________________
શારદા પર
કહી આવે તે પણ પકડી પાડે. દેવાયતની નજર સમક્ષ ઉગાનું મસ્તક ધડથી જુદું કરી સૂબો મનમાં હરખાય કે હાશદશમનનો દીકરો મરા. હવે મને કેઈનો ડર નથી. - “ઈર્ષ્યાએ વર્તાવેલો કાળો કેર દેવાયતનો ભાઈ ખૂબ ઈર્ષ્યાળુ હતે. આટલું કરવા છતાં તેનું વૈર પૂરું ન થયું એટલે તેણે સૂબાને કહ્યું કે દેવાયતની પત્ની એટલે મારી ભાભી આવીને તલવારની આણ વડે પિતાની જાતે નવઘણની આંખના રન બહાર કાઢી આંખમાં સૂરમે આંજી પગમાં પગરખાં પહેરીને નવઘણની આંખે પગ નીચે મૂકીને ખૂંદે તે સમજવું કે આ નવઘણ છે. જે એમ ન કરે તે આ દેવાયતને પુત્ર છે એમ માનજો. તરત સૂબાએ માણસ મોકલી દેવાયતની પત્નીને બેલાવીને કહ્યું કે જે આ સાચે જ નવઘણ હોય તો તમે આંખમાં સુરમે છે, પગમાં પગરખા પહેરી તેના માથા ઉપર ઉભા રહી તેની આંખોના રત્ન કાઢી તારા પગ નીચે ચગદી નાંખ. તે જ હું માનું કે આ નવઘણકુમાર છે. બાકી મને વહેમ છે કે આ નવઘણને બદલે તારો પુત્ર છે.
આકરી કસેટીમાંથી પસાર થયેલી વીરાંગના”. દેવાયતની પત્નીના માથે ધર્મસંકટ આવ્યું. હવે શું કરવું? આ સંકટમાંથી પસાર થવા માટે હિંમત રાખે છૂટકે છે. વીરનારીએ વિચાર કર્યો કે મારો પુત્ર મરાય. પુત્ર વિનાની હું થઈ ગઈ. જેના રક્ષણ માટે મારા એકને એક લાડીલાને ભેગ આપી દીધો. જે હવે હિંમત હારીશ તે એને પણ ભેગ આપવા પડશે. એણે પ્રભુને પ્રાર્થના કરી. હૃદય ઉપર શીલા મૂકીને આંખમાં સૂરમે આં. પગમાં જુત્તા પહેરી પિતાના વહાલસોયા પુત્રના શબ પાસે આવીને હર્ષભેર મસ્તક ઉપર પગ મૂકી છરી વડે તેના નેત્ર કાઢી પગની પાની નીચે ચગદી નાંખ્યા. છતાં આંખમાં આંસુ કે મુખ ઉપર સહેજ પણ ઉદાસીનતા ન આવવા દીધી. તેથી સૂબાને ખાત્રી થઈ કે જે આ તેને પુત્ર હતા તે દેવાયતની પત્ની આવું કઠોર કૃત્ય ન કરી શક્ત. સ્ત્રી જાતિનું હૃદય કમળ હોય છે. હૈયું હાથ ન રહે ને આંખમાં આંસુ આવ્યા વિના ન રહે. પણ દેવાયતને પુત્ર નહિ નવઘણ જ છે તેની ખાત્રી થતાં સૂબાને શાંતિ થઈ કે હાશ, હવે દુશ્મનને કાંટે ગયે. દેવાયતને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યું. પતિ-પત્નીએ છૂટકારાને દમ ખેંચ્યું ને તેમને નવઘણની સલામતીથી જાણે દુનિયાનું રાજ્ય મળ્યું ન હોય તેટલે આનંદ થયે. પતિ-પત્ની હર્ષભેર પોતાને ઘેર આવીને નવઘણને ભેટી પડ્યા. નવઘણ હવે શિશુ અવસ્થા વટાવી યુવાનીના પ્રાંગણમાં પ્રવેશ કરી ચૂકે છે. દેવાયત નવઘણને જુનાગઢની ગાદીએ બેસાડવા માટેના ઉપાયે શોધવા લાગ્યું. પણ આ રાજા પાસે મેટું સન્ય લઈને બાર વર્ષ સુધી લડવામાં આવે તે પણ જુનાગઢને જીતવું મુશ્કેલ છે.
નવઘણને રાજા બનાવવા દેવાયત ખૂબ ચિંતામાં રહેતા હતા. છેવટે તેણે દરવાજાના