________________
વ્યાખ્યાન નં-૩૬ શ્રાવણ સુદ ૧૫ ને સોમવાર “રક્ષાબંધન
તા. ૯-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો !
જગતના ત્રિવિધના તાપને હરનાર, ડૂબતાને તારણહાર, એવા શ્રીજિનેશ્વર ભગવંત મોક્ષને માર્ગ બતાવતાં ફરમાવે છે કે હે ભવ્ય જીવો! અનંતકાળથી જડના સંગે ચઢીને પરભાવમાં પડી સંસાર ચક્રમાં પરિભ્રમણ કરી છે. એ પરિભ્રમણને અંત લાવ હોય તે મન-વચન અને કાયાના વેગને ધર્મમાં પ્રવર્તા, કારણ કે મન-વચન અને કાયા એ ત્રણ યોગે કર્મબંધન કરવાનું કારખાનું છે. એ ત્રણ એગો એકએકથી ચઢીયાતા છે. કારણ કે એકલી કાયાથી અલ્પ કર્મ બંધાય છે. એકેન્દ્રિયના છને એકલી કાયા છે. એકેન્દ્રિયના છ વધારેમાં વધારે જે કર્મ બાંધે તે એક સાગરની સ્થિતિનું બાંધે છે. બેઈન્દ્રિય, તેઈનિદ્રય, ચૌરેન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિયને કાયા અને વચન બે યોગ છે. તે જીવો જો કર્મ બાંધે તો વધુમાં વધુ એક હજાર સાગરોપમની સ્થિતિનું બાંધે છે અને જેમને મનગ છે તેવા સંસી પચેન્દ્રિય છો જે વધારેમાં વધારે તીવ્ર રસે કર્મ બાંધે તે તે ૭૦ કોડાકોડી સાગરેપમની સ્થિતિનું કર્મ બાંધે છે.
અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે “મન પર્વ મનુષri fધ મોક્ષ દુષ્ટ મન જીવને કર્મબંધ કરાવે છે. શુભમન કર્મબંધનથી મુક્ત કરાવવામાં સહાયક છે. પણ મેક્ષે જવામાં કારણભૂત તે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ છે. મન-વચન અને કાયા એ ત્રણ ગે સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચને હોય છે. આ મનુષ્ય ભવ જન્મજરા અને મરણની સાંકળ તેડાવીને મોક્ષના ઉંચા સ્ટેજ ઉપર આત્માને લઈ જવા માટે મળે છે. જે આત્મા સવળે પુરૂષાર્થ ઉપાડે તે મોક્ષનાં અનંત સુખે પામી શકે છે. જ્ઞાની કહે છે આત્મા ! હવે તારે નરકગતિનાં દુઃખ વેઠવા ન જવું હોય તે સિધ્ધાંતના સહારે ચાલ. આ કાળમાં સિધિના સોપાને ચઢવા માટેની જો કે સીડી હોય તે વીતરાગ પ્રભુની વાણું છે. એ વાણીને સહારે લઈને સદ્ગુરૂઓ તમને મુક્તિને રાહ બતાવે છે. એ વાણીના પ્રરૂપનાર ભગવાન કેવા હતા? “તિનાણું તારયાણુંપિતે સંસાર સમુદ્રને તર્યા અને ભવ્ય અને તરવા માટે માર્ગ બતાવતાં ગયા છે. એ પ્રભુને આપણું ઉપર કે મહાન ઉપકાર છે! એમની વાણી પ્રત્યે આપણને કેવું બહુમાન હોવું જોઈએ ! બોલે, તમે કેનું બહુમાન કરશે? વીતરાગ પ્રભુની વાણીનું કે પછી લહમીદેવીનું? જીવ લક્ષ્મીનું અને લક્ષ્મીવાનનું બહુમાન કરે છે તેટલું વીતરાગવાણીનું અને વીતરાગી સંતન ૫.