसुध्धाए अत्थेगइए तेणेव भवग्गहणेण सिज्झइ, विसोहिए य णं विंसुध्धाए तच्चं पुणो भवग्गहणं नाइकम्मइ ।"
દર્શન વિશુધિથી શુધ્ધ થયા પછી કેઈ તો તે ભવમાં સિદ્ધ થાય છે અને જે એ ભવમાં સિધ્ધ થતા નથી તેઓ ત્રીજા ભવે સિદ્ધ થાય છે. જ્યારે મિથ્યાત્વ ટળે છે ત્યારે સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી આત્મામાં ગાઢ મિથ્યાત્વની મલીનતા હોય છે ત્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ મળતો નથી. જ્યારે વીતરાગ પ્રભુના વચનામૃત ઉપર જીવને દઢ શ્રધા થાય છે ત્યારે સમ્યક્ત્વ થાય છે, ને મિથ્યાત્વની મલીનતા દૂર થાય છે. અત્યારે વરસાદ ખૂબ પડે છે એટલે પાણી ડહેલું આવે છે. તેનું કારણ તેમાં કચરે આવે છે. પણ એ પાણીમાં ફટકડી નાંખવાથી કચરે અલગ થાય ને પાણી નિર્મળ બને છે. અત્યારે તો મશીનરી દ્વારા પાણીને સ્વચ્છ બનાવવામાં આવે છે. તેમ મિથ્યાત્વના મેલથી મલીન બનેલા આત્માને શુદ્ધ બનાવવા માટેની ફટકડી કહે કે મશીનરી કહે છે તે સંવેગ આદિ પુરૂષાર્થ છે. જેના વડે સમકિત પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વ આવવાથી આત્માને અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય છે ને પરિત સંસારી બને છે. સમ્યકત્વ-દર્શનની વિધિ થવાથી મોડામાં મોડો જીવ ત્રીજે ભવે કે પંદરમા ભવે મોક્ષમાં જાય છે. “વળાં– ગુરૂ-વડીલ અને સ્થવિરેને વિનય કરે. વિનય કરવાથી જીવને અલ્પ પ્રયાસે ઘણું જ્ઞાન મળે છે. વિનય ગુણથી ગમે તેવા વૈરીને વશ કરી શકાય છે. વિનય એ ઉત્તમ પ્રકારનું વશીકરણ છે. વિનય ગુણની પાછળ ઘણાં ગુણે આવે છે. સંત સતીજીને ઉત્કૃષ્ટ ભાવે વિનય કરવાથી તીર્થંકર નામ કર્મની પ્રાપ્તિ થાય છે.
બંધુઓ ! ધર્મના કાર્યમાં ઉદ્યમ કરવાથી આ મહાન લાભ થાય છે. તમારા સંસારના સુખ માટે ગમે તેટલો ઉદ્યમ કરે, પુરૂષાર્થ કરો તે તેમાં તમારા આત્માને આ લાભ થાય છે? બેલે તો ખરા. સંસાર સુખ માટેના પુરૂષાર્થથી આત્મા પાપના કચરાથી મલીન બને છે. પૈસા માટે ગમે તેટલું પાપ કરે પણ શું પૈસો તમારી સાથે આવવાનું છે? પૈસા તમારી સાથે નહિ આવે પણ મૃત્યુ તે એક દિવસ જરૂર આવવાનું છે. તે વાત નક્કી છે. છતાં માનવી ભાન ભૂલીને રાત-દિવસ