________________
શારદા શિખર
૩૩૯ ઘેર લઈ જાઓ. સાચવીને તમારે ઘેર મૂકી રાખજો. હું હવે ઉંમર લાયક થયે છું. મારું આયુષ્ય કયારે પૂરું થાય તે ખબર નથી. તે હું જ્યારે કાળધર્મ પામી જાઉં ત્યારે આ લાકડી તમારે મને પરભવમાં પહોંચાડવાની છે. એટલે તમે આવે ત્યારે આ મારી લાકડી ભેગાં લેતા આવજો. આ સાંભળીને શેઠના મનમાં થયું કે કેવી પાગલ જેવી વાત કરે છે. શેઠે કહ્યું–મહારાજ સાહેબ ! એ કેવી રીતે બને? પરભવમાં લાકડી હું કેવી રીતે લાવું ? મહારાજે કહ્યું-એમાં તે શું મેટી વાત છે ? તમે તો તમારી આટલી બધી મિલ્કત, હીરા, મોતી, માણેક આટલું બધું લઈને જવાના છે તો મારી આટલી નાની લાકડી લઈ જવી ભારે નહિ પડે. શેઠ કહે. મહારાજ ! કોડની મિલકતમાંથી રાતી પાઈ પણ લઈ જવાનો નથી. મારા બાપદાદાએ મૂકીને ગયા છે તો હું સાથે શું લઈ જવાને છું? સંત કહે-તેમને માલ મિલ્કત ઉપર મેહ નહિ હોય એટલે મૂકીને ગયા હશે ને તમને તે લક્ષ્મીને ઘણે મેહ અને મમતા છે એટલે લઈ જશે. અરે ભગવાન ! કેઈ નથી લઈ ગયા. સૌને છેડીને જવાનું છે. તો પછી અંતકાળ સુધી આટલી બધી મહેનત શા માટે કરે છે ? જરા, વિચાર તો કરે. હું કેણ ને મારું શું ? જરા સાંભળો.
કાવાદાવા કરી કરોડની મિલકત ભેગી કરતાં જે પાપ બંધાણું તે તો કરનારને ભોગવવાનું છે. તેમાં કોઈ ભાગ નહિ પડાવે. શેઠ કહે-ગુરૂદેવ! તદ્દન સાચી વાત છે. મારી પત્ની તો મને ખૂબ કહેતી પણ મને લક્ષમીને એટલે મોહ હતો કે હું એની વાત સાંભળતો નહિ, ને પરલકનો વિચાર પણ કરતો નહિ. આપની વાણું સાંભળીને હવે મને સમજાય છે કે મેં મારી જિંદગી પાપમાં વેડફી. અરે ગુરૂદેવ ! હવે મારું શું થશે ? આટલું બોલતાં શેઠની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે સંતે કહ્યું-શેઠ ! મૂંઝાશે નહિ. જાગ્યા ત્યારથી સવાર સમજી હવે ધર્મની આરાધના કરે. જિંદગીના છેડે સંયમની સાધના થાય તો પણ ઉત્તમ છે. જે સંયમ ન લેવાય તો સંસારમાં રહી બને તેટલી શુદ્ધ ભાવે ધર્મ સાધના કરે. ગુરૂદેવ ! હું સંયમ લઈ શકું તેમ નથી. સંસારમાં રહીને બને તેટલી ધર્મારાધના કરીશ.
સુખલાલ શેઠના મનમાં અપૂર્વ આનંદ થશે. સંતે તેમને બાર વ્રતનું સ્વરૂપ સમજાવ્યું. શેઠે ત્યાં વ્રત અંગીકાર કર્યા. શેઠે ઘેર આવીને વિચાર્યું કે હવે મારે નવે બંધ ના કરે. તેમજ જે જે મિલ્કત છે તેમાંથી ૫૦ ટકા દાનમાં વાપરવી. શેઠ ધર્મ પામ્યા તેથી તેમના મનમાં એમ થાય છે કે આજે હું સાચી લક્ષ્મી પામ્યો. શેઠ હરખાતાં ઘેર આવ્યા ને શેઠાણુને બધી વાત કરી. શેઠાણીનું હૈયું નાચી ઉઠયું. પતિના ચરણમાં પડીને કહ્યું–નાથ ! આજે મારું જીવન અને મારી વર્ષોની ભાવના સફળ બની, પછી બંને સાથે ધર્મારાધના કરતાં જીવન સફળ