________________
હાહા શિખર
ago પાપ કરે છે. પણ જે તેની નજર સમક્ષ મૃત્યુને રાખે તે પાપ કરતાં અટકે. એક દષ્ટાંત આપીને સમજાવું.
એક શેઠે ખૂબ કાળા ધોળાં કરીને કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી. આ શેઠને ખાવું-પીવું–હરવું-ફરવું, સારા કપડાં પહેરવાં કે બેગ ભોગવવાની બહુ મમતા ન હતી. અને તે માત્ર પૈસા ભેગા કરવા એ એક જ મમતા હતી. પૈસા માટે ગમે તેવા પાપ કરવા પડે તે કરે. પછી પૈસાના ઢગલા જોઈને હરખાય. ત્યારે કેઈ સજજન માણસે શેઠને કહ્યું –શેઠ! તમે જાતે સુખ ભોગવતાં નથી પણ પાપ કરીને પૈસા ભેગા કર્યું જાઓ છે તે પરલોકમાં તમારું શું થશે? પાપના કડવા ફળ ભોગવવા દુર્ગતિમાં જશે ત્યાં આ પૈસાના ઢગલા આડા હાથ દેવા નહિ આવે. જે માણસ પૈસાને પિતાનું સર્વસ્વ માનતે હોય તેને આ વાત સમજાતી નથી. આજે દુનિયા પૈસાની પૂજારી છે. પૈસો મળે તે એને બીજું કઈ યાદ આવતું નથી. હું તમને પૂછું છું. બોલે, પૈસો તમને વહાલે છે કે સંસાર સાગરથી તરવાનો માર્ગ બતાવનાર ગુરૂ તમને કોણ વહાલું છે ? (શ્રેતામાંથી અવાજ-ગુરૂ) જવાબ જીભેથી આપ છે કે હૈયાથી ? પૈસા મળે તે ગુરૂ ક્યાંય ભૂલી જાવ. (હસાહસ).
શેઠ કહે છે ભાઈ! આ દુનિયામાં કેને પૈસાની મમતા નથી? અને પાપ કર્યા વિના કેણ જીવી શકે છે ? ત્યારે એ સજજન માણસે કહ્યું કે ચાલે, હું તમને સંત પાસે લઈ જાઉં. તે તમને બરાબર સમજાવશે. તે ગામમાં એક પવિત્ર સંત રહેતા હતાં. તેમનું નામ એકનાથ હતું. તે એકનાથ પવિત્ર અને નિષ્પાપ જીવન ગાળતા હતા. શેઠને એકનાથ સંત પાસે લાવ્યા. સંતને વંદન કરીને શેઠ તેમની પાસે બેઠા. સંતને પૂછયું–મહારાજ! આપને એક પ્રશ્ન પૂછું? સંતે કહ્યું પૂછો. એટલે શેઠે પૂછયું મહારાજ! આપ આ કપટ ભરેલા સંસારમાં રહીને નિષ્પાપ જીવન કેવી રીતે ગાળો છો? એ મને સમજાતું નથી. એકનાથે કહ્યું—એ વાત હું તમને પછી સમજાવીશ. એ વાત જવા દે. પણ મને જ્યોતિષનું સારું જ્ઞાન છે. તે તમારા ભાગ્યમાં કેવું સુખ છે? તમારું ભવિષ્ય કેવું છે? તમારે હાથ બતાવે તે હું તમને બધું જોઈ આપું. આ સાંભળીને શેઠ તે ખુશ ખુશ થઈ ગયા ને મહારાજના હાથમાં પિતાને હાથ મૂક્ય.
મહારાજ શેઠની હસ્તરેખા જોઈને કહ્યું-શેઠજી! તમારું આયુષ્ય સાવ ટૂંકું છે. આજથી એક મહિનામાં તમારું મૃત્યુ થશે. આ સાંભળીને શેઠ તે ગભરાઈ ગયા. કંઈપણ બોલ્યા ચાલ્યા વગર સીધા પોતાની હવેલીએ ચાલ્યા ગયા. શૂનમૂન થઈને પલંગ ઉપર સૂઈ ગયા. છાતી થડથડ થાય છે. બસ, હવે હું મરી જઈશ. તમને પણ મરણનો ડર તો લાગે છે ને ? સૂયગડાયંગ સૂત્રમાં ભગવાન કહે છે કે પ્રાણી માત્રને મૃત્યુને ભય તે રહે છે. મરણ કેઈને છેડતું નથી,