________________
શારા શિખર લાગી. પિતાની દીકરીને બહારનું દૂધ પીવડાવી ઉછેરવા લાગી. એકની એક વહાલ સેથી દીકરીને દૂધપાન કરાવવાનું છેડાવીને નવઘણકુમારને પ્રેમથી દૂધપાન કરાવે છે. ગમે તેમ તે ય નવઘણ રાજકુમાર હતું. બાળપણમાંથી એનું શુરાતન પરખાઈ આવે છે. એ બે વર્ષને થતાં બહાર રમવા જાય ત્યારે લાકડાની તલવાર બનાવી બીજા છોકરાઓની સાથે લડતે. ને હું રાજા છું. હે જી એવી રમત રમતો. દેવાયતે તેને ભણાવવા માટે એક વૃદ્ધ અને ગંભીર બ્રાહ્મણને રાખે. તેની સાથે ઉગે અને જાહલ પણ અભ્યાસ કરતા. તેમાં નવઘણની બુધ્ધિ તે કઈ એર હતી. ગુરૂ તેને જેટલું ભણાવે તેટલું તરત યાદ રહી જતું. ફરીને ગોખવાની જરૂર પડતી નહિ. નવઘણ, ઉગે અને જાહલ ત્રણે સગા ભાઈ બહેનની જેમ રહેતાં હતાં, પણ આ નવઘણ તે ક્યાંય પે રહેતો નથી. કહેવત છે ને કે “કમ છુપે નહિ ભભૂત લગાયા.”
નવઘણને આહીરના ગામડીયા જેવા કપડાં પહેરાવતાં. તે પણ તેના લલાટ ઉપરથી જણાઈ આવતું કે આહીરના બાળવેશમાં આ કઈ રાજકુમાર છે. વાદળમાં ચંદ્ર ને સૂર્ય છૂપા રહેતાં નથી તેમ આ નવઘણકુમાર પણ છૂપ નથી રહેતું. મોટો થતાં જંગલમાં જવા લાગે. જંગલમાં જતો ને સિંહ જેતે ત્યારે સિંહની સામે બાથ ભીડતે. આજ સુધી ગુપ્ત રાખેલું રત્ન હવે પ્રકાશમાં આવ્યું ને દેવાયતને ચિંતા થવા લાગી. નવઘણને ઘરમાં ગુપ્ત રાખવા જાય છે પણ એને ઘરમાં પૂરાઈ રહેવું હવે ગમતું નથી. એને ઘોડા ઉપર બેસવું, જંગલમાં જઈ વાઘ-સિંહનો શિકાર કરે આવી સાહસ ભરેલી જિજ્ઞાસાએ તેને વધવા લાગી. કયારેક દેવાયતની નજર ચૂકાવી તે એકલો જંગલમાં ચાલ્યા જતો એકાદ વાઘ સિંહનો ભેટે થાય તો તેને મારી આવતું હતું. આ રીતે નવઘણ દેવાયતને ઘેર ખૂબ લાડકોડથી ઉછરી રહ્યો છે. દેવાયતને પિતાના રાજાનું રક્ષણ કરવાનો મોકો મળે તેથી ખૂબ આનંદ છે. પણ એ ક્યાંય છૂપો રહેતો નથી. અનંગપાળ રાજાને આ વાતની ખબર ન પડે તે માટે દેવાયતને સતત ચિંતા રહે છે.
દેવાયતની કસોટી) દેવાયત નવઘણકુમારનું રક્ષણ કરે છે. એક વખત તેના ભાઈ સાથે દેવાયતને કઈ બાબતમાં સહેજ તકરાર થઈ. દેવાયત પોતાની જાતથી કેઈનું બને તેટલું ભલું કરી છૂટે તે પરગજુ હતા. ત્યારે તેનો ભાઈ એટલો સ્વાર્થી હતા. દેવાયત શાંત, ગંભીર અને વિચારશીલ હતું. ત્યારે તેનો ભાઈ ક્રોધી, છીછરાપેટનો અને અવિચારી કામ કરનાર હતું. એક માતાના ઉદરમાં આળોટેલા, એક માતાના દૂધ પીધેલા છતાં બંનેમાં કેટલો ફેર છે.
એક બાપના બે બેટડા, ગુણમાં હેએ ફેર, ઉદરમાં અમૃત જીવન, મરણ પ્રગટયું ઝેર,