________________
૩૬૯
શારદા શિખર મારું મૃત્યુ નજીક છે. તેમ જેને અઢાર પાપનું કેન્સર થયું તેને દુર્ગતિમાં જવું પડે છે. એવું જે જીવને સમજાય તે પાપ કરતે પાછા હટે.
પિલા શેઠ તે પ્રજી ઉઠયા છે. નથી ખાતા–પીતાં કે નથી દુકાને જતા. એને મૃત્યુ સિવાય બીજું કંઈ દેખાતું નથી, એતે હાથમાં માળા લઈને હે ભગવાન ! મારું શું થશે? રામ રામ નામની માળા જપે છે. આ રીતે ભગવાનનાં નામ સ્મરણમાં શેઠના ૨૮ દિવસ પૂરા થયા. ઓગણત્રીસમાં દિવસે એકનાથજી મહારાજ શેઠની પાસે આવ્યા. તે શેઠ પલંગમાં સૂતા સૂતા હેરામ... હે રામ! એમ ભગવાનનું નામ સ્મરણ કરતા હતા. મહારાજે પૂછયું-શેઠજી! કેમ છે? ત્યારે શેઠે કહ્યું મહારાજ! હે તે હવે જવાની તૈયારીમાં છું. ચોવીસ કલાકને મહેમાન છું. ત્યારે મહારાજે કહ્યું શેઠજી ! તમે મને કહે કે આ ૨૮ દિવસમાં તમે કેટલા પાપ કર્યો ? કેટલું જ હું બેલ્યા? દગા–પ્રપંચ કરી કેને કેને છેતર્યા ? શેઠ નમ્ર સ્વરે બેલ્યા. મહારાજ ! માથે મત ઝઝૂમતું હોય ત્યાં પાપ કર્મ સૂઝે ખરું? ૨૮ દિવસમાં મેં દગા-પ્રપંચ, અસત્ય, છેતરપિંડી આદિ એક પણ પાપ કર્યું નથી. અરે! ધંધ કર્યા નથી, ખાધું પીધું પણ નથી. ૨૮ દિવસમાં રામનું નામ લીધું છે. બીજું કંઈ કામ કર્યું નથી.
એકનાથ મહારાજે કહ્યું-શેઠજી ! મારું પણ તમે એમ જ સમજે. હું હંમેશા રાત-દિવસ તને મારા માથે બેઠેલું નિહાળું છું પછી મારાથી પાપ થાય ખરું? પણ શેઠજી! તમારે હાથ લા. ફરીને જોઈ દઉં. કદાચ મારી ભૂલ થઈ હોય ? મહારાજે શેઠને હાથ જોઈને કહ્યું શેઠજી! તમારી હસ્તરેખા જોવામાં મારી ભૂલ થઈ છે. હજુ તે તમારું આયુષ્ય ઘણું લાંબુ છે. પણ તમે ર૯ દિવસ સુધી મૃત્યુને નજર સમક્ષ રાખ્યું તે કેટલા પાપથી બચી ગયા ! હવે તમે આ રીતે જીવન જીવજે. શેઠ મહારાજને કહેવાનો મર્મ સમજી ગયા કે મારું મૃત્યુ મહિનામાં થવાનું ન હતું. પણ મારું જીવન સુધારવા મને પાપમાંથી બચાવવા માટે મહારાજે આવું કહ્યું. પછી શેઠ સમજી ગયા ને પવિત્ર જીવન ગાળવા લાગ્યા. લક્ષ્મીને મોહ ઉતરી ગયે. ખરેખર, મૃત્યુ નજર સમક્ષ રહે તે માનવ પાપરહિત જીવન જીવી શકે છે. મેં તે ધનના ઢગલા કરવા માટે જિંદગીમાં પાપના કામ કર્યા પણ ધર્મના કામ કર્યા નહિ. શેઠને કરેલા પાપને પશ્ચાતાપ થવા લાગે. કર્યો ધરમ કેરા કર્યા નહિ આ હાથથી છૂટતી નથી લક્ષમી ભેગી કરી જે પાપથી, કેઇ આપ મને સન્મતિ યા લઈલે મારી સંપત્તિ, આ હાલત માં જે હું મરું તે થા મારી અવગતિ આ ધનના ઢગલામાં મને શાંતિ નથી. શાંતિ નથી.
અહો ! પાપમાં રચ્યાપચ્ચે રહીને લક્ષમી ભેગી કરી પણ કઈ દીન-દુખીની સેવામાં મેં સદુપયોગ ન કર્યો. અરે, ધર્મના કામમાં વાપરી નહિ. એકનાથજી જેવા