________________
શારદા શિખર
૧૩ ભેદભાવ હોતું નથી. સાધુને તે માત્ર નિર્દોષ આહારની ગવેષણા કરવાના ભાવ છે. જેમ ગાડીને ચલાવવા માટે એંજિનમાં વરાળ એકત્ર કરવાની હોય છે. એ વરાળ એકત્ર કરવા માટે ચાહે લીંબડાના, બાવળના સાગના કે ચાહે ચંદનના લાકડાના કેલસા હોય એની સાથે કેઈ નિસ્બત નથી. એને તે બેઈલરમાં વરાળ એકત્ર કરવી છે. તેમ સાધુને ઊંચ-નીચ કે મધ્યમ કુળમાં ફરતાં રેટ-દાળ-કેદરી કે દૂધપાક ગમે તે મળે એને તે માત્ર ઉદરપૂર્તિ માટે આહારની જરૂર છે. પછી તે આહાર સાત્ત્વિક હોય કે ભૂખે સૂકે હોય તે તેના પ્રત્યે રાગ-દ્વેષ ન હોય.
પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબને એક વખત કડવી દુધીનું શાક પાતરામાં આવી ગયેલું. તેમણે તે તે હસતે મુખડે આહાર કર્યો પણ જ્યારે દાતારને ખબર પડી ત્યારે તેને પસ્તાવાને પાર ન રહ્યો. તે ગુરૂદેવ પાસે આવીને ખૂબ રડી. ગુરૂદેવ કહે કે સાધુ માર્ગમાં મીઠું પચાવવું ને કડવું પણ પચાવવું તે ધર્મ છે. માટે ચિંતા ન કરે. આવા સમર્થ ગુરૂદેવ પાસે દાતારનું શીર મૂકી પડયું. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે સ્ત્રીમુત્તિ મજા, ઢામુના ન રોના સાધુને ઈષ્ટ વસ્તુ મળી જાય તે અભિમાન ન કરે અને ન મળે તે તેને શેક ન કરે. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે : અઢામે વિવાદ ચાલ્કમેવ જ ચેત સાધુ ભિક્ષા મળે તે હર્ષ ન કરે ને ન મળે તે વિષાદ ન કરે.
ટૂંકમાં સાધુની ગૌચરી ખૂબ મર્યાદિત ને વિવેકપૂર્વકની હોય છે. પહેલાં ગરીબને ઘેર ગયાં ને લૂખે સૂકે આહાર મળે અને પછી શ્રીમંતને ઘેર ગયા ત્યાં સ્વાદિષ્ટ આહાર મળે તો લાવ વધારે લઈ લઉં એવું ન કરે પણ એને જોઈએ તેટલો મર્યાદિત અને નિર્દોષ આહાર લાવીને ક્ષુધા વેદનીય શમાવે. આવી ગૌચરી સાધુને નિજરનો હેતુ બને છે. ગાથાના બીજા ચરણમાં કહ્યું છે કે તામિજી નિસાથ gfu, હે મારા શ્રમણ ! તને સંયમમાં સહાયકની ઈચ્છા થાય તે તે શિષ્ય કે કરજે ? કે જે તેને સંયમની સાધના જ્ઞાન ધ્યાન-તપ અને સ્વાધ્યાયમાં સહાયક બને. અને જેમ બને તેમ વધુ ઉંચું ચારિત્ર પાળી કર્મની ભેખડે તેડવાને પુરૂષાર્થ કરીને કલ્યાણ કરી જાય. જ્ઞાન ધ્યાનમાં નિપુણ બુદ્ધિવાળે સાચે સહાયક કરજે. ત્રીજા ચરણમાં શું કહ્યું છે. નિસ મિર્જીગ ાિ હે મારા શ્રમણ ! તું જે સ્થાનકમાં રહે ત્યાં તારો સંયમ સુરક્ષિત રહે તેવા સ્થાનમાં રહેજે. બ્રહ્મચર્યની નવવામાં પહેલી વાડમાં કહ્યું છે કે પહેલી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરૂષોએ સ્ત્રી-પશુ-પંડગ રહિત સ્થાન ભોગવવું. સહિત ભેગવવું નહિ. જ્યાં સાધુ હોય ત્યાં સ્ત્રી અને સાધ્વી હોય ત્યાં પુરૂષ ન હોવો જોઈએ. કહ્યું છે કે
જેમ કર્કટ બચ્ચાને બિલાડીને સદા ભય, તેમ છે બ્રહ્મચારીને, સ્ત્રીના સંસર્ગને ભય.