________________
કરે
શારદા બિર આપવું જોઈએ. હું જીવીશ તે પણ શું કરી શકવાને છું? રાજા જીવશે તે પ્રજાનું પાલન કરશે. મુસ્લીમ રાજાના હાથમાંથી આપણું રાજ્ય છેડાવશે. આવા રાજાને માટે જે કરવું પડે તે કરવા તૈયાર છું. મને તેમાં આનંદ છે. તું જરા પણ ચિંતા ન કરીશ. ઉગાના શબ્દો સાંભળી પુત્રને બાથમાં લઈને બેલી ઉઠી કે શાબાશ બેટા શાબાશ! તારી હિંમત જોઈને હું ખુશ થઈ છું, તું જલદી જઈને દુશ્મનના દુર્ગને પાયામાંથી ઉખેડી નાખજે.
આમ કહીને માતાએ ઉગાને રાજકુમારનો પોશાક પહેરાવી ઉગાને લઈને દેવાયતની સ્ત્રી એટલે એ સૌરાષ્ટ્રની સતીદેવી, તેણે નવઘણના રૂપમાં હસતે મુખડે ઉગાને કહ્યું કે નવઘણ! આ બાદશાહના માણસે તને લેવા આવ્યા છે. તને ન આપું તે અમે વગર મતે મરી જઈએ, તારું રક્ષણ કરવા જતાં મારા પતિને જેલમાં જવું પડયું. પગમાં સારડીઓ મૂકાણી, અમે કેટલું સહન કરીએ ? ત્યારે ઉગાએ પણ કહ્યું-બ ! તમે મને રાખ્યો એટલે તમારે મહાન ઉપકાર માનું છું. મારી માતા હોત તે મને મરવા થેડી એકલત! તમને દુઃખી કરીને મારે જીવવું નથી. હું જાઉં છું. એમ કહીને ઉગે હસતે મુખડે સૂબાના માણસો સાથે જવા ચાલી નીકળે. દેવાયતની પત્નીએ પણ આ પિતાને પુત્ર નથી પણ નવઘણ છે તેવી સબાના માણસને ખાત્રી થાય તે રીતે શબ્દો કહ્યા. આવનાર માણસેને પણ ખાત્રી થઈ કે આ નવઘણકુમાર જ છે.
નવઘણના રૂપમાં ઉગાને લઈને માણસે જુનાગઢ પહોંચી ગયા. દેવાયતને ખબર મળ્યા કે સુબાના માણસે રા'નવઘણને લઈને આવી ગયા છે. આ સાંભળી દેવાયતના મનમાં શંકા થવા લાગી કે મારી પત્ની સ્ત્રી જાતિ છે. એકને એક પુત્ર છે તે પુત્રના મેહમાં પડીને નવઘણને તે નહીં મેક હેય ને ? તે મારી બધી મહેનત વ્યર્થ જશે. બીજી ક્ષણે વિચાર આવ્યો ના...ના. મારી પત્ની પુત્રના મિથ્યા મોહમાં પડે તેવી નથી. સાચી ક્ષત્રિયાણ છે. પુત્રના પ્રેમને તિલાંજલી આપી તેણે જરૂર ઉગાને મોકલ્યો હશે. થોડીવારમાં સૂબાએ દેવાયતને ભર સભા વચ્ચે બેલા. ત્યાં નવઘણના વેશમાં તેણે પિતાના પુત્ર ઉગાને છે. તેથી તેને આનંદ થયો. પિતાપુત્રની દષ્ટિ મળી. બંનેએ નેત્ર દ્વારા વાત કરીને આનંદ માન્યો. દેવાયતના મુખ ઉપર આનંદની રેખા જાણે સ્પષ્ટ દેખાઈ આવતી હતી. સૂબાએ પૂછયું આ નવઘણ જ છે ને ? દેવાયતે કહ્યું-હા, એ નવઘણ છે. તરત જ સૂબાએ કોધથી દાંત ચકચાવીને તલવારના એક ઝાટકે નવઘણના રૂપમાં રહેલા ઉગાનું માથું ધડથી જુદું કર્યું. પિતાની નજર સમક્ષ પોતાના પુત્રનું ખૂન થાય છતાં મુખ ઉપર સહેજ પણ
લાનિ ન આવવા દેવી. સહેજ આંચકે પણ ન આવવા દે તે કંઈ જેવી તેવી વાત નથી. સુબાના માણસે દેવાયત સામે મીટ માંડીને બેઠા હતા. જે હેજ આંચકે.