________________
વાઘ શિખર
ર કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિયે ! આપણામાંથી ગમે તે વ્યકિત જે જાતનું તપકર્મ સ્વીકારીને પિતાના આત્માને ભાવિત કરે તે પ્રમાણે આપણે બધાએ કરવું.
મહાબલ અણગારના છમિત્ર અણગારે મહાબલ અણગારને કહેવા લાગ્યા કે તમે તે અમારા વડીલ છે, પૂજનીક છે. તમારા નિમિત્તથી અમે વૈરાગ્ય પામ્યા ને દીક્ષા લીધી છે તે અહીં પણ તમે જેમ કહેશે તેમ જ અમે કરીશું. આપ જે પ્રમાણે તપ કરશે એ પ્રમાણે અમે કરીશું. એમ નક્કી કરીને છએ અણગારે મહાબલ અણગારને અનુસરે છે. એટલે તે જેમ કહે છે તેમ કરે છે. અને તેમને ખૂબ વિનય કરે છે. છ એ સંતે ખૂબ વિનયવાન અને સરળ હતા. એટલે મહાબલ અણુગારની વાત સ્વીકારી આનંદપૂર્વક તપ અને સંયમ દ્વારા આત્માને ભાવિત કરતાં સરખી સાધના કરવા લાગ્યા. ભગવાન કહે છે હે જીવ! તારે તરવું હોયને બીજાને તારવા હોય તે તેરે તારા જીવનમાં વિનય, નમ્રતા, સરળતા આદિ ગુણ કેળવવા પડશે. તારામાં ગુણ હશે તો બીજાને પણ તું સુધારી શકીશ.
એક શેઠ-શેઠાણી ખૂબ ધમષ્ઠ અને શ્રાવકના ગુણથી શોભતા છે. તેને એક દીકરી છે તે પણ તેવી ધમષ્ઠ છે. દીકરી મટી થતાં શેઠને વિચાર આવે છે કે ધમષ્ઠ ઘર હોય ત્યાં મારી દીકરી પરણાવીશ. શેઠશેઠાણી પિતાની લાડકવાયી, સૌદયવાન, ધર્મની અનુરાગી અને સંસ્કારી પુત્રીના સગપણ માટે મુરતીયાની તપાસ કરે છે. સાથે મુરતીયામાં ને તેના કુટુંબમાં ધર્મને વારસો કેવું છે તેની ઝીણવટથી તપાસ કરે છે. દીકરી ગુણીયલ ને વિનયવંતી છે. ધમીંઠ મુરતી મળતું નથી તેથી મા-બાપની ચિંતા વધતી જાય છે.
આ તરફ એવું બન્યું કે કેઈ અન્ય ધમી યુવાને આ શેઠની પુત્રીને જોઈ એટલે તેને એમ થયું કે આ છોકરીની સાથે જ મારા લગ્ન થાય તે માટે જન્મારે સફળ થાય. એણે આસપાસમાંથી સમાચાર મેળવ્યા કે આ છોકરી કુંવારી છે કે લગ્ન થએલાં છે ? ત્યારે ખબર પડી કે છોકરી કુંવારી છે. તેના મા-બાપ સુરતી શોધે છે. પણ અન્યધમીને તે કઈ કાળે પોતાની પુત્રીને દેવા ઈચ્છતાં નથી. અન્યમના તે કટ્ટર વિરોધી છે. આ વાત જાણીને યુવાન નિરાશ થયા. પણ બીજી ક્ષણે વિચાર કર્યો કે નિરાશ થવાની જરૂર નથી જે તારે એની સાથે લગ્ન કરવા હોય તે જૈન ધર્મી બની જા.
બંધુઓ માણસને જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યકિત પ્રત્યેનો પ્રેમ જાગે છે ત્યારે તેને મેળવવાને તેના દિલમાં તલસાટ જાગે છે. અને તે પિતાના ઈષ્ટને પ્રાપ્ત કરવા માટે કઠીનમાં કઠીન કાર્ય કરવા માટે પ્રેરાય છે, જુઓ, ઈલાચીકુમાર જૈન નગર શેઠને પુત્ર હતો. પણ તેને નટડી પ્રત્યે પ્રેમ જાગે તે નટની વિદ્યા શીખીને