________________
શારદા શિખર
1 કપ બં. એટલે બંગલે. તમે જેમાં વસો છે તે તમારા બંગલે તમને શું સૂચન કરે છે? હે જી ! હું ઇંટ, માટી, ને ચુનાનો બનેલે અંડેર છું. પણ જે મનુષ્ય મારામાં આવીને વાસ કરે છે તેને બહારના વરસાદ, વાવાઝોડું, ચોર, ઠંડી-ગરમી આદિ ઉપાધિઓથી બચાવીને તેમનું રક્ષણ કરું છું. અને બાહ્ય શાંતિ આપું છું. બંધુઓ ! બંગલે તે જડ છે અને નાશવંત છે છતાં આટલું કરે છે. તે આપણે આપણુ શાશ્વત ઘરમાં વાસ કરીએ તે અસીમ, અલૌકિક, ને અવર્ણનીય સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ. માટે આપણે શાશ્વત બંગલા રૂપી મોક્ષ પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે.
ધઃ એટલે ધર્મમાં તત્પરતા. આ પૃથ્વી જેની પથારી છે, આભ જેની ચાદર છે, દિશાએ જેના વસ્ત્ર છે એવા નિરાધાર અને નિર્ધન મનુષ્ય કરતાં તમારી પાસે ઘણું સાધન અને સંપત્તિ છે. તમે સુખેથી ખાઈ પીને મોજ કરે એટલું તે તમને મળ્યું છે. વિચાર કરે કે એ બધું જેના પ્રતાપે મળ્યું છે? પુણ્યથી. તે વિચાર કરે. પુણ્ય કોનાથી ઉપાર્જન કર્યું? ધર્મથી. જે ધર્મ લૌકિક સુખ આપી અને લેકત્તર-શાશ્વત સુખ અપાવે છે તે ધર્મને કદી ભૂલાય ? ધર્મ એ તે આત્માને સાચ બંધ છે મિત્ર છે. એ સુખમાં ને દુઃખમાં સદૈવ સાથે રહેનાર છે. જે તમે દુઃખમાં કે સુખમાં શાંતિથી જીવી શકતા હો તો તે ધર્મનો પ્રતાપ છે. માટે તમને ભૌતિક સુખ ગમે તેટલું મળે છે તેમાં લીન નહિ બનતાં ને દુઃખમાં દીન નહિ બનતાં. સુખ અને દુઃખમાં સદા ધર્મમાં તત્પર રહે.
ન : એટલે નમ્રતા, જીવનમાં નમ્રતા લાવે. જેમ સિગ્નલ ચાલુ હોય તે ગાડી ટેશનમાં પ્રવેશ કરી શક્તી નથી. તેમ આપણા જીવનમાં પણ અહંકાર રૂપી સિગ્નલ ચાલુ હશે તે આપણું આત્મા રૂપી ગાડી મક્ષ રૂપી સ્ટેશનમાં પ્રવેશ કરી શકશે નહિ. જીવનમાં નમ્રતા અને વિનય હશે તે ક્ષમા-સરળતા, જ્ઞાન આદિ ગુણોની પ્રાપ્તિ કરી શકીશું. અને નરમાંથી નારાયણ, અને અપૂર્ણ માંથી પૂર્ણ બની શાશ્વત સુખના સ્વામી બની શકીશું.
બંધુઓ! આ તે આપણે ભાવ રક્ષાબંધનની વાત કરી. રક્ષાબંધનના પાંચ અક્ષરમાં ગૂઢ ભાવાર્થ રહે છે. એને આપણે બરાબર સમજીએ, એના ઉપર વધુ ચિંતન-મનન કરીએ તે નવા નવા ભાવ પ્રાપ્ત થાય. અને રક્ષાબંધનનું સાચું મહત્વ સમજી શકાય અને આત્માની રક્ષા કરી શકાય છે. હવે તમને રક્ષાબંધન ઉપર એક એતિહાસિક કહાની કહું છું.
(શ્રોતાઓની અત્યંત માંગણી છે કે પૂ. મહાસતીજી નવઘણનું કહે ને! અમારે