________________
ખર
ચારવા
રૂપાં
તા રા’નવઘણનું સાંભળવું છે. તે પૂ. મહાસતીજી કહે કે-ભાઈ એ ! તે તે ઘણીવાર કહી ચૂકી છું. હા. પણ આજે તે જ ફરમાવેા. અમારે એ જ સાંભળવુ છે.) “ શ્રોતાઓની ખૂબ માંગણીથી ચાલુ કરેલી કહાની” :
રા'નવઘણુ જુનાગઢના રાજપુત્ર હતા. અહી બેઠેલા ભાઈ આ ને બહુનામાં ઘણાં સૌરાષ્ટ્રના વતની છે. એ સૌરાષ્ટ્રને કેવા વીર હતા, તેના જન્મ કેવી રીતે થયા. તેનું નામ નવઘણુ કેમ પડયું ને કેને ત્યાં કેવી રીતે માટા થયા તે વાત ખૂબ જાણવા જેવી છે.
જુનાગઢની ગાદીએ રાધ્યાસ નામના રાજા રાજ્ય કરતા હતા. તેનું બીજુ નામ મહિપાળ રાજા હતું. જુએ, નામ કેવું સુંદર છે! મહિ+પાળ. મહિ એટલે પૃથ્વી. જે પૃથ્વીનું પાલન કરે તે મહિપાળ. આ મહિપાળ રાજાને ત્રણ રાણીઓ હતી. તેમાં એક સેાનલદેવી અને ખીજી સેાલ કીરાણી. આ બે મુખ્ય રાણીઓ હતી. આમ તે મહિપાળ રાજા બધી રાણીએ ઉપર સરખી પ્રીતિ રાખતા હતા. પણ સાનલરાણી ખૂબ પવિત્ર હતી અને રાજાની સેવામાં ખડે પગે તત્પર રહેતી. અને તેની બુધ્ધિ ખૂબ તીવ્ર હતી. આ રીતે સેવા અને બુધ્ધિમાં સાનલદેવી શ્રેષ્ઠ હતા. એટલે મહિપાળ રાજાની તેના પ્રત્યે વધારે પ્રીતિ હતી. તેના ઉપર રાજાના ચારે હાથ હતા. એ એક કુદરતના નિયમ છે કે જેનામાં વિનય, નમ્રતા, અને સેવાનો ગુણ હોય છે તેના પ્રત્યે સામી વ્યક્તિને કુદરતી રીતે આકષ ણુ થાય છે. કમળમાં સુવાસ હાય છે તે ભ્રમર વગર ખાલાવ્યે તેની પાસે દોડીને જાય છે. કમળ ભ્રમરને ખેલાવવા જતું નથી. તેમ ગુણવાન મનુષ્યને કાઈને પાતાની પાસે આવા તેમ કહેવાની જરૂર નથી. પણુ કુદરતી રીતે સામી વ્યક્તિ તેના ગુણાથી આકર્ષાય છે. સાનલદેવીનાં ગુણ પ્રત્યે રાજાને ખૂબ અનુરાગ હતો. જેવું તેનું રૂપ તેવા તેનામાં ગુણા હતા. એ ખેલે તો જાણે કુલડાં ઝરે તેવુ તેનું મુખ હતું. રાજાના સેાનલદેવી ઉપર ચારે હાથ હતાં. સોનલદેવી મહિપાળ રાજાની માનીતી હતી પણ પોતાની બધી બહેનો પ્રત્યે પ્રેમ રાખતી હતી. તેના દિલમાં કાઈ પ્રત્યે દ્વેષ કે ઈર્ષ્યા ન હતી. પણ રાજા તેને ખૂબ માન આપતા હતા એટલે ખીજી રાણીઓને તેના પ્રત્યે ઈર્ષ્યા રહેતી.
મહિપાળ રાજાને ત્રણ ત્રણ રાણીઓ હતી પણ એકેયને હજુ સુધી સતાન ન હતું. ગાદીનો વારસ ન હોવાથી રાજાને ખૂબ ચિંતા રહેતી. સંતાન માટે રાજા પ્રભુને પ્રાથના કરતા. સમય જતાં સાનલદેવી ગ ́વતી થઈ નવ માસ પૂરા થયે તેણે પુત્રને જન્મ આપ્યા તેથી હુ ભેર દાસી રાજાને વધામણી આપવા ગઈ. રાજાએ તેને ન્યાલ કરી દીધી અને કુટુંબીજનોને બેલાવીને કહ્યું કે મંગલ ગીત ગવડાવા, મંગલ વાજિંત્રો વગડાવા, બંદીવાનોને છૂટા કરા, રાજ્યમાં દશ દિવસ માટે ટેકસ