________________
શારા શિખર હતો. જ્યારે બીજા મિત્રને જ્ઞાન મળતાં તેનામાં ગર્વ આવી ગયે. ઠાણુગ સૂત્રના ચોથા ઠાણે ભગવાને ચાર પ્રકારના અજીર્ણ કહ્યા છે. (૧) જ્ઞાનનું અજીર્ણ અભિમાન (૨) તપનું અજીર્ણ ક્રોધ (૩) ભૂખ વિના અધિક ખાવાથી પેટમાં બાદી થાય છે એટલે તે પિટનું અજીર્ણ છે. અને (૪) કામનું અજીર્ણ તે પરની નિંદા કુથલી. - પિલા મિત્રને જ્ઞાનનું અજીર્ણ થયું એટલે એ ઘમંડી બની ગયો કે એને કઈ કંઈ પૂછે તે તેની સાથે સરખી રીતે વાત ન કરે. તેની ઠેકડી ઉડાવી ઉતારી પાડતે હતે. મિત્રનો ઘમંડ જોઈને પિલા સરળ મિત્રના મનમાં ખૂબ દુખ થયું. અહે! જે જ્ઞાન તરવાનું સાધન છે તેના દ્વારા આ મારો મિત્ર ડૂબી જશે. એ ગર્વના નશામાં રહીને મારે મિત્ર જ્ઞાનનો ઉપગ નહિ કરી શકે, ને એના આત્માનું પતન થશે. મિત્ર સારો અને સજજન હતું એટલે તેણે વિચાર કર્યો કે ગમે તેમ કરીને મારા મિત્રને ઠેકાણે લાવ. એને અભિમાન ઉતારવો.
એક દિવસ ઘમંડી મિત્રને સરળ મિત્ર કહે છે કે ચાલે આજે આપણે સમુદ્રમાં સ્નાન કરવા જઈએ. એમ કહીને બંને જણા સમુદ્ર કિનારે સ્નાન કરવા આવ્યા. - બંનેએ દરિયામાં સ્નાન કર્યું. થોડીવાર તર્યા પછી બહાર નીકળ્યા. ડાહ્યા મિત્રે
બામાં પાણી લઈને કહ્યું દસ્ત! તું જે તે ખરો, મારા ખોબામાં કેટલું બધું પાણું છે ! આ સાંભળી અભિમાની મિત્ર ખડખડાટ હસી પડયે ને તેના મિત્રની મજાક ઉડાવતાં બે . અરે! તું કેવો મૂર્ખ છે ! પાગલ બની ગયા લાગે છે. તારી સામે માટે વિશાળ સમુદ્ર છે. તેમાં અગાધ પાણું છે. મેટા મેટા ઊંચા મોજાં ઉછળે છે છતાં તું ખોબામાં થોડું પાણી લઈને મને કહે છે કે મારા બેબામાં કેટલું પાણી છે? પણ તું વિચાર તે કર કે આ સાગરનાં પાણી આગળ તારા બામાં રહેલું પાણી શું હિસાબમાં છે?
પિલા મિત્રે તે એને બેસવા માટે આ પ્રમાણે કહ્યું હતું એટલે તેણે કહ્યું. મિત્ર! તું મને મૂર્ખ કહે છે પાગલ કહે છે પણ તું કંઈ મારા કરતાં એ મૂર્ખ નથી. ત્યારે અભિમાની મિત્રે પૂછયું કે તું મને કેવી રીતે મૂર્ખ કહે છે? ત્યારે સર્જન મિત્રે કહ્યું. જે, તારા અને મારા જ્ઞાન આગળ સર્વજ્ઞ ભગવંતનું જ્ઞાન અગાધ વિશાળ સમુદ્ર જેવું છે. તેમાંથી તું હથેળીમાં રહે તેટલું અ૯૫ જ્ઞાન પ્રાપ્ત કરીને તેને પિતાને મહાન જ્ઞાની માને છે. એ જ્ઞાનના ઘમંડમાં તું બીજાની મજાક ઉડાવે છે પણ વિચાર કર. તારું જ્ઞાન સિંધુમાં બિન્દુ જેટલું પણ નથી. મિત્રની વાત સાંભળીને ઘમંડી મિત્રને સાચી વસ્તુનું ભાન થયું. એની આંખ ખુલી ગઈને સમજી ગયો કે હું જ્ઞાનનો ઘમંડ લઈને ફરું છું પણ મારું જ્ઞાન તે સિધુમાં બિન્દુ જેટલું છે. મિત્ર! તે આજે મારો અજ્ઞાન રૂપી અંધકાર દૂર કર્યો ને મને સાચું ભાન કરાવ્યું.