________________
૨૩૮
શારદા શિખર
શેઠાણું શેઠને ખૂબ સમજાવીને થાક્યા પણ શેઠ સમજ્યા નહિ. ક્યારેક એકલા બેઠાં બેઠાં શેઠાણી એ પ્રશ્ચાતાપ કરતા હતા કે અહો ! મારા પુણ્યમાં કેવી ખામી છે કે મારા પતિ ધર્મ સમજતા નથી. મારા પતિ ધર્માત્મા બને તે હું સાચી પુણ્યવાન છું. ધમષ્ઠ સ્ત્રી ધર્મ પ્રેમી પતિ નથી મળ્યો તેમાં પુણ્યની ખામી સમજે છે. આનું કારણ તમને સમજાય છે? “સંસાર સુખને રસી જીવ ભૌતિક સુખની સામગ્રી ન મળે તે એમ માને છે કે મારા પુણ્યમાં ખામી છે.
જ્યારે ધર્મપ્રેમી જીવ ધર્મ સામગ્રી ન મળે તે એમ માને છે કે મારા પુણ્યમાં ખામી છે.”
આ ઉપરથી તમે સાચા ધર્મપ્રેમી છે કે નહિ તેનું માપ નીકળે છે. ધર્મની સામગ્રી મળી છે પણ શ્રીમંતાઈ નથી મળી તે પુણ્યની ખામી લાગે છે. જે એ ખામી લાગતી હોય તે સમજી લેજે કે તમે સંસાર સુખના રસીક છે. પણ ધર્મપ્રેમી નથી. અને આ શેઠાણીની જેમ કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં ધર્મના અભાવે પુણ્યની ખામી છે એમ લાગતું હોય તો સમજી લેજે કે અમે ધર્મપ્રેમી છીએ.
પૂર્વના પુણ્યથી મળેલા ભૌતિક સુખે ગાડી-બંગલે એ બધું ભેગવવાથી કાંઈ સદ્ગતિ મળવાની નથી, કે તેનાથી પુણ્ય થવાનું નથી. પણ પુણ્યથી મળેલી સામગ્રીથી જે ધર્મ થાય છે તે સદ્ગતિ અને પુણ્ય બંને અપાવનાર છે. ૫ગલાનંદી છે. ભલે ભૌતિક સુખમાં આનંદ માને પણ સાચું સુખ તે ધર્મ સાધના કરી આત્માનંદી બનવામાં છે. આત્મામાં જે સુખ રહેલું છે તે બહાર નથી. પેલા શેઠાણી શેઠની ચિંતા કર્યા કરે છે પણ શેઠ સાહેબ સમજતાં નથી. એક વખત એવું બન્યું કે એક મહાન જ્ઞાની પવિત્ર સંત ગામમાં પધાર્યા. શેઠાણી તેમને વંદન કરવા ગયા. વંદન કરતાં કરતાં શેઠાણીની આંખમાં આંસુ સરી પડયા. શેઠાણીની આંખમાં આંસુ જોઈને સંત પૂછે છે બહેન! તારી આંખમાં આંસુ કેમ છે ? ત્યારે શેઠાણીએ શેઠ સબંધી વાત કરી. ત્યારે સંતના મનમાં પણ થયું કે આ શ્રાવિકા કેટલી ધમીંઠ છે કે એને પતિ ધર્મ નથી પામ્યો તેનું તેના દિલમાં કેટલું દુઃખને ખેદ છે ! શેઠાણીએ કહ્યું. ગુરૂદેવ આપ ગમે તેમ કરીને મારા પતિને ધર્મ પમાડો તો મારા આત્માને સંતોષ થાય.
દેવાનુપ્રિય! આવી ધર્મના તલસાટવાળી પુણ્યવંતી શ્રાવિકાઓ આ પૃથ્વી ઉપર છે. સંતે શેઠાણને કહ્યું–બહેન! શેઠને કહેજે કે મહારાજશ્રીને આપનું ખાસ કામ છે. માટે એક વાર આવી જાય. સંતના સંદેશાથી શેઠને થયું કે મને સામેથી કામ કહેવરાવ્યું છે તો હું જાઉં. તેથી શેઠ ગયા. ગુરૂદેવને વંદન કરીને કહ્યું કે મહારાજ આપ મને સેવા ફરમાવે. મહારાજે કહ્યું-શેઠ! આ મારી એક લાકડી છે તે તમારા