________________
શારદા શિખર આપશે ને હું પણ હેરાન થઈશ. એને ખણતે જોઈને એના હિતસ્વી હાથ પકડીને તેને ખણતો બંધ કરાવવા જાય તો પણ એને ગમતું નથી. હિતસ્વી એને દુશ્મન જેવા લાગે છે. ખસના કારણે એ પરાધીન બની ગયો છે કે એણે પિતાનું હિત જાયું, માન્યું છતાં હિતસ્વી કડવા લાગ્યા. તે રીતે બંધુઓ ! આ જીવને આરંભ પરિગ્રહ, વિષય-કષાય બધા ખસની જેમ વળગ્યા છે. આ બધા ભવચકમાં રખડાવનાર છે. એમ જી જાણે છે, સદ્ગુરૂઓ એમાં પડતા રોકે છે. છતાં મહદશાથી ગુરૂઓ પણ કડવા લાગે છે. ગુરૂની હિત શિખામણ માનવી નથી પછી ઉધ્ધાર ક્યાંથી થાય? જ્ઞાની કહે છે કે કર્મોને તોડવાની શક્તિ મળી છે તે સમ્યક પુરૂષાર્થ ફોરવીને કર્મશત્રુને જીતી લે.
મહાબલ અણગારે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. છતાં માન શત્રુએ તેમને પરાજિત કર્યો ને એ માનનું પિષણ કરવા માયા કરી. માયા યુક્ત તપ કર્યો. છ અણગાર અમ કરતા ત્યારે તેઓ ચાર ઉપવાસ કરતા ને છ અણગારો ચાર ઉપવાસ કરતા હતા ત્યારે તેઓ પાંચ ઉપવાસ કરી લેતા. આ રીતે મેટા થવાની મમતાથી છ અણગારેથી એકેક ઉપવાસ આગળ તપ કર્યો. આવી માયા સહિત તપ કરવાથી જે નામ કર્મના ઉદયથી સ્ત્રીત્વની પ્રાપ્તિ થાય છે એવું સ્ત્રીનામ કર્મ તેમજ જાતિ કુલ પ્રાપ્ત કરાવનાર ગોત્ર કર્મને બંધ કર્યો. આ રીતે મહાબલ અણગારે સ્ત્રી નામ કર્મને બંધ કર્યો. ધર્મમાં સહેજ માયા કરી તો તીર્થંકરપણામાં પણ સ્ત્રી બનવું પડશે. તો જે સંસારમાં ગાઢ માયા કરે છે તેની શી દશા થશે ? આવું સાંભળીને પણ માયા છોડજો. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : પ્રદ્યુમ્નકુમારની પૂરી પુનાઈ છે. એને વિદ્યાધર રાજાએ કપાળમાં તાંબુલ વડે રાજતિલક કર્યું. રાણીને ખૂબ આનંદ થયો. દશ દિવસ સુધી વિદ્યાધર રાજાએ તેનો જમેન્સવ ઉજવ્યો. સ્વજને, પરિજન સર્વેને ખૂબ દ્રવ્ય આપીને સંતુષ્ટ કર્યા. એના જન્મોત્સવમાં રાજાએ ઘણું ધન ખરચ્યું. જુઓ, પૂર્વ સંકેત કે હશે? કૃષ્ણ વાસુદેવે તેનું મુખ અને દેહની કાન્તિ જોઈને તેનું નામ પ્રધુમ્ન કમાર પડ્યું હતું. અને આ વિદ્યાધર રાજાએ પણ પ્રદ્યુમ્ન કુમાર નામ પાડયું. એનું રૂપ અને કાતિ જોઈને કેઈ તેને મદન કુમાર કહે છે. તો કેઈ કહે છે કે આ તો જાણે સાક્ષાત્ કામદેવ ન હોય ! ત્યારે ઘણું કહે છે જાણે આ તો ગીરધર ગોપાળ જોઈ લે. ગીરધર ગોપાળ જેવો શેભે છે એમ અનેક નામથી તેને બોલાવે છે ને ખૂબ લાડ લડાવે છે.
સેનાની સાંકલ બાંધ્યો પાલણે રે, રત્નકી ગુમરીયા લટકત રે... પગમેં સુવર્ણકા ઘાલ્યા ઝાંઝરીયારે, ફરતી લલુઆકા લાડ અત્યંત રે,