________________
395
શારદા શિખર
कायेन मनसा वाचा, सर्वावस्थासु सर्वदा । સર્વત્ર મૈથુન સાો, ત્રણ પે યાજ્ઞવલ્કય સ્મૃતિ
શરીર, મન અને વચનથી સર્વ અવસ્થાઓમાં સર્વદા અને સર્વત્ર મિથુન ત્યાગને બ્રહ્મચર્ય કહે છે. બ્રહ્મચર્ય એ જીવન છે. અને વીર્ય હાનિ એ મૃત્યુ છે. વેદમાં પણ કહ્યું છે કે “વાચક” બ્રહ્મચર્ય એ તપ છે. દરેક ધર્મમાં બ્રહ્મચર્યની મહત્તા બતાવી છે. તમે રોજ ઉપાશ્રયે આવે છે, સાધુ-સાધ્વીને વંદન કરે છે. ત્યારે તમને એવા ભાવ આવે છે કે હવે હું આમના જે સંયમી બનું! સંસાર સુખની હવે મને ભૂખ નથી. જેના શરણે જાઉં છું તેના જેવા બનું. બેલે, એવા ભાવ આવે છે ? (હસાહસ) વાણીયાના દીકરા પાકા હાય. કદી મગનું નામ મરી ન પાડે. તમને આવા ભાવ નથી આવતા એનું કારણ એ છે કે ત્યાગની ભૂમિમાં સંસારના રંગરાગ ભેગાં લઈને આવે છે. જ્યારે તમારા સંસારના કેઈ પોગ્રામ કે પાટી શેઠ છો ત્યારે ત્યાં ધર્મની વાત કરે છે? “ના”. ત્યાં તે સંસારની વાત હોય. તે ત્યાગની ભૂમિમાં સંસાર શા માટે હોવો જોઈએ ? અહીં સંસારને ગંદવાડ ન હોવો જોઈએ. પહેરવાના કપડાં સ્વચ્છ ગમે છે, શરીર સ્વચ્છ ગમે છે, જમવાનું ભાણું સ્વચ્છ ગમે છે, બેસવાની જગ્યા પણ સ્વચ્છ ગમે છે. તે એક આત્મા મેલે ગમે છે? વર્ષોથી ધર્મ કરે છે. ધર્મના પુસ્તક વાંચે છે પણ ધર્મના સ્વરૂપને સમજ્યા નથી. જ્યારે વીતરાગ શાસન પ્રિય લાગશે. ત્યારે સંસાર ખારો લાગશે. સંસારના ભૌતિક સુખ અને દુર્ગતિમાં લઈ જાય છે.
“સાચું સુખ ક્યાં છે? ધાને મિશહૂ ” આરંભ વગરના ધર્મરૂપી બગીચામાં વિચરવું. પબ્લીક અને પ્રાઈવેટ બગીચાની જેમ અંતરનો પણ એક બગીચે છે. તે ધર્મરૂપી બગીચામાં આત્માને અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. એમાં નથી ધાંધલ કે ધમાલ ! ત્યાં તે શાંતી રૂપી શીતળ હવા લહેરાતી હોય છે. જ્યાં કેઈની નિંદા કુથલી કરવાની કે સાંભળવાની હતી નથી.
એક વખત એક રાજા ધર્મરૂપી બગીચામાં બેઠા હતા. તે વખતે એમને ચલિત કરવા માટે એક માણસ આવે ને કહેવા લાગ્યું કે હે રાજન! તમારી નગરીમાં આગ લાગી છે. ત્યારે રાજાએ શું જવાબ આપ્યો. મારી નગરી તે અંદર છે અને તે શાંત ને શીતળ છે. એને વળી આગ કેવી? બીજી વાર માણસે આવીને કહ્યું કે તમારા ખજાના લુંટાઈ ગયા. ત્યારે રાજાએ કહ્યું કે મારા આત્મિક ખજાના સહી સલામત ને ભરપૂર છે. ત્રીજી વાર માણસે આવીને કહ્યું હે રાજન ! જલ્દી ઉઠે. શત્રુઓ ચઢી આવ્યા છે. ત્યારે પણ રાજાએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો કે હું તે અજાતશત્રુ છું. મારે કઈ દુશ્મન નથી તે પછી ચઢાઈ કેણ કરવાનું છે? આમ આ રાજા