________________
સારા શિખર પૂછે છે બહેન ! તારે ઘેર આટલું બધું સુખ છે, કેઈ જાતનું દુઃખ નથી છતાં તારા મુખ ઉપર આનંદ કેમ દેખાતો નથી ? શું કોઈ ખાનગી ચિંતાનું કારણ છે? ત્યારે શેઠાણી કહે છે બહેન ! તારી દષ્ટિએ હું સુખી છું. મને કોઈ જાતનું દુઃખ નથી. શેઠના મારા ઉપર ચાર હાથ છે પણ હું સુખી નથી. સખી પૂછે છે તેનું કારણ શું ? બહેન ! મારા પતિને ધર્મ રૂચતો નથી. હું ઉપાશ્રયે જાઉં છું. ત્યારે વૃધયુવાન અને બાળકને સામાયિક, ઉપવાસ, પૌષધ આ બધી ધર્મક્રિયા કરતાં જોઉં છું ત્યારે મારું હૈયું નાચી ઉઠે છે. ને સાથે અફસોસ થાય છે કે આ બધા કેવા પુણ્યવાન છે છે ! તે સુંદર ધર્મ-આરાધના કરીને પિતાનું જીવન સફળ બનાવે છે, જ્યારે મારા પતિને ધર્મ શબ્દ ગમતો નથી.
શેઠાણી શેઠને ધર્મ પમાડવા ઘણું પ્રયત્ન કરે છે પણ શેઠ કેઈ હિસાબે માનતા નથી. છેવટમાં શેઠાણી કહે છે આપ ફક્ત દર્શન કરીને પાછા વળજો. શેઠ કહે કે મને ટાઈમ જ કયાં છે! અરે શેઠ ! આ બધું સુખ પૂર્વની પુન્નાઈનું છે. પછી તમારું શું થશે તેનો વિચાર કરો. શેઠ લક્ષમીના મદમાં કહી દેતા કે તારે જે ચિંતા કરવી હોય તે કર. અરે, નાથ ! એક વાર તો વ્યાખ્યાનમાં આવે. મહને નશે જેને ચઢયો છે તે શેઠ કહે કે હું ઉપાશ્રયે આવીશ તો તમને હીરાથી કણ શણગારશે ? શેઠાણીના હાડહાડની મીજામાં ધર્મને રંગ હતું. એને સારાં કપડાં અને હીરાના દાગીનાનો મેહ ન હતો. એણે કહી દીધું મને હીરાના દાગીનાનો કે ફોરેનની સાડીને મેહ નથી. જો તમે ધર્મધ્યાન કરતા હો તો મારા માટે ધર્મ ગુમાવીને વહેપાર કરવાની જરૂર નથી. જો તમે ધર્મ આરાધનામાં જોડાવા તો હું તો સાદી બંગડી ને વેજાની સાડી પહેરીશ. અને ઘરકામ હાથે કરીશ. શેઠ કહે કે તમારે હીરાની બંગડી ન પહેરવી હોય પણ જે હીરાની બંગડી હું તમને ન પહેરાવું તો સમાજમાં મારી આબરૂ શી ? તમારે બેસવું છે પણ સમાજ વચ્ચે મારે રહેવું છે ને ? આ રીતે કહીને શેઠાણીની વાત શેઠ તોડી પાડતા. જે કાનેથી સાંભળતો નથી તેને ઉપદેશ શું કરે? શેઠાણી શેઠને ઘણે ઉપદેશ આપે છે પણ જેને ગમતું નથી તેને શું ?
પરિગ્રહની મૂછ ધર્મ તરફની લગની લાગવા દેતી નથી. સંસારની માયા આત્માને ધર્મ તરફ વળવા દેતી નથી. લક્ષ્મીની માયા જીવને એવી આંજી દે છે કે એને બીજું કંઈ સૂઝવા દેતી નથી. જેમ અંધારી રાત્રે રસ્તા ઉપર સામેથી આવતી મેટરનું ડેઝલિંગ લાઈટ આંખ પર પડતાં અંજાઈ જવાથી બીજું કંઈ દેખાતું નથી. તેમ આ સંસારની માયા રૂપી વહાલસોયું કુટુંબ, માન-સન્માન અને પૈસા ટકા રૂપી લાઈટમાં અંજાઈ ગયેલા જીવને કઈ ગમે તેટલું સમજાવે તો પણ ધર્મ કરવાનું તેને મન થતું નથી. સુખલાલ શેઠની આવી દશા હતી.